નેમિનાથ
નેમિનાથ | |
---|---|
૨૨મા જૈન તીર્થંકર | |
બાતેશ્વર ઉત્તરપ્રદેશના જૈન મંદિરમાં નેમિનાથની મૂર્તિ. | |
અન્ય નામો | અરિષ્ટનેમિ |
ધર્મ | જૈન ધર્મ |
પુરોગામી | નમિનાથ |
અનુગામી | પાર્શ્વનાથ |
પ્રતીક | શંખ[૧] |
ઊંચાઈ | ૧૦ ધનુષ્ય (૯૮ ફૂટ)[૨] |
ઉંમર | ૧૦૦૦ વર્ષ |
વર્ણ | શ્યામ |
વ્યક્તિગત માહિતી | |
આવિર્ભાવ | |
દેહત્યાગ | ગિરનાર પર્વત |
માતા-પિતા |
|
નેમિનાથ એ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૨૨મા તીર્થંકર છે. જૈન મત અનુસાર તેમણે પોતાના સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા.[૩] તેઓ માત્ર નેમિ અથવા અરિષ્ટનેમિ તરીકે પણ ઓળખાય છે. અરિષ્ટનેમિનો સૂર્ય-રથ એવો પણ પર્યાય થાય છે. મહાવીર, પાર્શ્વનાથ અને ઋષભદેવ સાથે નેમિનાથ પણ જૈનોમાં સૌથી વધુ ભક્તિભાવ ધરાવે છે.[૪]
જૈન માન્યતા અનુસાર ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથની ૮૪,૦૦૦ વર્ષો પૂર્વે નેમિનાથ થઈ ગયા. તેમનું આયુષ્ય ૧૦૦૦ વર્ષનું માનવામાં આવે છે.[૫] તેઓ રાજા સમુદ્રવિજય અને રાણી શિવાદેવીના સૌથી નાના સંતાન હતા. જૈન મત અનુસાર તેઓ હિંદુ ભગવાન શ્રી કૃષ્ણના પિત્રાઈ મનાય છે, તેમનું લાંછન પણ શંખ છે જે હિંદુ ભગવાન વિષ્ણુ પણ ધારણ કરે છે.[૬] તેમનો જન્મ યદુ કૂળમાં સૌરીપુર (દ્વારકા)માં શ્રાવણ સુદ પાંચમના થયો હતો. તેઓ ગોવાળનું કામ કરતાં અને તેમને પ્રાણીઓ ખૂબ ગમતાં.[૭] જૈન ધર્મની એક કથા અનુસાર નેમિનાથે તેમના લગ્નના દિવસે મિજબાની માટે મારવામાં આવતાં પ્રાણીઓનો આક્રંદ સાંભળ્યો,[૮] અને તે સાંભળી તેમને વૈરાગ્ય આવ્યો અને તેમણે સંસાર ત્યાગી દીક્ષા અંગીકાર કરી.[૯][૧૦] તેમણે જુનાગઢના ગિરનાર પર્વત પર મોક્ષ મેળવ્યો. આ સ્થળ આજે પણ જૈનોનું યાત્રા ધામ છે.
નામ વ્યૂત્પત્તિ
[ફેરફાર કરો]નેમિનાથ એ શબ્દ બે શબ્દોનો બનેલો છે. નેમિનો અર્થ થાય છે પૈડાનો આર કે આરો અથવા વીજળી,[૧૧] અને નાથ નો અર્હ થાય છે "સ્વામી, રક્ષક, દાતા".[૧૨] જૈન ગ્રંથઉત્તરપુરાણ, અને હેમચંદ્રાચાર્ય અનુસાર નેમિનાથન નામ ઈંદ્રદેવે રાખ્યું હતું કેમકે તેમ્ણે આ જિનને ધર્મ ચક્ર સમાન જોયા હતા. શ્વેતાંબર મત અનુસાર તેમનું નામ અરિષ્ટનેમી છે જે તેમના ગર્ભકાળ દરમ્યાન તેમની માતાને આવેલા સ્વપ્ન પર આધારિત છે. તેમણે સપનામાં અરિષ્ટરત્નોનું ચક્ર જોયું હતું.[૧૦] તેમનું પૂર્ણ નામ અરિષ્ટનેમિ હતું જે સૂર્યન રથને અપાયેલ એક વિશેસણ પન છે.[૬][૧૩]
જૈન પરંપરા અનુસાર નેમિનાથ હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૨૨મા તીર્થંકર છે. તેમના નામની જોડણી ૨૧ મા તીર્થંકરને મળતી આવે છે. જૈન ઇતિહાસ પ્રમાણે તે બન્ને વચ્ચે, ૫૦,૦૦૦ વર્ષોનું અંતર હતું.[૮]
જૈન પરંપરા પ્રમાણે જીવન
