ધ્વનિ પ્રદૂષણ

વિકિપીડિયામાંથી
લંડનના હિથરો વિમાની મથક ખાતે ઉતરાણ કરવાના થોડાક જ સમય પહેલાં એક બોઇંગ 747-400 (Boeing 747-400) વિમાન મકાનોની નજીકથી પસાર થાય છે.

ઘોંઘાટ પ્રદૂષણ (અથવા પર્યાવરણીય (environmental) ઘોંઘાટ) એટલે માનવ, પશુ કે યંત્ર-સર્જિત એવો અપ્રિય અવાજ, જે મનુષ્ય કે પ્રાણી જીવનની પ્રવૃત્તિ અથવા સંતુલન ખોરવે છે.ઘોંઘાટ સામાન્યપણે પરિવહનમાંથી, ખાસ કરીને મોટર વાહનો (motor vehicles)ને કારણે સર્જાય છે.[૧]ઘોંઘાટ (noise) શબ્દ લેટિન શબ્દ નોક્સીયામાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે "ઇજા (injury)" અથવા "હાનિ (hurt)"

દુનિયાભરમાં મોટા ભાગના ઘોંઘાટનો સ્રોત પરિવહન વ્યવસ્થા, મોટર વાહનોનો ઘોંઘાટ છે, પરંતુ તેમાં વિમાનોનો ઘોંઘાટ (aircraft noise) અને રેલ ઘોંઘાટનો પણ સમાવેશ થાય છે.[૨][૧]ખરાબ શહેરી આયોજન (urban planning)થી ઘોંઘાટ સર્જાઇ શકે છે, કેમ કે નિવાસી મકાનોની સાથે સાથે ઔદ્યોગિક એકમો નિવાસી વિસ્તારોમાં ઘોંઘાટ સર્જી શકે છે.

અન્ય સ્રોતો છે કાર એલાર્મ, ઓફિસ સાધનો, ફેક્ટરીના યંત્રો, બાંધકામ, ગ્રાઉન્ડ્સકીપિંગના સાધનો, ભસતા કૂતરાં, ઉપકરણો, પાવર ટુલ્સ, લાઇટિંગ (lighting)નો ગુંજારવ, ઓડિયા મનોરંજન સીસ્ટમ્સ, લાઉડસ્પીકર્સ અને ઘોંઘાટીયા લોકો.

માનવ આરોગ્ય પરની અસરો[ફેરફાર કરો]

આરોગ્ય (health) અને વર્તનજન્ય (behavioural) બંને પ્રકારે ઘોંઘાટની આરોગ્ય પર અસરો (Noise health effects) જોવા મળે છે.અનિચ્છનીય અવાજને ઘોંઘાટ કહે છે.આ અનિચ્છનીય અવાજ શારીરિક અને મનોવૈજ્ઞાનિક આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે.ઘોંઘાટનું પ્રદૂષણ ચીડ અને આક્રમકતા, હાયપરટેન્શન (hypertension), તનાવના ઊંચા સ્તરો, ટિનાઇટસ (કાનમાં તમરાં બોલવા) (tinnitus), બહેરાશ, ઉંઘમાં વિક્ષેપ અને અન્ય નુકસાનકારક અસરો સર્જી શકે છે.[૩][૪][૫] વધુમાં, તનાવ અને હાયપરટેન્શન આરોગ્યની સમસ્યાઓના મુખ્ય કારણો છે, જ્યારે ટિનાઇટસ ભૂલકણાપણું, તીવ્ર ડીપ્રેશન અને સમયાંતરે ગભરાટના હુમલા તરફ પણ દોરી જાય છે.[૪][૬]

ઘોંઘાટનો સતત સહવાસ ઘોંઘાટથી થતી બહેરાશ (noise-induced hearing loss) સર્જી શકે છે.નોંધપાત્ર વ્યવસાયિક ઘોંઘાટ (occupational noise) હેઠળ જીવતા ઘરડા પુરુષોમાં તેમની જ ઉંમરના આવા ઘોંઘાટ હેઠળ નહીં જીવતા પુરુષો કરતા નોંધપાત્ર રીતે (significantly) શ્રવણશક્તિ ઘટેલી જોવા મળી છે, જોકે, સમય જતાં શ્રવણશક્તિનો ફરક ઘટતો જાય છે અને બંને જુથોને 79 વર્ષની ઉંમર પછી અલગ પાડી શકાતા નથી.[૭]ઔદ્યોગિક કે પરિવહનના ઘોંઘાટ હેઠળ અજાણપણે જીવતા માબાન (Maaban) આદિવાસીઓ (tribesmen)ની અમેરિકાની એક વિશિષ્ટ વસતિ સાથેની એક સરખામણીએ દર્શાવ્યું હતું કે પર્યાવરણીય ઘોંઘાટના સહેજ ઊંચા સ્તરોનો સતત સંપર્ક બહેરાશ લાવી શકે છે.[૩]

