નક્શ-એ જહાન મેદાન
![]() | |
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ | |
---|---|
અધિકૃત નામ | Meidan Emam, Esfahan ![]() |
સ્થળ | ઇસ્ફહાન, ઈરાન |
અક્ષાંસ-રેખાંશ | 32°39′30″N 51°40′38″E / 32.658229°N 51.677322°E |
સમાવેશ થાય છે | Ali Qapu Shah Mosque (Isfahan) Sheikh Lotfollah Mosque ![]() |
માપદંડ | સાંસ્કૃતિક: World Heritage selection criterion (i), World Heritage selection criterion (v), World Heritage selection criterion (vi) ![]() |
સંદર્ભ | 115 |
સમાવેશ | ૧૯૭૯ (અજાણ્યું સત્ર) |
નક્શ-એ જહાન મેદાન (ફારસી میدان نقش جهان = મૈદાન-એ નક્શ-એ જહાન; અર્થ: "વિશ્ચ દર્શન મેદાન") અથવા ઈમામ મેદન (میدان امام), પ્રાચીન નામ શાહ મેદાન (میدان شاه), એ ઈરાનના ઈશફહાન શહેરની મધ્યમાં આવેલું એક મેદાન છે. આ મેદાનનું બાંધકામ ૧૫૯૮ થી ૧૬૨૯ની વચ્ચે કરવામાં આવ્યું હતું આજે આ મેદાન એક વિશ્વ ધરોહર સ્થળ છે. આ મેદાનની પહોળાઈ 160 metres (520 ft) અને લંબાઈ 560 metres (1,840 ft) છે.[૨] (an area of 89,600 square metres (964,000 sq ft)).
આ મેદાનની ચારે તરફ સફાવિદ કાળની ઈમારતો આવેલી છે. આ મેદાનની દક્ષિણે શાહ મસ્જીદ, પશ્ચિમે અલિ કાપુ, પૂર્વે શેખ લોત્ફ અલ્લાહ મસ્જીદ અને ઉત્તરે કૈસરિયા દરવાજો આવેલો છે, આ દરવાજો ઈશફાનની મોટી બજારમાં ખુલે છે. હાલમાં નમાઝ-એ જુમ્મા - શુક્રવારની નમાઝ શાહ મસ્જીદમાં યોજવામાં આવે છે.
આ મસ્જીદ ઈરાનની ૨૦,૦૦૦ રિયાલની ચલણી નોટની પાછળ દર્શાવાઈ છે.[૩]
ઈતિહાસ[ફેરફાર કરો]
ઈ.સ ૧૫૯૮માં શાહ અબાસે તેમની વાયવ્યમાં આવેલી વિહરમાન રાજધાનીને મધ્ય ક્ષેત્રમાં આવેલા ઈશફહાનમાં ખસેડવાનું નક્કી કર્યું. આ શહેર ઝયાન્દે રોઉદ (જીવન દાત્રી નદી) નામના ખુબજ ફળદ્રુપ રણદ્વીપર વસેલું હતું. શાહે તે શહેરની પુન:રચના કરવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય કરી તેમને રાજધાનીને ભવિષ્યમાં થનારા ઓટોમન અને ઉઝબેક હમલાઓથી સુરકક્ષિત કરી અને તે સાથે પર્શિયન અખાત પર તેની પકડ મજબૂત બનાવી કેમકે આ અખાત ડચ અને બ્રિટિશ સામ્રાજ્યની ઈસ્ટ ઈંડિયાકંપનીઓ માટેનો વ્યાપાર માર્ગ બન્યો હતો.[૪]
શહેર સ્થાપત્યના વાસ્તુવિદ તરીકે શાયખ બહાઈને (બહા અદ્-દીન અલ-અમીલી) નીમવામાં આવ્યા હતા. [૫] તેમણે શાહ અબ્બાસના માસ્ટર પ્લાન અનુસાર ચહાર બાગ માર્ગ (જેની બન્ને તરફ શહેરની મુખ્ય સંસ્થા અને દૂતો જેવા મુખ્યવ્યક્તિઓના રહેણાંક હોય) અને નક્શ-એ જહાન (વિશ્વનું આદર્શ) પર ધ્યાન કેંન્દ્રીત કર્યું. [૬] શાહના સત્તા પર આવ્યા પહેલાં પર્શિયામાં સંત્તા વિકેન્દ્રીત હતી. વિવિધ રાજ્ય સંસ્થાઓ જેમ કે સૈન્ય (કીઝીલબાશ) અને જુદા જુદા પ્રાંતના પ્રધાનો સત્તા માટે લડતા રહેતા. શાહ પર્શિયાની આવી સ્થિતિ બદલવા માંગતો હતો, અને સત્તાના કેંદ્રીકરણ માટે ઈશફાનનું એક પ્રબળ રાજધાની તરીકે પુનઃનિર્માણ કરવા ઈચ્છતો હતો. [૭] આ મેદાનની બાંધકામની ચતુરાઈ એમ હતી કે તેના દ્વારા શાહે સત્તાના ત્રણ પ્રતિનિધી કેન્દ્રોને પોતાના સન્મુખ તાબામાં રાખ્યા, જેમ કે ધર્મગુરુની સત્તાને મસ્જીદ-એ શાહમાં, વ્યાપારીઓની સત્તાને શાહી બજારમાં અને તેની પોતાની સત્તા અલિ કાપુ મહેલમાં.
