લખાણ પર જાઓ

નવનાથ ના મંદિરો

વિકિપીડિયામાંથી

ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાં નવનાથના નામથી નવ (૯) પ્રખ્યાત મંદિરો આવેલા છે.

મંદિરો

[ફેરફાર કરો]

૧. રાજનાથ - પ્રાચીન સિહોર નગરમાં જુની શાક માર્કેટમાં આવેલુ છે.

૨. રામનાથ - શહેરથી દુર નયનરમ્ય પહાડીઓની વચ્ચે આવેલ આ મંદિરનું વાતાવરણ ખુબ જ શાંત અને પવિત્ર છે, જ્યાં હવે નયનરમ્ય બાગ પણ બની રહ્યો છે.

૩. સુખનાથ - રામનાથથી પાછા ફરતા, સાતશેરી નામની પ્રાચીન અને ઐતિહાસિક ઈમારતથી નજીકમાં પર્વતની અધવચ્ચે આવેલુ છે.

૪. ભાવનાથ - સુખનાથથી બ્રહ્મકુંડ જતા રસ્તામાં.

૫. કામનાથ - બ્રહ્મકુંડની પુરાતન શૈલીમાં બનેલી ભવ્ય સ્થાપત્યકલાના નમુનારુપ વાવમાં.

૬. જોડનાથ - બ્રહ્મકુંડની નજીક, જ્યાં સાઈબાબાનું મંદિર પણ આવેલ છે.

૭. ભુતનાથ - સ્મશાનગૃહ પાસે.

૮. ધારનાથ - ભુતનાથથી ગૌતમેશ્વર જતા ગૌતમી નદીના પશ્વિમ કાંઠે આવેલ છે, જેની સામેના કિનારે પુરાતન વિશ્રામ સ્થળ આવેલુ છે.

૯. ભિમનાથ - પ્રગટનાથ મહાદેવના મંદિરની સામે ગૌતમી નદીના પશ્વિમ કાંઠે આવેલ છે.