[ફેરફાર કરો]નેમિનાથ એ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૨૨મા તીર્થંકર છે.[૧૩][૧૪] જૈન માન્યતા અનુસર તેઓ ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથથી ૮૪,૦૦૦ વર્ષ પહેલાં થઈ ગયાં.[૧૩] તેમનો જન્મ યદુ કુળમાં સૌર્યપૂર (દ્વારકા)માં રાજા સમુદ્રવિજય અને રાણી શિવાદેવીને ઘેર થયો હતો.[૧૫] તેઓ ગાયોને ચરાવતાં ચરાવતાં મોટા થયાં અને તેમને પ્રાણીઓપ્રત્યે ખૂબ વહાલ હતું. જૈન દંત કાથાઓ તેમને હાલના ગિરનાર-કાઠિયાવાડ ક્ષેત્રો (સૌરાષ્ટ્ર)માં મૂકે છે.[૧૬][૧૭] તેમની જન્મ તિથિ શ્રાવણ સુદ પાંચમ છે.[૧૪]
નેમિનાનો વર્ન ઘેરો ભૂરો (શ્યામ) હતો,[૧૦]તેઓ ખૂબજ દેખાવદા પણ શરમાળ યુવાન હતા.[૧૫] જૈન મત અનુસાર નેમિનાથના પિતા સમુદ્ર વિજયએ કૃષ્ણના પિતા વાસુદેવના ભાઈ હતા. આ સંબંધે તેઓ કૃષ્ણના પિત્રાઈ થયા.[૧૮] જૈન પુરાણો અને ત્રિષષ્થિ પુરુષ ચરિત્રમાં તેમને કૃષ્ણન પિત્રાઈ તરીકે દર્શાવાયા છે.[૧૮][૧૯] એક વખત કૃષ્ણની પત્ની સત્યભામાએ તેમને ટોણો મારતા તેમણે શ્રી કૃષ્ણનું પંચજન્ય નામનું મહાન શંખ ફૂંક્યું હતું. જૈન ગ્રંથ અનુસાર વિષ્ણુના આ શંખને કૃષ્ણ સિવાય કોઈ ઊંચકી શક્વા પણ સામર્થ્યવાન ન હતું, વગાડવાની વાત તો રહી. આ ઘટના પછી શ્રી કૃષ્ણે નેમિનાથના બળની ચકાસણી કરવા તેને મૈત્રી દ્વંદ્વ માટે આમંત્રણ આપ્યું. નેમિનાથે તીર્થંકર હોવાથી કોઈ પણ વધુ મહેનત વગર સરળતાથી કૃષ્ણને હરાવ્યા.[૧૫] કૃષ્ણ અને જરાસંધ વચ્ચેના યુદ્ધમાં નેમિનાથ કૃષ્ણના પક્ષે લડ્યા હતા.[૨૦]
લોંગના મતે, જૈન કથાઓ માને છે કે કૃષ્ણે અર્જુનને આપેલ ભગવદ્ ગીતાનું જ્ઞાન નેમિનાથે કૃષ્ણને શીખવ્યું હતું. તેને જ કારણે જૈનો પણ ગીતાને માન્યતા આપે છે, વાંચે છે અને ઉલ્લેખ પણ કરે છે. અને કૃષ્ણને સંબંધિત ઉત્સવો પણ ઉજવે છે અને હિંદુઓ સાથે આધ્યાત્મિક પિત્રાઈ જેમ વ્યવહાર રાખે છે.[૨૧]
આગળ વધુ જણાવ્યું છે કે નેમિનાથના લગ્ન દ્વારકાના રાજા ઉગ્રસેનની રાજકુમારી રાજુલકુમારી કે રાજીમતી સાથે નક્કી કરવામાં આવ્યા. જૈન મત અનુસાર લગ્નની મિજબાનીમાં વધેરાતા પ્રાણીઓનો ચિત્કાર તેમણે સાંભળ્યો તેમના દુઃખ અને ત્રાસ જોઈ તેમણે લગ્ન કરવાનો વિચાર માંડી વાળ્યો, સંસારનો ત્યાગ કર્યો, સાધુ બન્યા અને સાધના કરવા ગિરનાર પર્વત પર ગયા.[૨૨][૧૦][૮] તેમની થનાર પત્નીએ પણ સંસાર છોડ્યો અને સાધ્વી બન્યા.[૧૯] કલ્પ સુત્ર અનુસાર નેમિનાથ ત્રણ દિવસે એક જ વખત આહાર લેતા,[૨૩] આમ તેમણે ૫૫ દિવસો સુધી કર્યું અને મહવેણુના વૃક્ષ નીચે રૈવતક પર્વત પર તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ.[૧૦] છેવટે ૧,૦૦૦ વર્ષનું જીવન ગાળી તેઓ ગિરનાર પર્વત પર મોક્ષ પામ્યા.[૧૯][૧૦] આ ૧,૦૦૦ વર્ષોમાં તેઓએ ૩૦૦ વર્ષ અવિવાહિત યુવાવસ્થામાં ગાળ્યા, ૫૪ વર્ષો સાધક તરીકે અને ૭૦૦ વર્ષો કેવળી તરીકે વિચર્યા.[૨૩]
ઐતિહાસિક મત
[ફેરફાર કરો]છેલ્લા બે તીર્થંકરોને છોડીને ઇતિહાસકારો નેમિનાથ સહિત બાકીના અન્ય સૌ તીર્થંકરોને દંતકથાના પાત્રો માને છે.