શાહી મેદાન[ફેરફાર કરો]
આ મેદાનમાં શાહ લોમકોને મળતો હતો. આ મેદાની ચાર બાજુઓ બે માળની દુકાનોથી બનેલી છે. આ દુકાની વાસ્તુકારી સુંદર છે. આગાળ વધી આ દુકાનની હાર ઉત્તર છેડે શાહી બજારને મળે છે. આ મેદાન વ્યાપર અને મનોરંજનનું સ્થાન હતું અહીં વિશ્વના જુદા જુદા ક્ષેત્રોથી લોકો આવતા. ઈશ્ફાન એ રેશમ માર્ગ પરનું એક મહત્ત્વનું શહેર હોવાથી પશ્ચિમમાં પોર્ટુગલથી લઈ પૂર્વમાં ચીન સુધીના દેશની વસ્તુઓનો અહીંની બજારમાં વ્યાપાર થતો.
શાહ અબ્બાસના સમયમાં આવેલા સૌ યુરોપિયન પ્રવાસીઓએ શાહી મેદાનના વખાણ કર્યા હતા. પીત્રો ડેલા વાલે એ જણાવ્યું હતું લકે ઈશફાનનો શાહી મેદાન તેના રોમના પીઝા નવોના કરતાં વધુ સુંદર છે.
દિવસ દરમ્યાન મોટા ભગનું મેદાન તંબૂઓ અને વ્યાપારીઓની હાટથી ભરેલું રહેતું, તેઓ જગ્યાના વપરાશ માટે સરકારને અઠવાડિયાનું ભાડું ભરતાં. આ સિવાય આ મેદાનમાં કલાકારો અને અભિનેતાઓ પણ ફરતા. ભૂખ્યા લોકો માટે રાંધેલું ભોજન કે તરબૂચની ચીરીઓ વેચાતી. તરસ્યાઓને ભીશ્તીઓ મફતમાં પાણી પીવડાવતા. આ ભીશ્તીઓને દુકાનદારો પગાર ચૂકવતા. મેદાનના પ્રવેશદ્વાર આગળ કોફી ગૃહ હતા જ્યાં બેસી લોકો કૉફી કે હુક્કા સાથે થાક ઉતરતા કે વાતો કરતા.[૮] આ દુકાનો આજે પણ જોઈ શકાય છે, આધુનિક સમયમાં કૉફીનું સ્થાન ચાએ લીધું છે. સાંજના સમયે દુકાનદારો પોતાનો વ્યાપાર સંકેલી લેતા અને બજારની ગરમા ગરમીનું સ્થાન દરવેશો, લોક કલાકારો, મદારીઓ, કઠપુલી કલાકારો, કસરતબાજો અને વેશ્યાઓ લેતા.[૯]
લોક ઉજ્વણીઓ અને તહેવાર માટે ઘણી વખત આ મેદાન ખાલી કરાવવામાં આવતું. પર્શિયન નવું વર્ષ, નવરોઝ એક આવો તહેવાર હતો. આ સિવાય પર્શિયાનો રાષ્ટ્રીય ખેલ - પોલો પણ અહીં રમાતો, જેથી અલિ કાપુ માં રહેતા શાહ અને વ્યાપારીઓને મનોરંજનનો અવસર મળાતો.[૧૦][૧૧] શાહ અબ્બાસ દ્વારા સ્થાપિત આરસના ગોલ સ્તંભો મેદાનના છેવાડે આજે પણ જોઈ શકાય છે.
