લખાણ પર જાઓ

પરંપરાગત સંગીત

વિકિપીડિયામાંથી

પરંપરાગત સંગીત એવો શબ્દ છે કે જેનો એવા લોકસંગીત માટે વધુને વધુ ઉપયોગ (એટલે કે ગ્રેમી એવોર્ડ્સ દ્વારા) થઈ રહ્યો છે, જે સમકાલિન લોકસંગીત સાથે સંબંધિત નથી. આ અંગેની વધુ માહિતી વર્લ્ડ મ્યુઝિક આર્ટીકલના શબ્દાવલી વિભાગમાં છે. બીજા સંગઠનોએ પણ સમાન પ્રકારના ફેરફાર કર્યો હોવા છતા, હજુ પણ પરંપરાગત સંગીતનો "લોક સંગીત" તરીકે ઉલ્લેખ કરવાનું સામાન્ય છે.

નિર્ણાયક લાક્ષણિકતાઓ[ફેરફાર કરો]

ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં પરંપરાગત સંગીતની આ લાક્ષણિકતાઓ છેઃ

 • તેનું વહન મૌખિક પરંપરા મારફત થયું છે.
વીસમી સદી પહેલા, સામાન્ય ખેત મજૂરો અને ફેકટરી મજૂરો નિરક્ષર હતા. તેમણે ગીતોને કંઠસ્થ કરીને તેનું જ્ઞાન મેળવ્યું હતું. શરૂઆતમાં તે પુસ્તકો, રેકોર્ડેડ કે વહન માધ્યમો દ્વારા માધ્યમરૂપ નહોતું થતુ. ગાયકો કાગળ, ગીતના પુસ્તકો કે સીડીનો ઉપયોગ કરીને પોતાના ગીતસંગ્રહનો ફેલાવો કરી શકે છે, પરંતુ આ બીજા તબક્કે થતો આ ફેલાવો પણ માનવીય પ્રસારના પ્રાથમિક ગીતો જેવી જ લાક્ષણિકતા ધરાવે છે.
 • સંગીતને ઘણીવાર રાષ્ટ્રીય સંસ્કૃતિ સાથે જોડવામાં આવતા હતા.
તે ચોક્કસ પ્રદેશ કે સંસ્કૃતિના સંદર્ભમાં સાંસ્કૃતિક વિશેષ હતા. વસાહતી જૂથોના પરિપ્રેક્ષ્યમાં લોકસંગીત સામાજિક સ્નેહાકર્ષણનું વધારાનું પરિમાણ પ્રાપ્ત કરે છે. ખાસ કરીને યુનાઈટેડ સ્ટેટ્સ કે જ્યાં પોલિશ-અમેરિકનો, આઇરિશ-અમેરિકનો અને એશિયન અમેરિકનો મુખ્યપ્રવાહથી અલગ રહેવાનો પ્રયાસ કરે છે ત્યાં તે તરત નજરે પડતું વલણ છે. તેઓ એવા ગીત અને નૃત્યને શીખશે જે તેમના પૂર્વજો જ્યાંથી આવ્યા હતા તે પ્રદેશોમાંથી આવેલું છે.
 • તે ઐતિહાસિક અને વ્યક્તિગત ઘટનાઓની ઉજવણી કરે છે.
ઇસ્ટર, મે ડે અને ક્રિસમસ જેવા વર્ષના ચોક્કસ દિવસોએ કોઇ વિશેષ ગીત આ વાર્ષિક ચક્રની ઉજવણી કરે છે. લગ્ન, જન્મદિન અને અંતિમસંસ્કાર વખતે પણ ગીતો, નૃત્ય અને ખાસ પહેરવેશનો ઉપયોગ થાય છે. ધાર્મિક ઉત્સવોમાં ઘણીવાર લોકસંગીતનું પાસું હોય છે. આ પ્રસંગોએ સામૂહિક સંગીતમાં જાહેર મંચ પર બાળકો અને બિન-વ્યવસાયી ગાયકોને ભાગ લેવાની તક મળે છે, જે એવું ભાવનાત્મક જોડાણ લાવે છે કે જેને સંગીતનાશાસ્રની ગુણવત્તા સાથે સંબંધ હોતો નથી.

