પટેલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

પટેલ અથવા પાટીદાર અથવા કણબીભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની એક મુખ્ય જ્ઞાતિ છે. પટેલોમાં લેઉવા પટેલ અને કડવા પટેલ એમ બે પેટા જ્ઞાતિ છે.[૧]

ઇતિહાસ[ફેરફાર કરો]

તેઓ કુર્મઋષિનાં વંશજો હોવાનુ મનાય છે તેથી તેઓ શરૂઆતમાં કુર્મી તરીકે જ ઓળખાતા હતાં. ઇતિહાસકારોનાં મત અનુસાર પટેલો મધ્ય એશિયા માં આસુ નદી પાસે પામીર નામનાં ઉચ્ચ પ્રદેશમાં વસતા હતાં. ત્યાંથી એક સમુહે અફઘાનિસ્તાન માં થઈને હિન્દુકુશ પર્વતમાળા ઓળંગી ખૈબરઘાટનાં માર્ગે પંજાબ માં દાખલ થઈને વસવાટ કર્યો હતો તેમ કહેવાય છે. ભારત દેશમાં પંજાબના સપ્તસિંઘુ પ્રદેશ ‘લેયા’ પ્રદેશમાંથી આવેલા કૂર્મિ ક્ષત્રિયો લેઉઆ કહેવાયા અને ‘કરડ’ પ્રદેશમાંથી આવેલા કૂર્મિ ક્ષત્રિયો ‘કડવા’ કહેવાયા. ‘લેયા’એ લવએ વસાવેલી નગરી અને ‘કરડ’એ કુશએ વસાવેલી નગરી હોવાનું કહેવાય છે.

પંજાબમાં ઘણો સમય સ્થિર રહ્યા બાદ પરદેશી અને દેશી રાજાઓનાં આક્રમણોને કારણે પંજાબ માંથી છુટા પડેલા સમુહે પોતાની અસલ ભુમિ અને જાત વિસ્મૃત ન થઈ જાય તે માટે પંજાબ નાં કરડવા વિસ્તારનાં અસલી વતનીઓએ કરડવા કુર્મી અને લેયા અથવા લેહ વિસ્તારનાં વતનીઓ લેયા કુર્મી એવા વિશેષણો ધારણ કરીને ગંગા જમનાની ખોણો તરફ આગળ વધીને ઉતર હિન્દુસ્તાન માં પોતાનો જમાવ કરતી કરતી મધ્ય હિંદ એજન્સી, મધ્યપ્રાંત, ખાનપ્રદેશ અને છેવટે વિક્રમ સંવત ૭૦૦ ની આસપાસ ગુજરાત માં આવીને વસ્યા હતાં. ત્યારબાદ કાળક્રમે કુર્મી શબ્દ પરથી કુનબી અને પછીથી અપભ્રંશ થઈને કણબી શબ્દ બન્યો છે. કડવા પાટીદાર ની કુળદેવી ઉમિયા માતાજી નુ મંદિર ઉંઝામા આવેલુ છે તથા લેઉવા પાટીદારો ના કુળદેવી મા ખોડલ નું મંદિર ખોડલધામ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામે છે.

વ્યુત્પતિ[ફેરફાર કરો]

પટેલ શબ્દ કણબી ઉપરાંત વાણિયા, બ્રાહ્મણ, મુસલમાન,અનુસૂચિત જાતિ, દરજી, મોચી અને લગભગ બધી જ્ઞાતિઓના મુખી તેમજ જ્ઞાતિના આગેવાનો માટે વપરાતો હતો. પણ હાલમાં બીજી જ્ઞાતિઓમાં પટેલ શબ્દનો વપરાશ ઓછો થયો છે. હાલમાં ફક્ત કણબીઓને જ પટેલ કહે છે.[સંદર્ભ આપો]

પટેલ શબ્દનું મૂળ પટલિક શ્રી હર્ષવર્ધન મહારાજાના ઈ.સ. ૬૩૧ના એક લેખમાં તથા બીજા કેટલાક લેખોમાં અક્ષપટલિક નામના એક અધિકારીનું નામ મળે છે. કેટલાક લેખોમાં મહાક્ષપટલિક અને ગ્રામાક્ષ પટલિક શબ્દો મળી આવે છે. પ્રબંધચિંતામણીમાં જ્યાં રાજકીય લખાણો થતાં હોય તે સ્થાનને અક્ષપટલ કહ્યું છે. સોલંકી તામ્રપત્રોમાં લેખક અક્ષપટલિક હોય છે.

