નિકાહ હલાલા

વિકિપીડિયામાંથી

નિકાહ હલાલા [૧](જેને તહલીલ લગ્ન તરીકે પણ ઓળખવામાં આવે છે) એક પ્રથા છે જેમાં સ્ત્રી ટ્રિપલ તલાક દ્વારા છૂટાછેડા લીધા પછી, બીજા પુરુષ સાથે લગ્ન કરે છે, લગ્નને સમાપ્ત કરે છે, અને તેના અગાઉના પતિ સાથે ફરીથી લગ્ન કરી શકે તે માટે ફરીથી છૂટાછેડા લે છે.[૨] નિકાહનો અર્થ લગ્ન થાય છે અને હલાલાનો અર્થ હલાલ કરવું અથવા સ્વીકાર્ય બનાવવું એમ થાય છે.[૩] ઇસ્લામિક પયગમ્બર મુહમ્મદની હદીસ મુજબ લગ્નનું આ સ્વરૂપ હરામ (પ્રતિબંધિત) છે.[૪] મુખ્યત્વે ટ્રિપલ તલાકને માન્યતા આપતા દેશોમાં નિકાહ હલાલાની પ્રથા કેટલાક સુન્ની મુસ્લિમો દ્વારા કરવામાં આવે છે. [૫] [૬]

ભારત[ફેરફાર કરો]

ભારતીય સુપ્રીમ કોર્ટમાં નિકાહ હલાલા વિરુદ્ધ અનેક મુસ્લિમ મહિલાઓ દ્વારા અરજીઓ કરવામાં આવી છે. માર્ચ ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે નિકાહ હલાલા અને બહુપત્નીત્વના મુદ્દે ભારત સરકારને નોટિસ ફટકારી હતી. ભાજપ શાસિત સરકાર નિકાહ હલાલાને ગુનાહિત બનાવવાની તરફેણમાં છે કારણ કે સરકારનું માનવું છે કે આ પ્રથા લિંગ ન્યાયના સિદ્ધાંતો અને મહિલા અધિકારોની વિરુદ્ધ છે, અને આ મુદ્દે તેણે સુપ્રીમ કોર્ટમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. મુસ્લિમ મહિલા અધિકાર સંગઠનોએ સરકારના આ વલણને આવકાર્યું છે અને કહ્યું છે કે આ પહેલ બહુ વહેલા લેવામાં આવી હોવી જોઇએ.[૭]

ભારતની સુપ્રીમ કોર્ટે ૨૦ જુલાઈ ૨૦૧૮થી મુસ્લિમ સમુદાયોમાં નિકાહ હલાલા અને બહુપત્નીત્વ વિરુદ્ધ કરેલી અરજી પર સુનવણી ચાલુ કરી હતી. ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ શબનમ રાની નામની મુસ્લિમ મહિલા પર એસિડ વડે હુમલો કરવામાં આવ્યો હતો. તે નિકાહ હલાલાની પ્રથા વિરુદ્ધ અરજદારોમાંની એક હતી અને તેના શકમંદોમાં ઇસ્લામિક ઉગ્રવાદીઓ મુખ્ય છે. ૫ દિવસ બાદ સુપ્રીમ કોર્ટે સરકારને મહિલાને પૂરતી સુરક્ષા પૂરી પાડવા જણાવ્યું હતું.[૮][૯][૧૦]

ઝાકિઆ સોમણ ભારતીય મુસ્લિમ મહિલા આંદોલનની સ્થાપક છે અને તેના મત અનુસાર "નિકાહ હલાલાએ બળાત્કારથી ઘણું જ વધારે છે. તે બળાત્કાર, તસ્કરી અને દગો છે, અને તેથી તેને અપરાધ બનાવવો જોઈએ."[૧૧] તેના અનુસાર કુરાનમાં તેની કોઈ જગ્યા નથી અને તે પિતૃસત્તાનું પરિણામ છે.[૧૧]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. Ali, Shaheen Sardar; Griffiths, Anne (2016-04-15). From Transnational Relations to Transnational Laws: Northern European Laws at the Crossroads (અંગ્રેજીમાં). Routledge. ISBN 9781317131588.
 2. Singh, Vatsala. "What Does Quran Say About Nikah Halala? Will Banning it Help?". The Quint. Bloomberg LP. મેળવેલ 20 May 2019.
 3. "Halala in Muslims".
 4. Ahmad, Yusuf Al-Hajj. The Book Of Nikkah: Encyclopaedia of Islamic Law (અંગ્રેજીમાં). Darussalam Publishers.
 5. Ahmad, Athar (2017-04-05). "The women who sleep with a stranger to save their marriage". BBC News (અંગ્રેજીમાં). મેળવેલ 2018-06-30.
 6. "Nikah Halala: A Law That Demands A Woman To Sleep With Stranger To Remarry Her Divorced Husband". Outlook India. મેળવેલ 2018-06-30.
 7. "Centre to oppose nikah halala in Supreme Court - Times of India". The Times of India. મેળવેલ 2018-06-30.
 8. "Before SC hearing, Modi govt builds case against Nikah Halala, polygamy".
 9. "Supreme Court To Begin Nikah Halala and Polygamy Hearing From July 20".
 10. "AIMPLB against outlawing of 'nikah halala', but wants it to be discouraged".
 11. ૧૧.૦ ૧૧.૧ Dhingra, Sanya (2018-08-27). "Nikah halala: Is it rape or religion?". ThePrint (અંગ્રેજીમાં). મેળવેલ 2020-03-08.