નાયકા બંધ
Appearance
નાયકા બંધ | |
---|---|
અધિકૃત નામ | ભોગાવો-૧ જળાશય યોજના |
દેશ | ભારત |
સ્થળ | ગૌતમગઢ, મુળી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો |
હેતુ | સિંચાઇ |
સ્થિતિ | સક્રિય |
ઉદ્ઘાટન તારીખ | ૧૯૬૧ |
બાંધકામ ખર્ચ | ૭૫.૦૩ લાખ રૂપિયા |
બંધ અને સ્પિલવે | |
નદી | ભોગાવો નદી |
ઊંચાઇ (પાયો) | 15 metres (49 ft) |
લંબાઈ | 2,012 metres (6,600 ft) |
સ્પિલવે | ઊભા ૨૦, સ્વંયસંચાલિત ૧૪ |
સ્પિલવે પ્રકાર | ઓગી |
સ્પિલવે ક્ષમતા | ૨૦૯૭ મી૩/સે |
સરોવર | |
કુલ ક્ષમતા | ૧૮ મિલિયન ક્યુબિક મીટર |
સક્રિય ક્ષમતા | ૧૩ મિલિયન ક્યુબિક મીટર |
સ્ત્રાવ વિસ્તાર | 435 square kilometres (4.7×109 sq ft) |
વેબસાઈટ નાયકા બંધ |
નાયકા બંધ ભારતના ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં આવેલો બંધ છે. આ બંધ ભોગાવો નદી પર આવેલો છે.[૧][૨] પૂર નિયંત્રણની સાથે આ બંધ સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીનો મહત્વનો સ્ત્રોત છે.
૭ ગામો આ બંધની હેઠળ આવેલા છે. ૧ ગામ સંપૂર્ણ જ્યારે ૧ ગામ આંશિક રીતે બંધમાં બંધાયેલા સરોવરમાં ડૂબી ગયા છે. બંધના સરોવરમાં ૧૨૨ હેક્ટર્સ (૩૦૦ એકર્સ, ૦.૪૭ ચોરસ માઇલ) વન જમીન, ૧૪૦ હેક્ટર્સ (૩૫૦ એકર્સ, ૦.૫૪ ચોરસ માઇલ) પડતર જમીન અને ૩૨૪ હેક્ટર્સ (૮૦૦ એકર્સ, ૧.૨૫ ચોરસ માઇલ) ખેતીલાયક જમીન ડૂબાણમાં ગઇ હતી.[૩]
૧૯૯૭-૯૮ના વર્ષમાં ૧,૯૩૫ હેક્ટર્સ (૪,૭૮૦ એકર્સ, ૭.૪૭ ચોરસ માઇલ) જમીનમાં આ બંધ વડે સિંચાઇ થઇ હતી.[૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "વઢવાણ ભોગાવો તટપ્રદેશ". નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ (જળ સંપત્તિ વિભાગ). ૨૪ ડિસેમ્બર ૨૦૧૫. મૂળ માંથી 2016-01-22 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ ડિસેમ્બર ૨૦૧૫.
- ↑ "Rains make farmers happy, commuters sad in Ahmedabad". ડેઇલી ન્યૂઝ એન્ડ એનોલિસિસ. ૧૧ નવેમ્બર ૨૦૧૧. મેળવેલ ૨ ડિસેમ્બર ૨૦૧૨.
- ↑ ૩.૦ ૩.૧ "ભોગાવો-૧ જળાશય યોજના". ગુજરાત સરકાર. નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ (જળ સંપત્તિ વિભાગ). મૂળ માંથી 2015-12-24 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ ડિસેમ્બર ૨૦૧૫.