સાહિત્ય
[ફેરફાર કરો]- નેમિનાથ કે અરિષ્ટનેમિની માન્યતા જિનસેનાએ લખેલા હરિવંશ પુરાણમાં મળી આવે છે.[૧૦][૨૪]
- નેમિનાથના જીવનની કથા નેમિનાથ-ચરિત્ર નામની પાંડુ લિપીમાં મળી આવે છે જેની રચના ૧૧૯૮-૧૧૪૨માં થઈ હોવાની માન્યતા છે. હાલમાં તેને શાંતિનાથ ભંડાર, ખંભાતમાં જાળવીને રાખવામાં આવી છે.[૧૦]
- નેમિનાથ પ્રત્યે રાજુલનો પ્રેમ રાજલ-બારહમાસા માણ્ વર્ણાવાયો છે. (વિજયચંદ્ર સૂરિ દ્વારા ૧૪મી સદીની શરૂઆતમાં લખાયેલ કાવ્ય).[૨૫]
- શંખ ફૂંકવાની કથા કલ્પસૂત્રમાં લખેલી છે.[૬]
- રાજુલ અને નેમિનાથના વિયોગની કથ જૈન કવિઓમાં લોકપ્રિય વિષય રહ્યો છે જેમણે ગુજરાતી ફાગુઓ રચ્યા છે. અમુક ઉદાહરણો રાજશેખર નિર્મિત નેમિનાથ ફાગુ(૧૩૪૪), જયશેખરસૂરી રચિત ત્રિભુવનદીપક પ્રબંધ , સોમસુંદર દ્વારા લખાયેલ રંગસાગર નેમિનાથ ફાગુ (૧૪૦૦), વિનયચંદ્ર રચિત કાવ્ય - નેમિનાથ ચતુષ્પુપદિકા (૧૨૬૯).[૨૬]
મૂર્તિકલા
[ફેરફાર કરો]નેમિનાથ કૃષ્ણના પિતરાઈ અને તેમના જેવો જ શ્યામ વર્ણ ધરાવતા હોવાનું મનાય છે.[૧૦] તેમના જીવનને દર્શાવતા ચિત્રો તેમને શ્યામ વર્ણના દર્શાવે છે. તેમની મૂત્રિને ઓળખ કરાવનાર લાંછન કે ચિન્હ શંખ છે. તેને તેમની પ્રતિમા નીચે કોતરવામાં આવે છે. અમુક સમયે વિષ્ણુના સુદર્શન સમાન અમુક ચક્ર પણ ગોઠવવામાં આવે છે. છઠ્ઠી શતાબ્દીના સમય કાળની મધ્યપ્રદેશના પધાવલીમાં મળી આવેલા પુરાતાત્વીક સ્થાન પર આવો ચક્ર દર્શાવ્વામાં આવ્યો છે.[૧૦] નેમિનાથની કલાત્મક કૃતિમાં અમુક સમયે અંબિકા યક્ષી પણ દર્શાવવામાં આવે છે. પણ ક્ષેત્ર અનુસાર તેનો રંગ સુવર્ણ, લીલાથી ભૂરા સુધી દર્શાવાય છે. [૧૦]
મૂર્તિઓ
[ફેરફાર કરો]-
અકોટા કાંસા મૂર્તી, MET સંગ્રહાલય, ૭મી સદી
-
નેમિનાથની મૂર્તિ, રાષ્ટ્રીય સંગ્રહાલય, નવી દીલ્હી, ૧૧મી સદી
-
મહારાજ છત્રસાલ સંગ્રહાલયમાં એક ચિત્ર
-
નેમિનાથની મૂર્તિ, સરકારી સંગ્રહાલય, મથુરા, ૧૨મી સદી
મંદિરો
[ફેરફાર કરો]- ગિરનાર જૈન મંદિરો
- તિરુમલાઈ (જૈન સંકુલ)
- કુલપાકજી
- અરહમ્ત ગિરિ જૈન મઠ
- નેમગિરિ
- અતિશય ક્ષેત્ર લુણવા જૈન મંદિર
- દેલવાડાના જૈન મંદિરો
- ભાંદા દેવળ, અરંગ
-
કુલપાકજી
-
ગિરનર જૈન મંદિરો
-
અરહંતગિરિ જૈન મઠ
-
ચૌવુમ્દરાયા બાસડી, શ્રવણ બેલગોડા
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Tandon 2002, p. 45.
