નીલકંઠ મહાદેવ, ઋષિકેશ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
નીલકંઠ મહાદેવ મંદિર

નીલકંઠ મહાદેવ મંદિર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા ઋષિકેશ નજીક આવેલું એક પવિત્ર સ્થળ છે. આ સ્થળ ૧૩૩૦ મીટરની ઊંચાઈ પર, જંગલમાં પૌડી ગઢવાલ જિલ્લામાં આવેલ છે[૧]. સડક માર્ગે (પહાડી વાંકો ચૂકો માર્ગ) અહીંથી ઋષિકેશ ૩૨ કિલોમીટર જેટલા અંતરે અને કેડી રસ્તે આશરે ૧૨ કીલોમીટર જેટલા અંતરે આવેલું છે.

આ સ્થળ મણીકૂટ, બ્રહ્મકૂટ અને વિષ્ણુકૂટની ખીણો વચ્ચે પંકજા નદી અને મધુમતી નદીના સંગમસ્થાન પર આવેલ છે.

નીલકંઠ મહાદેવના મંદિરના શિખર પર સમુદ્ર-મંથન કરતા દેવો અને દાનવોનું શિલ્પ બનાવવામાં આવેલ છે. અહીં મંદિરના પરિસરમાં કુદરતી પાણીનો ઝરો પણ છે, જ્યાં ભાવિકો સ્નાન કરે છે. મંદિર ખાતે શ્રાવણ મહિનામાં કાવડિયાઓ કાવડમાં ગંગાજળ લઈને શિવજીને અભિષેક કરવા આવે છે, તેઓ હરિદ્વાર કે ઋષિકેશ ખાતેથી કેડીના રસ્તે પદયાત્રા કરીને આવે છે[૨]. આ ઉપરાંત અહીં મહાશિવરાત્રીનો તહેવાર ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. તે સમયે અહીં મેળો પણ ભરાય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Neelkanth Temple
  2. C K Chandramohan (2010-08-02). "Chanting hymns, Kawarias trek to temples". The Hindu. મેળવેલ 2010-05-24.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]