અબ્બાસના સમયમાં ઈશફાન સર્વલૌકિક શહેર બન્યું. તેની વસ્તીમાં તુર્ક, જ્યોર્જિયન, અર્મેનિયન, ભારતીય, ચીની અને યુરોપીયનો શામિલ હતા. શાહ અબ્બાસે ચિનાઈ માટી કામ શીખવવા લગભગ ૩૦૦ જેટલા ચીની કારીગરોને શાહી કાર્યશાળામાં કામ કરવા મંગાવ્યા. આહીં ભારતીયો પણ ઘણી મોટી સંખ્યામાં મોજૂદ હતા, તેઓ તેમને માટે બાંધવામાં આવેલી કારવાં સરાઈ (ધર્મશાળા) માં રહેતા.[૧૨] ભારતીયો અહીં મુખ્યત્વે વ્યાપારીઓ કે નાણાવટી તરીકે વ્યવસાય કરતાં. યુરોપિયનો રોમ કેથોલિક મિશનરીઓ, કળાકારો અને કારીગરો તરીકે વ્યવસાય કરતાં
ઘણા સૈનિકો ખાસ કરીને તોપખાનાના વિશારદો, ધંધા રોજગારની શોધમાં યુરોપથી પર્શિયા આવતા હતા.[૧૩] પોર્ટુગીઝ દૂત ગ્રેશિયા ડી'સીલ્વા ફીગરોઆ (ડી. ગુવીયા) એ એક વકહ્ત લખ્યું કે:
આ મેદાનના દિશાયોજન સંબંધે પણ ઇતિહાસકારોના મનમાં અચરજ છે. અન્ય મહત્વપૂર્ણ ઈમારતોની જેમ આ મેદાન મક્કાની દિશામાં નથી. આને કારણે શાહ મસ્જીદમાં પ્રવેશ કરતાં અર્ધો જમણો વળાંક રખાયો છે, જેથી તે મસ્જીદનું મુખ્ય આંગણું મક્કાની સામે રહે. આની સમજણ આપતા ડોનાલ્ડ વિલ્બર કહે છે કે શેખ બહાઈની ઈચ્છા હતી કે મેદાનમાં ક્યાંય પણ ઉભેલી વ્યક્તિને મસ્જીદ દેખાય. જો મેદાની ધરી મક્કાની ધરીની દિશામાં રાખવામાં આવી હોત તો ઊંચા પ્રવેશદ્વારને કારણે મસ્જીદ દેખાત નહી. આ બંને વચ્ચે ખૂણો રાખવાથી પ્રવેશદ્વાર અને ઘૂમટ મેદાનમાં ઊભેલી દરેક વ્યક્તિ જોઈ અને વખાણી શકે છે. [૧૫]
મસ્જીદ-એ શાહ – સફાવિદ વાસ્તુનો આદર્શ નમૂનો[ફેરફાર કરો]
શાહ મસ્જીદ અથવા મસ્જીદ-એ શાહ એ નક્શ-એ અજહાન મેદાનનું મુગટમણિ સમાન છે. શુક્રવારની પનમાજ પઢવા માટે પ્રાચીન જામેહ મસ્જીદ અથવા જામા મસ્જીદને સ્થાને બંધાવવામાં આવી હતી. શુક્રવારની મહા ભીડને સમાવવા આ મસ્જીદ મોટી બનવાઈ હતી અને તેનો ઘૂમટ શહેરમાં સૌથી મોટો હતો. આ સાથે ધાર્મિક શાળા અને શિયાળુ મસ્જીદોનું બાંધકામ આની બન્ને તરફ કરવામાં આવ્યું હતું.[૧૬]
લોત્ફોલ્લાહ મસ્જીદ – શાહના હરેમનો નીજી ઓરડો[ફેરફાર કરો]
નક્શ-એ જહાન મેદાનની પરિમિતી પર બંધાયેલી ઈમારતોમાં સૌથી પ્રથમ લોત્ફોલ્લાહ મસ્જીદ બંધાવાઈ હતી. આ મસ્જીદ શાહી દરબારની નિજી મસ્જીદ હતી, જ્યારે મસ્જીદ-એ શાહ એ સાર્વજનિક મસ્જીદ હતી. [૧૭] આ મસ્જીદ નિજી હોપ્વાને કારણે તેનું કદ અનાનું છે અને તેમાં કોઈ મિનારા નથી. ઘણી સદીઓ સુધી આ મસ્જીદમાં શાહી દરબાર સિવાય કોઈને પ્રવેશ ન હતો. જ્યારે આ મસ્જીદ લોકોના પ્રવેશ માટે ખુલ્લી મુકાઈ ત્યારે લોકોને શાહના હરેમની સ્ત્રીઓ માટેની આ મસ્જીદના વૈભવ, સુંદર લાદીકામ આદિ વિષે જાણકારી મળી.
