લખાણ પર જાઓ

પંગારો

વિકિપીડિયામાંથી

Tiger's Claw
ભારત દેશમાં પશ્ચિમ બંગાળ ખાતે પંગારો વૃક્ષ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Fabales
Family: Fabaceae
Genus: 'Erythrina'
Species: ''E. variegata''
દ્વિનામી નામ
Erythrina variegata

પંગારો અથવા પનેરવો (અંગ્રેજી:Indian coral tree) એ એક વનસ્પતિ છે. તેનું ઝાડ સૂકી જમીનમાં પણ ઝડપથી ઉગી નીકળે તેવું અને ઓછી ઊંચાઈ ધરાવતું હોય છે. તેનાં પર્ણો બીલીના પર્ણોની જેમ ત્રણ પાંદડાંના ઝૂમખામાં હોય છે. તેનાં ફૂલ અત્યંત સુંદર હોય છે. તેના પર ૮-૧૨ સેમી લાંબી શીંગો બેસે છે. થડ અને શાખાના ભાગે કંટક હોય છે. તેને શેઢા કે અન્ય જગાએ વાડ તરીકે રોપવામાં આવે છે. ખાસ કરીને પવનને રોકવા પણ આ વૃક્ષને હારબંધ ઉગાડવામાં આવે છે. તેના મૂળ નાઈટ્રોજનનું સ્થાપન કરતા સુક્ષ્મ જીવાણુઓનું આક્ષયસ્થાન હોવાને કારણે તે જમીનને ફળદ્રુપ પણ બનાવે છે.

પંગારાનાં સુંદર ફૂલો