ઘોંઘાટના ઊંચા સ્તરો રુધિરાભિસરણ (cardiovascular) અસરોને નોતરે છે અને એકસાથે આઠ કલાક દરમિયાન સહેજ ઊંચા સ્તરો વચ્ચે રહેવાથી બ્લડપ્રેશર (blood pressure)માં પાંચથી દસ પોઇન્ટ્સનો આંકડાકીય વધારો થાય છે અને તનાવ (stress)[૩] અને રક્તવાહિનીસંકોચન (vasoconstriction)માં વધારો ઉપર નોંધેલા વધતા બ્લડ પ્રેશર (increased blood pressure) તરફ દોરી જાય છે, સાથે સાથે હ્રદયરોગ (coronary artery disease)ના પ્રમાણમાં પણ વધારો કરે છે.

ઘોંઘાટ પ્રદૂષણ ચીડનું પણ એક કારણ છે.2005માં સ્પેનના સંશોધકોએ કરેલા એક અભ્યાસમાં જણાયું હતું કે શહેરી વિસ્તારોમાં નિવાસીઓ ઘોંઘાટ પ્રદૂષણ માટે દર વર્ષે દર ડેસિબલે અંદાજે ચાર યુરો (Euro) ચુકવવા તૈયાર છે.[૮]

પર્યાવરણીય અસરો[ફેરફાર કરો]

પ્રાણીઓ પર ઘોંઘાટની જીવલેણ અસર પડી શકે છે. તેને કારણે તેઓ તનાવ હેઠળ જીવે છે, શિકારી-શિકારના એકબીજાને શોધવાના અને બચવાના કોમળ સંતુલનને બદલીને મૃત્યુદરનું જોખમ વધારે છે અને ખાસ કરીને પ્રજોત્પત્તિ અને રસ્તો શોધવા માટે સંદેશા વ્યવહારમાં કરાતા અવાજના ઉપયોગમાં વિક્ષેપ કરે છે.ધ્વનિનો વધારે પડતો સંપર્ક કામચલાઉ કે કાયમી બહેરાશ લાવી શકે છે.[૯]

ઘોંઘાટ ક્ષેત્રોમાં વસતા પ્રાણી જીવનના કુદરતી વસવાટ (reduction of usable habitat)માં ઘટાડો થઈ શકે છે અને જોખમમાં મુકાયેલી પ્રજાતિઓ લુપ્ત (extinction) થઈ શકે છે.લશ્કરી સોનાર (sonar)ને કારણે બીચ્ડ વ્હેલ (beached whale)ની ચોક્કસ પ્રજાતિઓના થયેલા મૃત્યુ ઘોંઘાટના પ્રદૂષણને કારણે થતા નુકસાનના સૌથી જાણીતા કિસ્સાઓમાંના એક છે.[૧૦]

ઘોંઘાટ પ્રજાતિઓને મોટેથી સંદેશા વ્યવહાર કરવાની ફરજ પડે છે, જેને લોમ્બાર્ડ વોકલ રીસ્પોન્સ કહે છે.[૧૧]વૈજ્ઞાનિકો અને સંશોધકોએ હાથ ધરેલા પ્રયોગો દર્શાવે છે કે જ્યારે સબમરિન ડીટેક્ટર્સ ચાલુ હોય, ત્યારે વ્હેલોના ગીતની લંબાઈ વધારે હોય છે.[૧૨]જો પ્રાણીઓ મોટેથી "બોલે" નહીં, તો તો તેમના અવાજ માનવપ્રેરીત (anthropogenic) ધ્વનિથી ઢંકાઈ (masked) જશે.આ નહીં સંભળાતા અવાજો ચેતવણીઓ, શિકારની ભાળ અથવા તો નેટ-બબલિંગની તૈયારીઓ હોઈ શકે છે.જ્યારે એક પ્રજાતિ મોટેથી બોલવાનું શરુ કરે છે, ત્યારે તે અન્ય પ્રજાતિના અવાજને ઢાંકશે (mask) અને તેને પરીણામે સમગ્ર પર્યાવરણ-વ્યવસ્થાને મોટેથી બોલવાની ફરજ પડે છે.