કેટલીક વખત આડઅસર તરીકે નીચેની લાક્ષણિકતાઓ રજૂ કરાય છેઃ

 • ગીતો માટેના કોપીરાઇટનો અભાવ
ઓગણીસમી સદીના એવા સેંકડો ગીતો છે કે જેમના લેખકો જાણીતા છે. જોકે, આ ગીતો એવા તબક્કા સુધી મૌખિક પરંપરામાં ચાલુ રહ્યા છે કે જ્યાં તેમને સંગીતના પ્રકાશનના હેતુ માટે "પરંપરાગત" તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આવું વલણ 1970ના દાયકા પછીથી ઓછું પ્રચલિત બન્યું છે. હાલમાં, રેકોર્ડ થયેલા દરેક લોકગીતને એક ગોઠવણનો શ્રેય આપવામાં આવે છે. એટલે કે "ટ્રેડ એર ડાયલેન".
 • સંસ્કૃતિનું સંયોજન
જેમ માતાપિતા અલગ અલગ ખંડના મૂળના હોય ત્યારે લોકો મિશ્ર પૂર્વભૂમિકાના હોય છે, તેવી જ રીતે સંગીતમાં પણ વિવિધ પ્રભાવનું સંયોજન હોઈ શકે છે. લયની ચોક્કસ તરાહ, કે વિશેષ લાક્ષણિકતા સાથેનું વાદ્ય, સંગીતને પરંપરાગત લાગણી આપવા પૂરતું છે, પછી ભલે તે તાજેતરમાં રચવામાં આવેલું હોય. સંગીતરચનમાં બેગપાઇપ કે તબલાની હાજરી ઓળખવાનું સરળ છે. આ રીતે ગીતોમાં મૂળ લાક્ષણિકતાને દૂર કરવાથી કે સ્વીકાર કરવાથી યુવાનોને સામાન્ય રીતે મર્યાદાભંગ ઓછો લાગે છે. એ જ રીતે જુના ગીતમાં ઇલેક્ટ્રિક ગિટારનો ઉમેરો કરી શકાય છે. તે સંગીતનો વિકાસ છે કે સસ્તી પ્રયુક્તિ છે તે વ્યક્તિગત રૂચિનો સવાલ છે. સંબંધિત પરિબળોમાં વાદ્યકરણ, ટ્યુનિંગ, વોઇસિંગ્સ, વિષયવસ્તુ અને નિર્માણ પદ્ધતિનો પણ સમાવેશ થાય છે.
 • બિન-વાણિજ્યિક
સાંસ્કૃતિક ઓળખની ઉજવણીઓ ઘણીવાર નફાના કોઇ ઇરાદા વગર કરવામાં આવે છે. આયોજકો માટે નાણાકીય બક્ષિસની ગેરહાજરી ભૂતકાળમાં ઘણી જ સામાન્ય હતી.

પરંપરાગત સંગીતના વિષયો[ફેરફાર કરો]

અમેરિકાના પરંપરાગત સંગીતકારો

પરંપરાગત સંગીત, ખાસ કરીને નૃત્ય સંગીત પરંપરાનો એક હિસ્સો રચે છે તેવા ઇન્સ્ટ્રુમેન્ટલ સંગીત ઉપરાંત મોટાભાગનું પરંપરાગત સંગીત મૌખિક સંગીત છે, કારણ કે આવા સંગીતનું સર્જન કરતા વાદ્યો સામાન્ય રીતે હાથવગા હોય છે. તેના કારણે મોટાભાગના સંગીતમાં અર્થપૂર્ણ ગીતોનો સમાવેશ થાય છે.

