નાનાભાઈ ભટ્ટ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
નાનાભાઈ ભટ્ટ
જન્મની વિગત 11 November 1882 Edit this on Wikidata
પચ્છેગામ Edit this on Wikidata
મૃત્યુની વિગત 31 December 1961 Edit this on Wikidata
ભાવનગર Edit this on Wikidata
વ્યવસાય સમાજ સેવક, આચાર્ય, વિશ્વવિદ્યાલયના શિક્ષક, નિયામક&Nbsp;edit this on wikidata
પુરસ્કાર પદ્મશ્રી (સમાજસેવા માટે) Edit this on Wikidata

નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ અથવા નાનાભાઈ ભટ્ટ (૧૮૮૨-૧૯૬૧) એ ગુજરાતના શિક્ષણવિદ્, સાહિત્યકાર અને જીવનનાં છેલ્લા વરસો દરમ્યાન કથાકાર હતા.

શરૂવાતનું જીવન[ફેરફાર કરો]

નાનાભાઈ ભટ્ટનો જન્મ ૧૧ નવેમ્બર ૧૮૮૨ના રોજ ભાલ વિસ્તારનાં પચ્છેગામમાં થયો હતો. તેઓ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ગ્રામ-દક્ષીણામૂર્તિ (આંબલા) તથા લોકભારતી જેવી સંસ્થાઓના સ્થાપક, આત્મચરિત્રકાર, કથાલેખક અને શિક્ષણવિદ્ તરીકે જાણીતા છે. તેમનું મૂળનામ નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ હતું. ગાંધીજીના કહેવાથી સને ૧૯૨૬ના અરસામાં સવા બે વર્ષ માટે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે તેમણે સેવા આપી[૧]. તેમની સેવાઓ માટે ૧૯૬૦માં ‘પદ્મશ્રી’નો ખિતાબ તેમને આપવામાં આવ્યો હતો[૨] તેમણે 'આપણા દેશનો ઇતિહાસ', 'હજરત મહંમદ પયગંબર', 'મહાભારતનાં પાત્રો', 'રામાયણનાં પાત્રો' - ‘લોકરામાયણ’, 'આફ્રિકાનો પ્રવાસ', 'સંસ્કૃત સુભાષિતો', 'દૃષ્ટાંત કથાઓ ૧ અને ૨', 'કેળવણીની પગદંડી', 'ઘડતર અને ચણતર - ૧,૨', 'સંસ્થાનું ચરિત્ર' અને 'પથારીમાં પડ્યાં પડ્યાં', વગેરે રચનાઓ આપી છે.

કારકિર્દી અને સામાજીક યોગદાન.[૩][ફેરફાર કરો]