પાટીદાર[ફેરફાર કરો]

ગુજરાતમાં પટેલ શબ્દની શરુઆત થયે લગભગ ૩૦૦ વર્ષ થઈ ગયાં હતાં. એ અરસામાં પીંપળાવ (જિ. ખેડા)માં વીર વસનદાસ નામે એક પટેલ હતા. તેઓ તે સમયના મોગલ બાદશાહ ઔરંગઝેબ સાથે સારો સંબંધ ધરાવતા હતા. તેમણે ધોળકા, માતર અને પેટલાદ તાલુકાનું મહેસૂલ ઉઘરાવવાનો ઈજારો મેળવ્યો હતો. તેમણે સંવત ૧૭૫૯ (ઈ.સ. ૧૭૦૩)માં પીંપળાવમાં સમસ્ત કણબી કોમનો એક મેળાવડો યોજ્યો. આ મેળાવડામાં ઔરંગઝેબના શાહઝાદા બહાદુરશાહને આમંત્રણ આપ્યું. આ મેળાવડામાં વીર વસનદાસે બાદશાહના દફતરમાં કણબીને બદલે પાટીદાર શબ્દ દાખલ કરાવ્યો.

પાટીદાર= પત્તિદાર = પટ્ટદાર = જમીનદાર, પાટી = જમીનદાર = હોવું , પાટીદાર એટલે જેની પાસે જમીન હોય તે.

મુખી[ફેરફાર કરો]

ગુજરાતના મુસલમાન સુલતાનોના સમયમાં (ઈ.સ. ૧૪૧૨થી ઈ.સ. ૧૫૭૩) ગામડાંઓમાં સરકારના મુખ્ય માણસ તરીકે મુખી નીમવામાં આવતા. મુખી એટલે મુખત્યાર,પટેલ, નેતા અથવા આગેવાન. મુખી શબ્દ અરબી ભાષાના મુક્તા શબ્દમાંથી આવ્યો છે.

આવા મુખીને માનવંતા શબ્દોમાં પટલિક, અક્ષપટલિક અને અક્ષપટલ શબ્દના અપભ્રંશ તરીકે પટેલ કહેવા લાગ્યા. ક્રમે ક્રમે મુખીના (પટેલનાં) સગાંવહાલાં અને સંબંધીઓ પણ પટેલ કહેવાવા લાગ્યા. ગુજરાતમાં પટેલ શબ્દની શરુઆત લગભગ ઈ.સ. ૧૪૦૦ પછી થયેલી જણાય છે. ઈ.સ. ૧૪૦૦ સુધી ગુજરાતના બધા જ પટેલો કણબી કહેવાતા હતા. મહારાષ્ટ્રમાં પટલિક ઉપરથી પાટિલ શબ્દ છે.

"પટેલ હોટલ"[ફેરફાર કરો]

"પટેલ હોટલ" અથવા "પટેલ મોટેલ" તરીકે જાણીતા શબ્દે અમેરિકન હોટલ ઉદ્યોગ પર મોટો પ્રભાવ પાડ્યો છે.[૨]

૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકાઓમાં મોટી સંખ્યામાં ભારતથી લોકો અમેરિકા સ્થાયી થયા. તેમાંથી ઘણાંએ મહેનત કરીને માંદી હોટલ અથવા મિલ્કતો ખરીદી અને નફાકારક ધંધામાં ફેરવી.[૩] આખા અમેરિકાની ૬૦ ટકા મધ્યમ માપની મોટેલ અને હોટેલ ઉદ્યોગ ભારતીય મૂળના લોકોની માલિકી ધરાવે છે. તેમાંથી ત્રીજાભાગની મિલ્કતો પટેલ અટક ધરાવતા (ગુજરાતીઓ) લોકો પાસે છે.[૪][૫]

ફિલ્મોમાં[ફેરફાર કરો]

ગુજરાતી ફિલ્મ કેવી રીતે જઈશ પટેલ જ્ઞાતિની અમેરિકા વસવાની ઘેલછાનું કટાક્ષમય વર્ણન કરે છે.[૬]

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Koli Patel
  2. Varadarajan, Tunku. "A Patel Motel Cartel?". The New York Times, 4 July 1999.
  3. Skop, Emily (૨૦૦૭). "Asian Indians and the Construction of Community and Identity". In Ines M. Miyares, Christopher A. Airriess. Contemporary ethnic geographies in America. Rowman & Littlefield. pp. 271–90 [277]. ISBN 978-0-7425-3772-9. Retrieved ૧૩ ઓગસ્ટ ૨૦૧૦. Check date values in: |accessdate=, |year= (મદદ)
  4. Kamdar, Mira (૨૦૦૭). Planet India: how the fastest-growing democracy is transforming America and the world. Simon and Schuster. p. ૨૯. ISBN 978-0-7432-9685-4. Check date values in: |year= (મદદ)
  5. Ungar, Sanford J. (૧૯૯૮). Fresh blood: the new American immigrants. U of Illinois Press. p. ૩૨. ISBN 978-0-252-06702-0. Check date values in: |year= (મદદ)
  6. Kevi Rite Jaish. IMDb