વર્ણનાત્મક પદ્ય ઘણી સંસ્કૃતિના પરંપરાગત સંગીતમાં છવાયેલા છે. તેમાં પરંપરાગત મહાકાવ્ય જેવા આ સ્વરૂપોનો સમાવેશ થયો છે, જેમાંથી મોટાભાગની રચના મૌખિક પ્રદર્શન માટે હતી અને તેમાં ઘણીવાર વાદ્યનો ઉપયોગ થતો હતો. વિવિધ સંસ્કૃતિના ઘણા મહાકાવ્યોની રચના પરંપરાગત વર્ણાનાત્મક પદ્યના ટૂંકા ટૂકડાઓનો સમાવેશ કરીને થયેલી છે, જે તેના પ્રાસંગિક માળખાને અને ઘણીવાર તેના મૂળ કથાનકને વિકસાવવાના મધ્યસ્થ ભાગ ને સમજાવે છે. પરંપરાગત વર્ણાનાત્મક પદ્યના બીજા સ્વરૂપો લડાઈ અને બીજી કરુણાંતિકાઓ કે કુદરતી આપત્તિઓના પરિણામોનું વર્ણન કરે છે. કેટલીક વખત બાઇબિકલ સંબંધિત ‘બુક ઓફ જજિસ ’માં વિજયી ગીત સોંગ ઓફ ડેબોરાહ જોવા મળે છે, આ ગીતો વિજયની ઉજવણી કરે છે. લડાઈ અને યુદ્ધમાં પરાજય અને તેમાં લોકોનાં મૃત્યુ માટેનો વિલાપ ઘણીવાર પરંપરાગત ગીતોમાં સમાન પ્રકારનું મહત્વ ધરાવે છે, આવો વિલાપ જેને માટે લડાઇ લડવામાં આવી હતી તે હેતુને જીવંત રાખે છે. પરંપરાગત ગીતોના વર્ણનો ઘણીવાર જોહન હેનરીથી લઇને રોબિન હૂડ જેવા લોકનાયકોને યાદ કરે છે. કેટલાંક પરંપરાગત ગીતોમાં અલૌકિક ઘટનાઓ કે રહસ્યમય મોતનું વર્ણન કરાયું હોય છે.

સ્તોત્ર અને ધાર્મિક સંગીતના બીજા સ્વરૂપો ઘણીવાર પરંપરાગત અને અજાણ્યા મૂળના હોય છે. પશ્ચિમી સંગીત સ્વરલેખનનું મૂળમાં ગ્રેગોરિયન રાગના સંગીતની જાળવણી માટે સર્જન કરવામાં આવ્યું હતું, જે તેની શોધ પહેલા પાદરી સમુદાયમાં મૌખિક પરંપરા તરીકે શીખવવામાં આવતું હતું. ‘ગ્રીન ગ્રો ધ રશિસ, ઓ ’ જેવા પરંપરાગત ગીતો સ્મરણશક્તિના સ્વરૂપમાં ધાર્મિક જ્ઞાન રજૂ કરે છે. પશ્ચિમી જગતમાં નાતાલના પ્રાર્થનાગીતો અને બીજા પરંપરાગત ગીતો ગીતના સ્વરૂપમાં ધાર્મિક જ્ઞાનની જાળવણી કરે છે.

કાર્ય ગીતોમાં વારંવાર હાકલ અને પ્રતિસાદના માળખાનો ઉપયોગ જોવા મળે છે અને તેની રચના મજૂરોને મદદ કરવા માટે થાય છે, જેઓ તેમનું કાર્ય કરવા માટે ગીતોનું લય બદ્ધ સામૂહિક ગાન કરે છે. આવા ગીતોને વારંવાર રીતે પરંતુ ફેરફાર ન થાય તે રીતે રચવામાં આવે છે. અમેરિકાના લશ્કરી દળોમાં સૈનિકો કૂચ કરી રહ્યા હોય ત્યારે જોડી કોલ્સ ("ડકવર્થ ગીતો")ની જીવંત પરંપરાનું ગાન કરે છે. વ્યવસાયિક ખલાસીઓઓ દરિયાઇ ગીતોનો વ્યાપક રીતે ઉપયોગ કરે છે. કરુણ કે દિલગીર ભાવ સાથેના પ્રણય ગીતો ઘણી લોક પરંપરામાં મહત્વનું સ્થાન ધરાવે છે. બાળગીતો અને રમૂજ ગીતો પણ ઘણીવાર પરંપરાગત ગીતોની શ્રેણીમાં આવે છે.

પરંપરાગત સંગીતમાં ભિન્નતા[ફેરફાર કરો]

કોરિયાના પરંપરાગત સંગીતકારો
ચીનના પરંપરાગત સંગીતકારો

સમાજ દ્વારા મૌખિક શબ્દ દ્વારા વહન કરવામાં આવેલા સંગીતના સમયાંતરે ઘણા જુદા જુદા સ્વરૂપો વિકસે છે, કારણ કે આ પ્રકારના વહનમાં શબ્દે-શબ્ધની અથવા દરેક સૂરની ચોક્કસાઈ રહેતી નથી. હકીકતમાં ઘણા પરંપરાગત ગાયકો ખૂબ સર્જનશીલ છે અને તેઓ શીખ્યા હોય તે સામગ્રીમાં જાણીજોઇને સુધારા વધારા કરે છે.