- ↑ Sarasvati 1970, p. 444.
- ↑ "Arishtanemi: Jaina saint". Encyclopedia Britannica. મેળવેલ 15 September 2017.
- ↑ Dundas 2002.
- ↑ Sarasvati 1970.
- ↑ ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ Jain & Fischer 1978.
- ↑ Ramchandra C Dhere (2011). Rise of a Folk God: Vitthal of Pandharpur. Oxford University Press. પૃષ્ઠ 193–196. ISBN 978-0-19-977759-4.
- ↑ ૮.૦ ૮.૧ ૮.૨ von Glasenapp 1925.
- ↑ Sehdev Kumar 2001.
- ↑ ૧૦.૦૦ ૧૦.૦૧ ૧૦.૦૨ ૧૦.૦૩ ૧૦.૦૪ ૧૦.૦૫ ૧૦.૦૬ ૧૦.૦૭ ૧૦.૦૮ ૧૦.૦૯ ૧૦.૧૦ Umakant P. Shah 1987.
- ↑ Monier Monier-Williams, Nemi, Sanskrit English Dictionary with Etymology, Oxford University Press, page 569
- ↑ Monier Monier-Williams, Natha, Sanskrit English Dictionary with Etymology, Oxford University Press, page 534
- ↑ ૧૩.૦ ૧૩.૧ ૧૩.૨ Zimmer 1953.
- ↑ ૧૪.૦ ૧૪.૧ Tukol 1980.
- ↑ ૧૫.૦ ૧૫.૧ ૧૫.૨ Doniger 1993.
- ↑ Upinder Singh 2008.
- ↑ Cort 2001.
- ↑ ૧૮.૦ ૧૮.૧ Helen 2009.
- ↑ ૧૯.૦ ૧૯.૧ ૧૯.૨ Sangave 2001.
- ↑ Beck 2012.
- ↑ Long 2009.
- ↑ Kailash Chand Jain 1991.
- ↑ ૨૩.૦ ૨૩.૧ Jones & Ryan 2006.
- ↑ Upinder Singh 2016.
- ↑ Kelting 2009.
- ↑ Parul Shah 1983, pp. 134-156.
