નારાયણપુર મહાદેવ મંદિર

વિકિપીડિયામાંથી

ભારત દેશના છત્તીસગઢ રાજ્યના રાયપુર જિલ્લામાં આવેલા રામપુર ગામથી ૫૩ કિલોમીટરના અંતરે કસડોલથી સિરપુર જતા ધોરી માર્ગ પર ઠાકુરિયાથી ૮ કિલોમીટર જતાં નારાયણપુર ગામ આવે છે. આ ગામમાં એક પ્રાચિન શિવ મંદિર આવેલું છે. આ મંદિર 'મહાદેવ મંદિર'ના નામથી રાયપુર વિસ્તારમાં જાણીતું છે. આ મંદિર મહા નદીના રમણીય કાંઠે આવેલું છે. આ મંદિર પૂર્વાભિમુખ છે. આ મંદિર પરિસરમાં બૈરાગીઓનો મઠ અને મંડપ આવેલા છે[૧]. આ મંદિરનું નિર્માણ ૧૧મી-૧૨મી સદીમાં કરવામાં આવ્યું હતું. આ મંદિરને ભારતીય પુરાતત્વ વિભાગના રાયપુર વર્તુળ દ્વારા સુરક્ષીત સ્થાપ્ત્યોની કક્ષામાં મૂકવામાં આવેલ છે[૨].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-12-06 પર સંગ્રહિત. મેળવેલ 2014-04-12.
  2. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-03-06 પર સંગ્રહિત. મેળવેલ 2014-04-12.