ઉદાહરણ તરીકે "આઇ એમ એ મેન યુ ડોન્ટ મીટ એવરી ડે" (રાઉડ 975)ના શબ્દો બોડલીયન લાઇબ્રેરીના ચોપાનિયાથી જાણીતા થયેલા છે.[૧] તેની તારીખ 1900 પહેલાની છે તે લગભગ ચોક્કસ વાત છે અને તે આઇરિશ લાગે છે. 1958માં આ ગીતનું કેનેડામાં રેકોર્ડિંગ (માય નેમ ઇઝ પેટ અને આઇ એમ પ્રાઉડ ઓફ ધેટ) થયું હતું. જૈની રોબર્ટસને 1961માં બીજા સ્વરૂપની રચના કરી હતી. તેણીએ પોતાના એક સંબંધી "જોક સ્ટુવર્ડ"નો ઉલ્લેખ કરવા તેમાં ફેરફાર કર્યો હતો અને તેમાં કોઇ આઇરિશ સંદર્ભ નથી. 1976માં આર્ચી ફિશરે કૂતરા પરના ગોળીબારની ઘટનાના ઉલ્લેખને દૂર કરવા માટે આ ગીતમાં જાણીજોઇને ફેરફાર કર્યા હતા. 1985માં પોગસે તમામ આઇરિશ સંદર્ભોનું પુનઃસ્થાપન કર્યું હતું અને તેથી આ ગીતનું એક સમયચક્ર પૂર્ણ થયું હતું.

વિવિધ સ્વરૂપોનો પ્રસાર કુદરતી રીતે થતો હોવાથી સરળતાથી એવું માની શકાય છે કે "બાર્બરા એલન" જેવા ઉર્મિગીતના એકમાત્ર "પ્રમાણભૂત" સ્વરૂપ જેવું કોઇ ગીત હશે. પરંપરાગત ગીતના ક્ષેત્ર સંશોધકો (નીચે જુઓ)ને અંગ્રેજી બોલતા વિશ્વમાં આ ઉર્મિગીતના અસંખ્ય સ્વરૂપો જોવા મળ્યા છે, અને આ સ્વરૂપો એકબીજાથી મોટા પ્રમાણમાં અલગ છે. કોઇપણ સ્વરૂપ મૂળ સ્વરૂપનો વિશ્વસનિય દાવો કરી શકે તેમ નથી અને તેવી શક્યતા છે કે જે કોઇ "મૂળ સ્વરૂપ" હશે તેનું ગાન સદીઓ પહેલાથી બંધ થઈ ગયું હશે. કોઇ ગીત બાહ્ય લેખકની કૃતિ તરીકે નહીં, પરંતુ પરંપરાગત ગાયક સમુદાયમાંથી આવતું હોય તો તે વિશ્વસનીય ગીત હોવાનો સમાન પ્રકારનો દાવો કરી શકે છે.

સેસીલ શાર્પે લોકરૂપાંતરણની પ્રક્રિયા અંગે પ્રભાવશાળી વિચાર રજૂ કર્યો હતોઃ તેઓ માનતા હતા કે પરંપરાગત ગીતના એકબીજાની સ્પર્ધા કરતા સ્વરૂપો જૈવિક કુદરતી પસંદગી જેવી જ પ્રક્રિયામાંથી પસાર થાય છેઃ સામાન્ય ગાયકોને સૌથી વધુ અસર કરતા હોય તેવા નવા સ્વરૂપોને બીજા લોકો પણ અપનાવે છે અને તેનું સમય સાથે વહન થાય છે. તેથી, સમય જતા આપણે ધારણા રાખી શકીએ છીએ કે દરેક પરંપરાગત ગીત વધુને વધુ આકર્ષક બને - તેને સંપૂર્ણરીતે આદર્શ બનાવવા માટે સામુહિક રીતે રચના થવી જોઈએ, જે સમુદાયો દ્વારા કરવામાં આવતું હતું.

