લખાણ પર જાઓ

નમિનાથ

વિકિપીડિયામાંથી
નમિનાથ
નમિનાથ
મથુરા સંગ્રહાલયમાં નમિનાથની મૂર્તિ
ધર્મજૈન ધર્મ
પુરોગામીમુનિસુવ્રત
અનુગામીનેમિનાથ
પ્રતીકનીલ કમલ [૧]
ઊંચાઈ૧૫ ધનુષ્ય (૪૫ મીટર)[૨]
વર્ણસોનેરી
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવ
દેહત્યાગ
માતા-પિતા
  • વિજય (પિતા)
  • વપ્રા (વિપ્રા) (માતા)

નમિનાથ અથવા નેમિનાથજૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૨૧મા તીર્થંકર છે. જૈન મત અનુસાર તેમણે પોતાના સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા.[૩]

જીવન[ફેરફાર કરો]

નમિનાથનો જન્મ ઈક્ષ્વાકુ કુળના મિથિલાના રાજા વિજય અને રાણી વિપ્રાને ઘેર શ્રાવણ વદ આઠમના દિવસે થયો હતો. જ્યારે નમિનાથ માતાના ગર્ભમાં હતા ત્યારે શક્તિશાળી શત્રુ રાજાઓએ મિથિલા પર આક્રમણ કર્યું હતું. નમિનાથના પ્રભાવથી દરેક શત્રુ રાજા વિજય રાજાને શરણે થયો.[૪]

તેમણે બોરસલી/બકુલના વૃક્ષ નીચે કેવળ જ્ઞાન મેળવ્યું. તેમણે ૧૭ ગણધરો હતા, તેમાં સુપ્રભા પ્રમુખ હતો.[૫] જૈન મત અનુસાર તેમણે પોતાન સર્વ કર્મોનો ક્ષય કર્યો અને આવનારા તીર્થંકર નેમિનાથથી ૫૦,૦૦૦ વર્ષ પહેલાં પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા.[૬]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

  1. Tandon 2002, p. 45.
  2. Sarasvati 1970, p. 444.
  3. Tukol 1980.
  4. Jain 2009.
  5. Shah 1987.
  6. Zimmer 1952.

સ્રોત[ફેરફાર કરો]