લખાણ પર જાઓ

નેપાળનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
નેપાળ
અપનાવ્યોડિસેમ્બર ૧૬, ૧૯૬૨
રચનાલાલ રંગના બે ધજા તેમાં ઉપરનામાં સૂર્ય અને નીચેનામાં ચંદ્ર અને ધ્વજને ફરતી ભૂરી કિનાર

નેપાળનો રાષ્ટ્રધ્વજ વિશ્ચનો એકમાત્ર ધ્વજ છે જેમાં ચાર ખૂણા નથી. ધ્વજ બે ત્રિકોણાકાર ધજાને જોડી અને બનાવવામાં આવ્યો છે. ધ્વજનો લાલ રંગ નેપાળના રાષ્ટ્રીય પુષ્પના રંગ પરથી લેવામાં આવ્યો છે. ભૂરી કિનારી શાંતિનું પ્રતિક છે. ૧૯૬૨ સુધી ધ્વજમાંના સૂર્ય અને ચંદ્રમાં માનવ ચહેરા હતા જેને ત્યારે દૂર કરવામાં આવ્યા.

ધ્વજને નવા બંધારણની સાથે અપનાવવામાં આવ્યો. ધ્વજની મૂળભૂત આકૃતિ આશરે ૨,૦૦૦ વર્ષથી વપરાશમાં છે. ૧૯ મી સદી સુધી બંને ધજાઓને અલગ અલગ વાપરવામાં આવતી અને ત્યારથી બંનેને સાથે વાપરવાનું શરૂ થયું.

પ્રતિકાત્મકતા

[ફેરફાર કરો]

નેપાળના તમામ નાના રજવાડાનું પૃથ્વી નારાયણ શાહએ એકીકરણ કર્યું ત્યારબાદ આ ધ્વજ વપરાશમાં આવ્યો. આધુનિક સમયમાં ધ્વજમાંના રંગોના અર્થો પણ બદલાયા છે. ભૂરો રંગ શાંતિનો, લાલ રંગ રાષ્ટ્રીય રંગ છે અને તે લોકોની વીરતાનો પણ સૂચક છે. બે ત્રિકોણ હિમાલયના પહાડોનું પ્રતિનિધિત્વ કરે છે. અવકાશી પદાર્થો દેશનું અમરત્ત્વ દર્શાવે છે અને એવી આશા દર્શાવે છે કે નેપાળ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી રહેશે.

ચંદ્ર નેપાળની પ્રજાને શાંતિપ્રિય દર્શાવે છે જ્યારે સૂર્ય દૃઢ નિશ્ચય બતાવે છે. ચંદ્ર હિમાલયનો છાંયો અને તેની ઠંડી આબોહવા દર્શાવે છે જ્યારે સૂર્ય તરાઈ વિસ્તારની ગરમી અને ઉંચું તાપમાન દર્શાવે છે.

ધ્વજનો આકાર

[ફેરફાર કરો]

બંધારણની ૫મી કલમના, પ્રથમ અનુચ્છેદમાં ૯ નવેમ્બર ૧૯૯૦ના રોજ નક્કિ કરાયા મુજબ ચોક્કસ આકાર વર્ણવેલ છે.[]

અન્ય ધ્વજ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
  • Nepal at Flags of the World
  • Grime, James. "The Most Mathematical Flag". Numberphile. Brady Haran.
  • Explore Nepal - Download Nepal Flag
  • Amazing Facts about Flag of Nepal