ધાર
ધાર ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના ધાર જિલ્લામાં આવેલું નગર છે. ધારમાં ધાર જિલ્લાનું મુખ્યાલય છે. આ મધ્યકાલીન નગર મધ્ય પ્રદેશના પશ્ચિમ ભાગમાં આવેલ માળવા ક્ષેત્રમાં આવેલ છે. પહાડી ક્ષેત્રમાં જળાશયોથી ઘેરાયેલું આ ઐતિહાસિક નગર વિંધ્યાચલ પર્વતમાળાના ઉત્તરી ઢોળાવ પર તેમ જ નર્મદા નદીના ખીણ-પ્રદેશની નજીકમાં વસેલ છે[૧].
આ શહેર ખાતે લાટ મસ્જિદ નજીક ઐતિહાસિક લોહ સ્તંભ ખંડિત અવસ્થામાં સ્થિત છે.
માર્ગ-દર્શન
[ફેરફાર કરો]હવાઈ માર્ગ
[ફેરફાર કરો]ધારથી સૌથી મજીકનું હવાઈમથક ઈંદોર ખાતે આવેલ છે, જ્યાંથી દિલ્હી, મુંબઈ, ભોપાલ અને ગ્વાલિયર વગેરે શહેરોની નિયમિત હવાઈ સેવાઓ ઉપલબ્ધ છે.
રેલ માર્ગ
[ફેરફાર કરો]રતલામ અને ઈંદોર ધારથી સૌથી નજીકનાં રેલ્વેમથકો છે, જે દેશના મુખ્ય શહેરો સાથે નિયમિત રેલસેવાઓથી જોડાયેલ છે.
સડક માર્ગ
[ફેરફાર કરો]ધાર રાજ્ય તેમ જ દેશનાં અનેક મુખ્ય શહેરો સાથે સડક માર્ગ દ્વારા સારી રીતે જોડાયેલ છે. ઈંદોર, માંડુ, મઊ, રતલામ, ઉજ્જૈન અને ભોપાલ જવા માટે મધ્ય પ્રદેશ પરિવહન નિગમની બસો અહીંથી નિયમિતપણે ઉપલબ્ધ છે.
સંદર્ભો
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |