બ્રહ્મકુંડ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
બ્રહ્મકુંડ, સિહોર

બ્રહ્મકુંડ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાં આવેલો મંદિર કુંડ છે. તે જૂના શહેરની દક્ષિણ દિશાના કોટ નજીક આવેલો છે. એવું માનવામાં આવે છે કે તેનું બાંધકામ સિદ્ધરાજ જયસિંહે કરાવ્યું હતું.[૧]

ઇતિહાસ[ફેરફાર કરો]

બ્રહ્મકુંડની ચોક્કસ તારીખ અજ્ઞાત છે. તેનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં મળી આવે છે.[૧]

લોકવાયકા મુજબ, સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ રાણકદેવીના શ્રાપથી ચર્મરોગથી પીડિત હતો. આ કુંડમાં સ્નાન કરવાથી તેનો રોગ મટ્યો હતો, તેથી સિદ્ધરાજે કુંડનું સમારકામ કરાવ્યું હતું. આ કુંડનું પાણી હજુ સુધી ચમત્કારિક ગણાય છે.[૧]મેરુતુંગ રચિત પ્રબંધ ચિંતામણીમાં પણ એનો ઉલ્લેખ છે. ૧૨મી સદીથી આ કુંડ અંગેના સંદર્ભ અને ઉલ્લેખ સિદ્ધરાજ સાથે મળી આવે છે.

તેનો આઈને અકબરીમાં પણ ઉલ્લેખ છે. કવિ ન્હાનાલાલ પોતાનાં હરિસંહિતા નામક મહાકાવ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ અહીં આવ્યાનું જણાવે છે.

સ્થાપત્ય[ફેરફાર કરો]

બ્રહ્મકુંડ મધ્યકાલીન સ્થાપત્ય શૈલીમાં બંધાયેલો છે અને તેની રચના પગથિયાંઓ, નાનાં મંદિરો, હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ, પથ્થરનું કોતરકામ અને સંકુલમાં દરેક જગ્યાએ કોતરણી અને કેટલીક વૈજ્ઞાનિક રચનાઓ ધરાવે છે.[૨]

કુંડની નજીક નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. નજીકમાં ગૌતમ તળાવ નામનું તળાવ અને ગોમતેશ્વર મંદિર આવેલું છે.[૧]

આ કુંડ ગુજરાત રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-35) છે. તેની દેખરેખ હાલમાં યોગ્ય રીતે થતી નથી.[૩]

સંસ્કૃતિ[ફેરફાર કરો]

શ્રાવણ માસના છેલ્લા દિવસે, એટલે કે ભાદરવી અમાસ અથવા ભાદ્રપદ અમાવસ્યાના દિવસે આ સ્થળે મેળો ભરાય છે, જેમાં આશરે એક લાખ લોકો મુલાકાત લે છે.[૪]

નોંધો અને સંદર્ભો[ફેરફાર કરો]

નોંધો[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Gazetteer of the Bombay Presidency. Printed at the Government Central Press. ૧૮૮૪. pp. ૫૪૧, ૬૫૫. Check date values in: |year= (help)
  2. Shukla, Rakesh (૯ માર્ચ ૨૦૧૪). "ક્યારેક ચાંદીના આભૂષણોના વેપાર માટે જાણીતું હતું ગુજરાતનું આ શહેર-વિસ્તૃત કોતરણી". gujarati.oneindia.com. Retrieved ૩ ઓક્ટોબર ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (help)
  3. "બેદરકારીને લીધે પુરાતન સ્થાપત્યોનું સૌંદર્ય નષ્ટ". Divyabhaskar. ૨૧ ઓક્ટોબર ૨૦૧૧. Archived from the original on ૩૦ ડિસેમ્બર ૨૦૧૬. Retrieved ૩૦ ડિસેમ્બર ૨૦૧૬. Check date values in: |accessdate=, |date=, |archive-date= (help)
  4. India. Office of the Registrar General (૧૯૬૯). Census of India, 1961: Gujarat. Manager of Publications. pp. ૩૧–૩૨. Check date values in: |year= (help)

As of this edit, this article uses content from "Brahma Kund, Sihor and Siddharaj Jaisinh", which is licensed in a way that permits reuse under the Creative Commons Attribution-ShareAlike 3.0 Unported License, but not under the GFDL. All relevant terms must be followed.