અલી ગાપુ મહેલ[ફેરફાર કરો]
અલી ગાપુ અથવા અલિ કાપુ એ ખરા અર્થમાં એક મંડપ છે જેના દ્વારા સફાવીદ ઈશફહાનના શાહી રહેણાંકમાં પ્રવેશી શકાય છે. આ રહેણાંક સંકુલ મેદાન-એ નક્શે-એ જહાન થી ચહાર બાગ માર્ગ સુધી ફેલાયેલો છે. આનું નામ બે અક્ષરોના મિલન થી બનેલું છે. અલી અરેબિકમાં મહાન અને ગાપુ કે કાપુ તુર્કી ભાષામાં શાહી પગથિયું. સફવેદે આનામ તેના હરીફ ઑટોમોન સામ્રાજ્યના મહેલ બાબ-એ અલીની (ઉદાત્ત, ઉત્કૃષ્ટ મહેલ) હરીફાઈમાં રાખ્યું હતું. આ સ્થળે શાહ ઉમરાવો, વિદેશી પ્રવાસીઓ, દૂતો ને મળતો. શાહ અબ્બાસે ઈ.સ. ૧૫૯૭માં નવરોઝ ઉત્સવ આ સ્થળે પહેલી વખત મનાવ્યો.
આ મહેલ 48 m (157 ft) ઉંચો છે અને છ માળા ધરાવે છે. તેના આગળના ભાગમાં પહોળી આગાશી બનાવાઈ છે જે લાકડાના સ્તંભોને આધારે ઉભી છે. શાહી કાર્યક્રમો અને આયોજનો છઠ્ઠે માળે યોજાતા. આ માળા પર મોટા ખંડો આવેલા છે. અહીં સજાવટ માટે પ્લાસ્ટરના ગારામાં વિવ્ધ વાસણો અને પ્યાલાઓનો પ્રયોગ થયો છે. છઠ્ઠા માળને સંગીત ખંડ કહેવાતો હતો કેમકે સંગીતની મહેફિલ અહીં યોજાતી. ઉપરના માળેથી સફાવીદ નીચે નક્શ-એ જહાન મેદાનમાં રમાતી પોલો, ઘોડા દોડ આદિની રમત જોતો. [૧૮]
શાહી બજાર[ફેરફાર કરો]
ઈશફાનની બજાર મધ્ય પૂર્વ એશિયાની સૌથી વિશાળ અને જુની બજાર છે. આજનું માળખું સફાવીદના કાળનું છે, પણ તેનો અમુક ભાગ સેલ્જુક વંશના કાળનો લગભગ હજાર વર્ષથી પણ વધુ જુનો છે આઅ બે કિલોમીટર લાંબો સંરક્ષિત રસ્તો છે જે પ્રાચીન અને નવા શહેરને જોડે છે.[૧૯]
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ http://whc.unesco.org/en/list/115.
- ↑ http://www.pps.org/great_public_spaces/one?public_place_id=672
- ↑ Central Bank of Iran. Banknotes & Coins: 20000 Rials. – Retrieved on 24 March 2009.
- ↑ Savory, Roger; Iran under the Safavids, p. 155.
- ↑ Kheirabadi Masoud (2000). Iranian Cities: Formation and Development. Syracuse University Press. pp. 47.
- ↑ Sir Roger Stevens; The Land of the Great Sophy, p. 172.
- ↑ Savory; chpt: The Safavid empire at the height of its power under Shāh Abbas the Great (1588–1629)
- ↑ Blow, David; Shah Abbas. The Ruthless King Who Became an Iranian Legend; pp. 195–6
- ↑ Savory, Roger; Iran Under the Safavids; pp. 158–9
- ↑ Blow; pp. 195–6
- ↑ Savory; pp. 159–60
- ↑ Blake, Stephen P.; Half the World. The Social Architecture of Safavid Isfahan, 1590–1722, pp. 117–9.
- ↑ Blow, 206
- ↑ Blow; p. 206
- ↑ Wilber, Donald; Aspects of the Safavid Ensemble at Isfahan, in Iranian Studies VII: Studies on Isfahan Part II, p 407-408.
- ↑ Blake, Stephen P.; Half the World, The Social Architecture of Safavid Isfahan, 1590–1722, p. 143-144.
- ↑ Ferrier, R. W.; A Journey to Persia, Jean Chardin's Portrait of a Seventeenth-century Empire; p. 53, p.143
- ↑ UNESCO evaluation
- ↑ "Bazaar at Isfahan". Archnet.org. મૂળ માંથી 2006-02-26 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-19.
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર નક્શ-એ જહાન મેદાન વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |
- ગુગલ મેપ્સ પર નક્શ-એ જહાન મેદાન
- મનોચેર તૈયબ દ્વારા બનાવેલી શેખ લોત્ફોલ્લહ પર નું વૃત્ત ચિત્ર (૧૫ મિનિટ) સંગ્રહિત ૨૦૧૫-૦૮-૦૫ ના રોજ વેબેક મશિન
- નક્શ-એ જહાન મેદાન પર શ્રી. અસલી પિનર તનદ્વારા બનાવેલું વૃત્તચિત્ર (૪૧:૪૫ મિનિટ)
- મેદાનનું ૩૬૦ અંશ પરિચિત્ર