વર્ષ ઘટનાઓ
૧૯૦૪ મહુવાની શાળામાં આચાર્ય
૧૯૦૬ થી ૧૯૧૦ શામળદાસ કોલેજમાં અધ્યાપક
૨૮ ડીસેમ્બર ૧૯૧૦[૪] શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનની સ્થાપના સર તખ્તસિંહજી ધર્મશાળાના મકાનમાં સ્થાપના[૪].
૭, ૮, ૯ ડીસેમ્બર ૧૯૧૫[૪] ગાંધીજીની વરતેજ અને ભાવનગર મુલાકાત અને એ દરમ્યાન એમણે પટ્ટણી સાહેબના આગ્રહથી શ્રી દક્ષીણામુર્તિના નવા બનેલા સંકુલની મુલાકાત લીધી[૪].
૧૩ નવેમ્બર ૧૯૧૬[૪] ગિજુભાઇ બધેકા નાનાભાઇના કાર્યકર તરીકે શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં જોડાયા[૪].
ઓગષ્ટ ૧૯૧૯[૪] ત્રિવેદી હરીશંકર દુર્લભજી (હરભાઇ ત્રીવેદી) નાનાભાઇના કાર્યકર તરીકે શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં જોડાયા[૪].
૬ ડીસેમ્બર ૧૯૨૫ થી ૧૯૨૮[૪] શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનનાં નિયામક ઉપરાંત ગુજરાત વિધ્યાપીઠના વાઇસ-ચાન્સેલર તરીકે કાર્યભાર સંભાળ્યો[૪]
૧૯૩૩[૪] પંચોળી મનુભાઇ રાજારામભાઇ (મનુભાઇ પંચોળી) નાનાભાઇના કાર્યકર તરીકે શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં જોડાયા[૪].
૧૯૩૪[૪] પંચોળી મનુભાઇ રાજારામભાઇ (મનુભાઇ પંચોળી) શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાંથી સ્વેચ્છાએ મુક્ત થયા[૪].
૧૯૩૬[૪] ગિજુભાઇ બધેકા શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાંથી રાજીનામું આપી સ્વેચ્છાએ છુટા થયા[૪].
૧૯૩૮ આંબલામાં ગ્રામ-દક્ષીણામૂર્તિની સ્થાપના
એપ્રીલ ૧૯૩૯[૪] શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટીમંડળની માંગણી કે નાનાભાઇની વય નિવૃત્તિ-લાયક (૫૮ વર્ષ) થઇ ગઇ છે એટલે એમણે નિવૃત્ત થવું જોઇએ એ કારણે નાનાભાઇ શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવન સંસ્થામાંથી રાજીનામું આપી મુક્ત થયા[૪].
૧૬ એપ્રીલ ૧૯૩૯ ગ્રામ દક્ષીણામૂર્તિ, આંબલા અને શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવન બન્ને સંસ્થા અલગ બની.
૧૯૪૮ સૌરાષ્ટ્ર રાજ્યના શીક્ષણ પ્રધાન
૧૯૫૩ સણોસરામાં લોક ભારતીની સ્થાપના
૧૯૫૨ થી ૧૯૫૬ રાજ્ય સભામાં
૧૯૬૦ પદ્મશ્રી વડે નવાજવામાં આવ્યા
૧૯૬૧ ૩૧-ડીસેમ્બરે અવસાન

રાષ્ટ્રની સેવામાં[૩][ફેરફાર કરો]

  • ૧૯૩૦ - વિરમગામ કેંપમાં મુખ્ય સત્યાગ્રહી તરીકે ચૂંટાયા
  • ૧૯૩૦ - સત્યાગ્રહને કારણે સાબરમતી કારાવાસમાં
  • ૧૯૪૨ - રાજકોટ કારાવાસમાં

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "નાનાભાઈ ભટ્ટ". કર્તા પરિચય. ગુજરાતી સાહિત્ય પરિષદ. Retrieved ૧૫-૦૫-૨૦૧૨. 
  2. "૧૯૬૦ના પદ્મશ્રી પુરસ્કારો". Padma Shri Awardees. ભારત સરકાર. Retrieved ૧૫-૦૫-૨૦૧૨. 
  3. ૩.૦ ૩.૧ લોક ભારતી (૧-ઓક્ટોબર-૨૦૧૫). "લોક ભારતીના જાળ સ્થળ પર સ્થાપક તરીકે". લોક ભારતી. Archived from the original on ૧-ઓક્ટોમર-૨૦૧૫. Retrieved ૧-ઓક્ટોબર-૨૦૧૫. 
  4. ૪.૦૦ ૪.૦૧ ૪.૦૨ ૪.૦૩ ૪.૦૪ ૪.૦૫ ૪.૦૬ ૪.૦૭ ૪.૦૮ ૪.૦૯ ૪.૧૦ ૪.૧૧ ૪.૧૨ ૪.૧૩ ૪.૧૪ ૪.૧૫ ૪.૧૬ ૪.૧૭ જુલાઇ ૨૦૧૫ના કોડિયુંમાં પાના નંબર ૫૨૦ થી ૫૨૪ પર પ્રસિદ્ધ થયેલ ભરતભાઇ એન. ભટ્ટના લેખમાંથી