ટ્રાફિકના ઘોંઘાટની અસર હેઠળ ઝેબ્રા ફિન્ચ (Zebra finch)ની તેમના સાથી પ્રત્યેની વફાદારી ઘટે છે.અન્ય પ્રવૃત્તિઓ માટે ફાળવાયેલા સંસાધનોમાં ઘટાડો થવાથી આને કારણે કોઈ પ્રજાતિની વસતિના લક્ષણોની પસંદગી દ્વારા ઉત્કાંતિ પથ બદલાઈ શકે છે અને તેને પરીણામે મોટા જનીની અને ઉત્ક્રાન્તિગત ફેરફારો તરફ દોરી જાય છે.[૧૩]

સ્થળાંતર અને ઘોંઘાટ પર અંકુશ[ફેરફાર કરો]

[[ચિત્ર:TullamarineFwy.jpgવિસ્તારની સુંદરતાને યથાવત રાખીને માર્ગ ઘોંઘાટ (roadway noise)ને ઘટાડવા ઓસ્ટ્રેલીયા (Australia)ના મેલબોર્ન (Melbourne) ખાતે બનાવવામાં આવેલી |thumb|સાઉન્ડટ્યુબ (sound tube)]] ઘોંઘાટ ઘટાડવા કે દૂર કરવાની ટેકનોલોજીને નીચે પ્રમાણે લાગુ પાડી શકાયઃ

માર્ગ ઘોંઘાટ (roadway noise) ઘટાડવાની વિવિધ વ્યૂહરચનાઓ છે, જેમ કે ઘોંઘાટ અવરોધક (noise barrier)નો ઉપયોગ, વાહનોની ઝડપ પર મર્યાદા, રસ્તાઓની સપાટીના બંધારણમાં ફેરફાર, ભારે વાહનો (heavy vehicle) પર અંકુશ, બ્રેકિંગ અને એક્સીલરેશન ઘટાડીને વાહન પ્રવાહ સરળ બનાવે તે માટે ટ્રાફિક કન્ટ્રોલ્સનો ઉપયોગ અને ટાયરની ડીઝાઇન.આ વ્યૂહરચનાઓ લાગુ પાડવામાં મહત્વનું પરીબળ છે માર્ગ ઘોંઘાટ (roadway noise) માટે કમ્પ્યુટર મોડેલ (computer model). તે સ્થાનિક ભૌગોલિક લક્ષણો (topography), હવામાનશાસ્ત્ર (meteorology), ટ્રાફિક કામગીરી અને સંભવિત નિવારણના મુદ્દાઓને હાથ ધરી શકે છે.નિવારણ શોધવાનો ખર્ચો માફકસરનો હોઈ શકે છે, શરત એટલી કે આ નિવારણો માર્ગ પ્રોજેક્ટના આયોજનના તબક્કામાં જ શોધી લેવાય.

1970 અને 1980ના અરસામાં ઘોંઘાટ વિનાના જેટ એન્જિન (jet engine)ની ડીઝાઇનની કામગીરી જોરશોરથી આરંભાઈ હતી. આવી ડીઝાઇનથી વિમાન ઘોંઘાટ (Aircraft noise) કેટલાક અંશે ઘટાડી શકાય છે.આ વ્યૂહરચનાથી શહેરોમાં અવાજના સ્તરોમાં મર્યાદિત પરંતુ નોંધપાત્ર ઘટાડો થયો છે.કામગીરીની પુનઃવિચારણા, જેમ કે ઉડ્ડયન પથ (flight path) અને રનવેના ઉપયોગના સમયમાં ફેરફાર કરવાથી વિમાની મથકોની નજીક રહેતા લોકોને લાભ થાય છે.1970માં શરુ થયેલાએફએએ (FAA) પ્રેરીત નિવાસી રીટ્રોફિટ પ્રોગ્રામ્સને પણ યુનાઇટેડ સ્ટેટ્સમાં હજારો લોકોના ઘરોમાં આંતરિક નિવાસી (residential) ઘોંઘાટને ઘટાડવામાં સફળતા મળી છે.

1930થી ઔદ્યોગિક ઘોંઘાટ (Industrial noise)થી પીડાતા કામદારોના પ્રશ્નો હાથ ધરવામાં આવ્યા છે.ફેરફારોમાં ઔદ્યોગિક ઉપકરણોની ફરીથી ડીઝાઇન બનાવવી, આઘાત સહન કરે તેવી રીતે પુર્જાઓનું સંયોજન અને કામ કરવાના સ્થળે ભૌતિક અવરોધો ઉભા કરવાનો સમાવેશ થાય છે.