બીજી તરફ એવા મતનું સમર્થન કરાયાના પુરાવા છે કે પરંપરાગત ગીતોનું વહન અવ્યવસ્થિત રહી શકે છે. પ્રસંગોપાત, ગીતોના એકત્રિત સંગ્રહમાં જુદા જુદા ગીતોમાંથી એવી સામગ્રી કે પદ્યનો સમાવેશ થાય છે જે તેના સંદર્ભમાં ભાગ્યે જ કોઇ મહત્વ ધરાવે છે. સારાહ ક્લેવલેન્ડ (જન્મ 1905) સન્માનનીય પરંપરાગત આઇરિશ-અમેરિકી ગાયક છે. "લેટ નો મેન સ્ટીલ યોર થીમ"ના તેમના ગીતસ્વરૂપમાં બીજા એક ગીત- "સીડ્સ ઓફ લવ"નું મિશ્રણ છે. (સારાહની ટીપ્પણી[હંમેશ માટે મૃત કડી]). બંને સ્વરૂપોમાં ફૂલોનો ઉલ્લેખ છે, પરંતુ વિષયવસ્તુ તદ્દન અલગ છે. એ જ રીતે ઘણા પરંપરાગત ગીતો માત્ર ખંડિત ગીતો તરીકે પ્રચલિત છે. તદ્દન ભિન્ન કિસ્સામાં માત્ર એક કે બે પંક્તિનું રેકોર્ડિંગ થયું હોય તેવી શક્યતા છે.

પ્રાદેશિક ભિન્નતા[ફેરફાર કરો]

લોકપ્રિય સંગીતના ઉદયની સાથે પરંપરાગત સંગીતના મહત્વમાં ઘટાડો વૈશ્વિક ઘટના છે તેવા સંજોગોમાં, સમગ્ર વિશ્વમાં સમાન દરે આવું બની રહ્યું નથી. એક તરફ ઘણી આદિવાસી સંસ્કૃતિઓ પણ પરંપરાગત સંગીત અને લોકસંસ્કૃતિને ગુમાવી રહી છે, છતા પણ "સંસ્કૃતિનું ઔદ્યોગિકરણ અને વેપારીકરણ સૌથી વધુ પ્રચલિત" બન્યું છે, ત્યાં આ પ્રક્રિયા સૌથી વધુ વિકસિત બની છે.[૨] જોકે જ્યાં પરંપરાગત સંગીત સાંસ્કૃતિક કે રાષ્ટ્રીય ઓળખનું પ્રતિક છે તેવા દેશો કે ધર્મમાં પરંપરાગત સંગીતને ગુમાવવાની પ્રક્રિયા ધીમી હોઇ શકે છે. ઉદાહરણ તરીકે બાંગ્લાદેશ, હંગેરી, ભારત, આર્યલેન્ડ, લેટવિયા, તુર્કી, પોર્ટુગલ, બ્રિટેની, ગેલિસિયા, ગ્રીસ અને ક્રેટીના કિસ્સામાં આ વાત સાચી માની શકાય છે, આ તમામ દેશોમાં તેમના પરંપરાગત સંગીતને ઘણા અંશે જાળવી રાખવામાં આવ્યું છે અને કેટલાંક ક્ષેત્રોમાં પરંપરાગત સંગીતની લોકપ્રિયતામાં ઘટાડો અને પરંપરાને હાનિની સ્થિતિ ઉલટી બની ગઈ છે. પ્રવાસન એજન્સીઓ "સેલ્ટિક" શબ્દ સાથે કેટલાંક પ્રદેશોની ઓળખ રજૂ કરે ત્યારે આ વલણ સૌથી વધુ દેખીતું છે. આર્યલેન્ડ, સ્કોટલેન્ડ, કોર્નવોલ, બ્રિટની અને નોવા સ્કોટિયાના ગાઇડ પુસ્તકો અને પોસ્ટર્સ જીવંત સંગીત પ્રોગ્રામનો ઉલ્લેખ કરે છે. સ્થાનિક સરકારો ઘણીવાર પ્રવાસન ગાળા દરમિયાન આ સંગીત કાર્યક્રમને સ્પોન્સર કરે છે અને તેનો વિકાસ કરે છે અને તે રીતે ગુમાવેલી પરંપરાગને પુનઃજીવિત કરે છે.

