નાનાલાલ (મૅકર્સ ઑફ ઈન્ડિયન લિટરેચર)
નાનાલાલ એ ગુજરાતી કવિ નાનાલાલ વિશે સાહિત્ય અકાદમી, નવી દિલ્હી દ્વારા મૅકર્સ ઑફ ઈન્ડિયન લિટરેચર (ભારતીય સાહિત્યનાં નિર્માતા) ગ્રંથમાળા અંતર્ગત પ્રગટ થયેલ અંગ્રેજી પુસ્તિકા છે. યુ. એમ. મણિયાર દ્વારા લિખિત આ પુસ્તિકા ઈ.સ. ૧૯૭૭માં પ્રગટ થઈ હતી.[૧]
પુસ્તક સાર
[ફેરફાર કરો]૮૮ પૃષ્ઠ ધરાવતી આ પુસ્તિકા ૬ પ્રકરણમાં વિભાજીત છે. લેખકે પુસ્તકની શરૂઆતમાં પિતા દલપતરામની અસર હેઠળ નાનાલાલના સાહિત્યક્ષેત્રે પ્રવેશ વિશે વાત કરી છે. ત્યારબાદ નાનાલાલની કવિતાઓ 'વસંતોત્સવ', 'કુરુક્ષેત્ર'; નાટકો 'ઈન્દુકુમાર', 'જયા જયંત', 'પ્રેમભક્તિ' વગેરે કૃતિઓનો ટૂકો પણ આલોચનાત્મક આલેખ આપ્યો છે.[૧]
આવકાર
[ફેરફાર કરો]સમીક્ષક બસવરાજ એસ. નાઈકર લખે છે કે લેખક દ્વારા આલેખીત નાનાલાલની વિશિષ્ઠતાઓ — જેવીકે તેમના લખાણોની વૈવિધ્યતા, તેમાં જોવા મળતાં પુરાકથાથી માંડીને સામાજિક જેવા જુદાં જુદાં વિષયો, નાનાલાલનો જીવન પરત્વે કૌતુકરાગી (રૉમેન્ટિક) અભિગમ વગેરે બાબતો યું એમ. મણિયારની વિવેચનાત્મક ચોક્સાઈની સૂચક છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- 1 2 Naikar, Basavaraj S. (January–February 1978). "Review: [Untitled]". Indian Literature. 21 (1). New Delhi: Sahitya Akademi: 121–122. JSTOR 23333182.

બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- નાનાલાલ (મૅકર્સ ઑફ ઈન્ડિયન લિટરેચર) ગુગલ બુક્સ પર.