કાનૂની દરજ્જો[ફેરફાર કરો]

1970 સુધી સરકારોએ ઘોંઘાટને પર્યાવરણની સમસ્યાને બદલે "ન્યુસન્સ" તરીકે ગણ્યો હતો.યુનાઇટેડ સ્ટેટ્સ (United States)માં ઘોરી માર્ગો અને વિમાની ઘોંઘાટો માટે સંઘીય ધોરણો છે. રાજ્યો અને સ્થાનિક સરકારો મકાન સંહિતા (building codes), શહેરી આયોજન (urban planning) અને માર્ગ વિકાસ માટે અત્યંત ખાસ કાયદા ધરાવે છે. કેનડા (Canada) અને ઇયુ (EU)માં કેટલાક રાષ્ટ્રીય, પ્રાંતીય કે રાજ્યના કાયદાઓ ઘોંઘાટ સામે રક્ષણ આપે છે.

વિવિધ મ્યુનિસિપાલિટીઝમાં ઘોંઘાટ અંગેના કાયદા અને વટહુકમો અલગ અલગ છે અને કેટલાક શહેરોમાં તો ખરેખર આવા કોઈ કાયદાઓ જ નથી.એક વટહુકમમાં ન્યુસન્સ જેવો ઘોંઘાટ કરવા સામે સામાન્ય પ્રતિબંધ હોઈ શકે છે અથવા તો દિવસના ચોક્કસ સમયે અને ચોક્કસ પ્રવૃત્તિઓ માટે ઘોંઘાટના મંજુરીપાત્ર સ્તર માટેની ચોક્કસ માર્ગદર્શિકા તેમાં હોઈ શકે છે.

ડો. પાઉલે ઇપીએ (EPA) (એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સી) અને એચયુડી (હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ) પાસેથી મેળવાયેલા ભંડોળની મદદથી પોર્ટલેન્ડ ઓરેગોનના શહેર માટે 1975માં પ્રથમ સઘન ઘોંઘાટ સંહિતાઓ લખી હતી.પોર્ટલેન્ડ ઘોંઘાટ સંહિતા અમેરિકા અને કેનેડાના અગ્રણી મેટ્રોપોલિટન વિસ્તારો માટે અન્ય મોટા ભાગના વટહુકમો માટે પાયારુપ બની હતી.[૧]

મોટા ભાગના શહેરી વટહુકમો (ordinance) રાત્રે ખાસ કરીને રાતના 10થી સવારે 6 કલાક દરમિયાન મિલકતો પરથી અમુક તીવ્રતા કરતા વધારે ધ્વનિ પસાર થવા પર પ્રતિબંધ ફરમાવે છે અને દિવસ દરમિયાન તેને ચોક્કસ ઊંચા ધ્વનિ સ્તર સુધી મર્યાદિત રાખે છે, જોકે આવા વટહુકમોના પાલનમાં ફરક હોય છે.ઘણી મ્યુનિસિપાલિટીઝ ફરિયાદો હાથ ધરતી નથી.કોઈ મ્યુનિસિપાલિટી કાયદાના પાલન માટેની કચેરી ધરાવતી હોય, તો પણ તે માત્ર ચેતવણીઓ જારી કરવા માટે જ તૈયાર હોય છે, કેમ કે અપરાધીઓને અદાલતમાં લઈ જવા ખર્ચાળ છે.

આમાં અપવાદરુપ છે પોર્ટલેન્ડ ઓરેગોન શહેર, જેણે પ્રત્યેક ભંગ બદલ 5000 ડોલર જેટલા ઊંચા દંડ સાથે તેના નાગરિકોને આક્રમક રક્ષણ પૂરું પાડ્યું છે અને ઘોંઘાટ કરનારા જવાબદાર માણસને એક જ દિવસમાં એકથી વધારે વખત ઝડપવાની ક્ષમતા પણ દાખવી છે.

