ધુવારણ તાપ વિદ્યુત મથક

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ધુવારણ તાપ વિદ્યુત મથક અથવા ધુવારણ થર્મલ પાવર સ્ટેશન એક ખનીજ તેલ અને ગેસ બળતણ આધારિત વીજ ઊર્જા ઉત્પાદન કરતું એકમ (પાવર પ્લાન્ટ) છે, જે ધુવારણ, આણંદ જિલ્લા, ગુજરાત ખાતે કાર્યરત છે. આ પાવર પ્લાન્ટની માલિકી ગુજરાત સરકાર હસ્તકની ગુજરાત રાજ્ય વીજળી નિગમ લિમિટેડ કંપની ધરાવે છે. આ ગુજરાત વિદ્યુત બોર્ડ (પિતૃ કંપની: ગુજરાત રાજ્ય વીજ નિગમ લિમિટેડ) દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રથમ પાવર પ્લાન્ટ છે.

ક્ષમતા[ફેરફાર કરો]

આ વીજ ઉત્પાદન એકમ હાલમાં કાર્યરત નથી. આ એકમની આવરદા પૂર્ણ થવાને કારણે ડિસેમ્બર ૨૦૧૦થી બંધ કરવામાં આવેલ છે.

એકમ સંખ્યા સ્થાપિત ક્ષમતા (મેગાવૉટ) તારીખ કાર્યરત વર્તમાન સ્થિતિ
૬૩.૫ ૧૯૬૫ જુલાઈ સેવા નિવૃત્ત [૧]
૬૩.૫ એપ્રિલ ૧૯૬૫ સેવા નિવૃત્ત
૬૩.૫ ફેબ્રુઆરી ૧૯૬૫ સેવા નિવૃત્ત
૬૩.૫ ડિસેમ્બર ૧૯૬૪ સેવા નિવૃત્ત
૧૪૦ ૧૯૭૨ ઘટાડીને ૧૧૦ મેગાવોટ એપ્રિલ ૨૦૦૭ થી ડિસેમ્બર ૨૦૧૦ (સેવા નિવૃત્તિ પહેલાં).[૨]
૧૪૦ ૧૯૭૨ ઘટાડીને ૧૧૦ મેગાવોટ એપ્રિલ ૨૦૦૭ થી ડિસેમ્બર ૨૦૧૦ (સેવા નિવૃત્તિ પહેલાં).

સંદર્ભો[ફેરફાર કરો]