પરંપરાગત સંગીત પરનું ક્ષેત્ર કાર્ય અને શિષ્યવૃત્તિ[ફેરફાર કરો]

19મી સદીનું યુરોપ[ફેરફાર કરો]

19મી સદીની શરૂઆતથી રસ ધરાવતા લોકો- શિક્ષણવિદો અને શોખીન વિદ્વાનોએ શું ગુમાવવામાં આવી રહ્યું છે તેની નોંધ લેવાનું ચાલુ કર્યું હતું, અને લોકોના સંગીતને જાળવવા માટેના વિવિધ પ્રયાસોમાં વધારો થયો હતો. આવો એક પ્રયાસ 19મી સદીના અંત ભાગમાં ફ્રાન્સિસ જેમ્સ ચાઇલ્ડ દ્વારા અંગ્રેજી અને સ્કોટ પરંપરાઓ (ચાઇલ્ડ બેલાલ્ડ તરીકે ઓળખાય છે)ના ત્રણ હજાર ઉર્મિગીતોની પ્રતોનો સંગ્રહ કરાયો હતો. 1960ના દાયકા દરમિયાન તેમજ 1970ના દાયકાના પ્રારંભમાં અને મધ્યમાં અમેરિકન વિદ્વાન બર્ટ્રાન્ડ હેરિસ બ્રોન્સને તે સમયે જાણીતા પુસ્તકો અને લયના ચાર ભાગના દળદાર સંગ્રહને પ્રકાશિત કર્યો હતો, જે હવે ચાઇલ્ડ કેનન તરીકે પ્રખ્યાત બન્યો છે. તેમણે મૌખિક-શ્રાવ્ય પરંપરાની કૃતિઓ સંબંધિત નોંધપાત્ર પદ્ધતિઓનો વિકાસ કર્યો હતો.

ચાઇલ્ડના સમયમાં રિવરેન્ડ સેબિન બેરિંગ-ગુલ્ડનું તથા પછીથી વધુ મહત્વના વિદ્વાન સેસીલ શાર્પનું આગમન થયું હતું, જેમણે 20મી સદીની શરૂઆતમાં તે પછી જાણીતા બનેલા ઈંગ્લિશ ફોક ડાન્સ એન્ડ સોંગ સોસાયટી (ઈએફડીએસએસ (EFDSS))ના નેજા હેઠળ અંગ્રેજી ગ્રામ્ય પરંપરાગત ગીત, સંગીત અને નૃત્યની મહાન સંસ્થાને જાળવી રાખવા કામ કર્યું હતું. શાર્પે અમેરિકામાં પણ કામ કર્યું હતું તથા મૌડ કાર્પેલીસ અને ઓલિવ ડેમ કેમ્પબેલના સહયોગમાં 1916-1918માં એપ્પલેચિયન પર્વતમાળાના પરંપરાગત ગીતોનું રેકોર્ડિંગ કર્યું હતું. કેમ્પબેલ અને શાર્પને આધુનિક ફિલ્મ "સોંગકેચર"માં અભિનેતાઓ દ્વારા અલગ નામો હેઠળ રજૂ કરવામાં આવ્યા છે.

સમાન પ્રકારની પ્રવૃત્તિઓ બીજા દેશોમાં પણ થઈ હતી. સૌથી વઘુ વ્યાપક કામગીરી કદાચ ક્રિસજેનિસ બેરોન દ્વારા રિગામાં કરવામાં આવી હતી, જેમણે 1894 અને 1915ની વચ્ચેના વર્ષોમાં લેટવિયાના 217 996 લોકગીતના પુસ્તકો લેટવજુ ડેઇનાસ સહિત છ ભાગ પ્રકાશિત કર્યા હતા.

તે સમયગાળા દરમિયાન શિષ્ટ સંગીતના રચયિતાઓને પરંપરાગત ગીતોના સંગ્રહમાં મજબૂત રસ કેળવાયો હતો, અને સંખ્યાબંધ અસાધારણ રચયિતાઓએ પરંપરાગત ગીત અંગે તેમનું પોતાની રીતે ક્ષેત્રકાર્ય કર્યું હતું. તેમાં ઇંગ્લેન્ડના પર્સી ગ્રેઇન્જર અને રાલ્ફ વોન વિલિયમ્સ તથા હંગેરીના બેલા બાર્ટોકનો સમાવેશ થાય છે. આ રચયિતાઓએ તેમના ઘણા અનુગામીઓની જેમ તેમની શિષ્ટ રચનાઓમાં પરંપરાગત ગીતોની સામગ્રીનો સમાવેશ કર્યો હતો. લેટવિજુ ડેઇનાસ નો એન્ડ્રેજસ જ્યુરાન્સ, જેનિસ સિમ્ઝે અને એમિલિસ મેલનગેઇલીસના ક્લાસિકલ વૃન્દગીતમાં વ્યાપક ઉપયોગ થયો છે.