સ્રોત
[ફેરફાર કરો]- Beck, Guy L. (1 February 2012), Alternative Krishnas: Regional and Vernacular Variations on a Hindu Deity, SUNY Press, ISBN 0-7914-6415-6, https://books.google.co.in/books?id=K0XqbG0LKBUC
- Cort, John E. (2001), Jains in the World: Religious Values and Ideology in India, Oxford University Press, ISBN 978-0-19-803037-9, https://books.google.com/books?id=PZk-4HOMzsoC
- Dundas, Paul (2002) [1992], The Jains (Second ed.), Routledge, ISBN 0-415-26605-X, https://books.google.com/books?id=X8iAAgAAQBAJ
- Doniger, Wendy (1993), Purana Perennis: Reciprocity and Transformation in Hindu and Jaina Texts, SUNY Press, ISBN 0-7914-1381-0, https://books.google.co.in/books?id=-kZFzHCuiFAC
- Jain, Jyotindra; Fischer, Eberhard (1978), Jaina Iconography, 12, Brill Publishers, ISBN 978-90-04-05259-8, https://books.google.co.in/books?id=gFZ7vQ2jwlEC
- Jain, Kailash Chand (1991), Lord Mahāvīra and His Times, Motilal Banarsidass, ISBN 978-81-208-0805-8, https://books.google.com/books?id=8-TxcO9dfrcC
- Johnson, Helen M. (1931), Neminathacaritra (Book 8 of the Trishashti Shalaka Purusha Caritra), Baroda Oriental Institute, https://www.wisdomlib.org/jainism/book/trishashti-shalaka-purusha-caritra/d/doc215207.html
- Jones, Constance; Ryan, James D. (2006), Encyclopedia of Hinduism, Infobase Publishing, ISBN 978-0-8160-7564-5, https://books.google.com/books?id=OgMmceadQ3gC
- Kelting, M. Whitney (2009), Heroic Wives Rituals, Stories and the Virtues of Jain Wifehood, Oxford University Press, ISBN 978-0-19-538964-7, https://books.google.co.in/books?id=-txAd-dK0tEC
- Kumar, Sehdev (2001), A Thousand Petalled Lotus: Jain Temples of Rajasthan : Architecture & Iconography, Abhinav Publications, ISBN 978-81-7017-348-9, https://books.google.com/books?id=nSDACkmA_ukC
- Long, Jeffery D. (2009), Jainism: An Introduction, I. B. Tauris, ISBN 978-1-84511-625-5, https://books.google.com/books?id=JmRlAgAAQBAJ
- Melton, J. Gordon, ed. (2010), Religions of the World: A Comprehensive Encyclopedia of Beliefs and Practices, One: A-B (Second ed.), ABC-CLIO, ISBN 978-1-59884-204-3, https://books.google.co.in/books?id=v2yiyLLOj88C
- Sangave, Vilas Adinath (2001), Facets of Jainology: Selected Research Papers on Jain Society, Religion, and Culture, Mumbai: Popular Prakashan, ISBN 978-81-7154-839-2, https://books.google.com/books?id=QzEQJHWUwXQC
- Sarasvati, Swami Dayananda (1970), An English translation of the Satyarth Prakash, Swami Dayananda Sarasvati, archived from the original on 2015-12-22, https://web.archive.org/web/20151222150522/https://books.google.co.in/books?id=hy-vBgAAQBAJ, retrieved 2018-09-13
- Schmidt, Hanns-Peter (1968), The Origin of Ahimsa (in "Melanges d'Indianism a la memoire de Louis Renou), Paris: Editions E de Boccard
- Shah, Umakant Premanand (1987), Jaina-rūpa-maṇḍana: Jaina iconography, Abhinav Publications, ISBN 81-7017-208-X, https://books.google.com/books?id=m_y_P4duSXsC
- Singh, Upinder (2008), A history of ancient and early medieval India : from the Stone Age to the 12th century, New Delhi: Pearson Education, ISBN 978-81-317-1120-0, https://books.google.co.in/books?id=GW5Gx0HSXKUC
- Tandon, Om Prakash (2002) [1968], Jaina Shrines in India (1 ed.), New Delhi: Publications Division, Ministry of Information and Broadcasting, Government of India, ISBN 81-230-1013-3
- Tukol, T. K. (1980), Compendium of Jainism, Dharwad: University of Karnataka
- Shah, Umakant P. (1987), Jaina-rūpa-maṇḍana: Jaina iconography, Abhinav Publications, ISBN 81-7017-208-X, https://books.google.com/books?id=m_y_P4duSXsC
- Singh, Upinder (2016), A History of Ancient and Early Medieval India: From the Stone Age to the 12th Century, Pearson Education, ISBN 978-93-325-6996-6, https://books.google.co.in/books?id=Pq2iCwAAQBAJ
- von Glasenapp, Helmuth (1925), Jainism: An Indian Religion of Salvation, Shridhar B. Shrotri (trans.), Motilal Banarsidass (Reprint: 1999), ISBN 81-208-1376-6, https://books.google.com/books/about/Jainism.html?id=WzEzXDk0v6sC
- Zimmer, Heinrich (1953), Campbell, Joseph, ed., Philosophies Of India, London, E.C. 4: Routledge & Kegan Paul Ltd, ISBN 978-81-208-0739-6, https://archive.org/details/Philosophy.of.India.by.Heinrich.Zimmer, " આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે."
- Shah, Parul (31 August 1983), "5", The rasa dance of Gujarata, 1, Department of Dance, Maharaja Sayajirao University of Baroda