ઘોંઘાટ સંબંધમાં થતા ઘણા ઘર્ષણો ભંગ કરનાર અને ભોગ બનનાર વચ્ચે વાટાઘાટોથી પતી જતા હોય છે.પાલનની કાર્યવાહી દેશ પ્રમાણે અલગ અલગ છે અને સ્થાનિક સત્તાવાળાઓ અને ખાસ કરીને પોલિસ (police)ના સહયોગથી પગલાં ભરી શકાય છે.ઘોંઘાટ પ્રદૂષણ મોટે ભાગે ટકી રહે છે, કારણ કે ઘોંઘાટનો ભોગ બનતા લોકો પૈકીના માત્ર પાંચથી દસ ટકા લોકો સત્તાવાર ફરિયાદ (complaint) નોંધાવશે.ઘણા લોકોને પોતાના કાનૂની અધિકારોની જ ખબર હોતી નથી અને ફરિયાદ કઈ રીતે નોંધાવવી તે જાણતા હોતા નથી.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ સેનેટ પબ્લિક વર્ક્સ કમિટી, નોઇઝ પોલ્યુશન એન્ડ અબેટમેન્ટ એકટ ઓફ 1972, રેપ નં. 1160, નાઇન્ટી સેકન્ડ કોગ્રેસ, સેકન્ડ સેશન
 2. સી, માઇકલ હોગાન એન્ડ ગેરી એલ. લેટશો, ધી રીલેશનશીપ બિટ્વિન હાઇવે પ્લાનિંગ એન્ડયુરિસન સ્પેશલ્ટી કોન્ફરન્સ, મે 21-23, 1973, શિકાગો, ઇલિનોઇસ. બાય અમેરિકન સોસાયટી ઓફ સિવિલ એન્જિનીયર્સ. શહેરી પરિવહન વિભાગ સંગ્રહિત ૨૦૦૭-૦૫-૧૮ ના રોજ વેબેક મશિન
 3. ૩.૦ ૩.૧ ૩.૨ એસ. રોસેન એન્ડ પી. ઓલિન, હીયરિંગ લોસ એન્ડ કોરોનરી હાર્ટ ડિસીઝ (Heart Disease), આર્કાઇવ્ઝ ઓફ ઓટોલેરિંગોલજી (Otolaryngology), 82:236 (1965)
 4. ૪.૦ ૪.૧ જે. એમ. ફીલ્ડ, ઇફેક્ટ ઓફપર્સનલ એન્ડ સિચ્યુએશનલ વેરિએબલ્સ અપોન નોઇઝ એનોયન્સ ઇન રેસિડેન્સલ એરીયાઝ, જર્નલ ઓફ ધી એકોસ્ટિકલ સોસાયટી ઓફ અમેરિકા, 93: 2753-2763 (1993)
 5. "Noise Pollution". World Health Organisation. મૂળ માંથી 2010-01-08 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-15.
 6. કાર્લ ડી. ક્રાઇટર, ધી ઇફેક્ટ્સ ઓફ નોઇઝ ઓન મેન, એકેડેમિક પ્રેસ (1985)
 7. Rosenhall U, Pedersen K, Svanborg A (1990). "Presbycusis and noise-induced hearing loss". Ear Hear. 11 (4): 257–63. doi:10.1097/00003446-199008000-00002. PMID 2210099.CS1 maint: multiple names: authors list (link)
 8. જીસસ બરેરો, મર્સીડીઝ સાંચેઝ, મોન્ટસેરાટ વિલાડ્રિચ-ગ્રાઉ (2005), "નિઃશબ્દતા માટે લોકો કેટલું ચુકવવા તૈયાર છે?એ કન્ટિન્જન્ટ વેલ્યુએશન સ્ટડી", એપ્લાઇડ ઇકોનોમિક્સ, 37 (11)
 9. "ઇફેક્ટ્સ ઓફ એન્થ્રોપોજેનિક નોઇઝ ઇન મરિન એન્વાયર્નમેન્ટ" (PDF). મૂળ (PDF) માંથી 2009-03-27 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-15.
 10. Balcomb, Ken (2003-05-12). "US Navy Sonar blasts Pacific Northwest killer whales". San Juan Islander. મૂળ માંથી 2006-05-23 પર સંગ્રહિત. મેળવેલ 2006-04-30.
 11. www.dosits.org/glossary/pop/lvr.htm
 12. નીચી ફ્રિક્વન્સી ધરાવતા ધ્વનિ પ્રસારણોના કારણે હમ્પબેક વ્હેલ (મેગાપ્ટેરા નોવેન્જેલીયા)ના ગીતની લંબાઈમાં ફેરફાર
 13. મિલીયસ, એસ. (2007).હાઈ વોલ્યૂમ, લો ફિડેલિટીઃ બર્ડ્સ આર લેસ ફેઇથફુલ એઝ સાઉન્ડ્સ બ્લેર, સાયન્સ ન્યૂઝ ખંડ. 172, પૃ.116. (સંદર્ભો સંગ્રહિત ૨૦૦૮-૦૪-૨૪ ના રોજ વેબેક મશિન)

બાહ્ય લિન્ક્સ[ફેરફાર કરો]

ઢાંચો:Pollution