ઉત્તર અમેરિકા[ફેરફાર કરો]

ઉત્તર અમેરિકામાં 1930 અને 1940ના દાયકામાં લાઇબ્રેરી ઓફ કોંગ્રેસે ઉત્તર અમેરિકાના શક્ય હોય તેટલા ક્ષેત્રકાર્યની સામગ્રી એકઠી કરવા પરંપરાગત સંગીત સંગ્રાહકો રોબર્ટ વિન્સ્લો ગોર્ડન, એલન લોમેક્સ અને બીજા લોકોની ઓફિસ મારફત કામગીરી કરી હતી.

પરંપરાગત ગીત પર અભ્યાસ કરનારા લોકોને એવી આશા હતી કે તેમના કાર્યથી લોકો માટે પરંપરાગત સંગીતને પુનસ્થાપિત કરી શકાશે. ઉદાહરણ તરીકે સેસીલ શાર્પે થોડી સફળતા સફળતા સાથે એવો પ્રચાર કર્યો હતો કે અંગ્રેજી પરંપરાગત ગીતો (તેમના દ્વારા મોટા પ્રમાણમાં સંપાદીત કરાયેલા અને કાપકૂપ કરાયેલા સ્વરૂપો)ને શાળાના બાળકોને ભણાવવામાં આવે.

વિદ્વાનોના પરંપરાગત સંગીત સંગ્રહના આ મહાન સમયગાળા દરમિયાન એક ટ્રેન્ડ એવો હતો કે "લોક" સમુદાયના કેટલાંક સભ્યો, કે જેઓ અભ્યાસનો વિષય બને તેવી અપેક્ષા હતી તેઓ વિદ્રાન બને અને પોતાના જ્ઞાનના હિમાયતી બને. ઉદાહરણ તરીકે જીન રિચી વાઇપર, કેન્ટુકીના વિશાળ પરિવારનું સૌથી નાનું સંતાન હતા, જેમણે સંખ્યાબંધ જૂના એપ્પલેચિયન પરંપરાગત ગીતોની જાળવણી કરી હતી. એપ્પલેચિયન સંગીતને બાહ્ય પ્રભાવમાં લાવવામાં આવ્યું તે સમયે જીવન ગુજાનારા રિચીને યુનિવર્સિટીમાં શિક્ષણ આપવામાં આવ્યું હતું અને આખરે ન્યૂ યોર્ક સિટીમાં તેઓ ગયા હતા, જયાં તેણીએ સંખ્યાબંધ કૌટુંબિક ગીતસંગ્રહનું રેકોર્ડિંગ કર્યું હતું અને આ ગીતોના મહત્વના સંગ્રહને પ્રકાશિત કર્યો હતો. (હેડી વેસ્ટ પણ જુઓ)

વીસમી સદીના મોટા ભાગના સમય દરમિયાન ઉત્તર અમેરિકાના લોકગીત અને પરંપરાગત ગીતોની શિષ્યવૃતિનો અન્ય મહત્વનો મુદ્દો એ હતો કે મોઢેથી પ્રસારિત તથી સામગ્રીને પ્રાધાન્યતાની સાંકળ તરીકે પસાર કરવી (ઘટાડાવાદી મંતવ્ય) કે સંપૂર્ણ ગીત, કાવ્ય, કહેવાત કે વાયકા જેવા સમગ્ર એકમમાં પસાર કરવી (સાકલ્યવાદી મંતવ્ય). અગાઉનું મંતવ્ય બીજા મંતવ્ય કરતા પહેલાનું હોવાથી અને બંને મંતવ્ય તેમના ઉદભવના સમયે અસ્તિત્વમાં રહેલા શિક્ષણના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો પ્રદર્શિત કરે છે. સંગીત નિષ્ણાતોમાં ઘટાડાવાદી મંતવ્ય ધરાવતા અગ્રણી જ્યોર્જ પુલેન જેકસન હતા જેમણે 1930 અને 40ના દાયકામાં "ટોનલ વેસ્ટમેન્ટ્સ” અથવા લાક્ષણિક સંગીતમય પ્રાધાન્યતાનો વિચાર રજૂ કર્યો હતો અને તેનો બચાવ કર્યો હતો જે વારંવારના ઉપયોગ મારફતે સ્ટોક ફિગર તરીકે સ્થાપિત થયો હતો અને નવી ધૂન રચવા અને હયાત ધૂનમાં સુધારો કરવા શ્રૃંખલિત થયો હતો. 1950માં સેમ્યુઅલ પ્રેસ્ટન બેયાર્ડે એમ કહીને અને સાકલ્યવાદી મંતવ્યનો બચાવ કરીને એથનોમ્યુઝિકોલોજીકલ દુનિયાને આંચકો આપ્યો હતો કે સંગીત શિક્ષણ અને સ્મૃતિ પ્રક્રિયા અન્ય શિક્ષણ અને સ્મૃતિ પ્રક્રિયાની જેમ, જેકસન અને અન્યએ રજૂ કરેલી પ્રક્રિયાની જેમ કામ કરતી નથી. મધ્ય સદીમાં લોકપ્રિય બનેલી ગેસ્ટેલ્ટ સાયકોલોજીમાંથી અંદેશો લેતા બેયાર્ડે દલીલ કરી હતી કે શબ્દસમૂહ અને સમગ્ર ધૂન જેવા મોટા માળખાકીય એકમો કોન્ટોરના વ્યાપક મોર્ફોલોજિકલ નિયમો અનુસરે છે અને સંપૂર્ણ મધુર વક્રીધ્વનિ યુક્ત પંક્તિઓ, ટૂંકી ટોનલ પેટર્ન નહીં, પરંપરાગત સંગીતકારના મગજમાં સ્મૃતિ રચે છે. આ મંતવ્યો સરવોર્ટ પોલાડીયન અને અન્ય દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા અને અનેક રીતે સુધારવામાં આવ્યા હતા.

ઘટાડાવાદી અને સાકલ્યવાદી અભિપ્રાયોનું મિશ્રણ[ફેરફાર કરો]

1960 અને 1970ના દાયકામાં બેર્ટ્રાન્ડ બ્રોન્સન અને બીજા લોકોએ એવા વિચારને રજૂ કર્યો હતો કે આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઘટાડાવાદી કે સંપૂર્ણપણે સાકલ્યવાદી ન હોઇ શકે, પરંતુ બંનેનું વધુ જટિલ માળખુ હોઇ શકે છે, જેમાં સંગીતના પરિમાણ વિવિધ બળોને આકાર આપવામાં પણ ભાગ ભજવે છે. અગાઉના અભિપ્રાયથી વિમુખતાના તબક્કા તરીકે આ વિચાર અને સમાન પ્રકારના વિચારોનો ઉપયોગ કરીને તેમના પોતાના સર્વગ્રાહી નિરીક્ષણોનો ઉમેરો કરીને સંગીતશાસ્ત્રી જે માર્શલ બેવિલે 1980ના દાયકામાં મેલડિક જનરેશન, ટ્રાન્સમિશન, એસિમિલેશન એન્ડ રિકોલની પદ્ધતિ વિકસિત કરી હતી અને તેને પ્રકાશિત કરી હતી, જે સાકલ્યવાદી પરિબળના મહત્વને માન્ય કરે છે, પરંતુ દેખીતા ફોર્મ્યુલેઇક સેક્શન ઓપર્નિંગ એન્ડ ક્લોઝિંગ (જેને તેમણે પ્રાથમિક કોષો ગણાવ્યા છે) જે મ્નેમૉનિક એન્કર તરીકે છે તેમજ મોટા સેક્શનમાં વધુ વેરિયેબલ ફ્રેસ ઓપનિંગ્સ એન્ડ ક્લોઝિંગ (બીજા તબક્કાના કોષો ) પર ભાર મૂકે છે. આ બીજા તબક્કાના કોષો ઓછા મહત્વનું કામ કરે છે પરંતુ નાના એકમ તરીકે સંપૂર્ણપણે નકારી શકાય તેવા નથી. તેમણે મૌખિક-શ્રાવ્ય પ્રક્રિયાની પણ કલ્પના રજૂ કરી હતી, જે મોટાભાગે પરંપરાગત ગીતની રચના સાથે જોડાયેલી ટોનલ સિરિઝ (એટલે કે ..સ્કેલ) તેમજ પરંપરાગત સ્વરમય ગીતોના લાક્ષણિક સ્વર, વિભાગ અને ફ્રેસ કેન્ટોર્સ વચ્ચેના આંતરસંબંધ દ્વારા સંચાલિત થાય છે. આ અભિપ્રાય અને તેઓ ચકાસણી કરતા હતા તે સંગીત ખાસ કરીને અમેરિકન સધર્ન અપલેન્ડ (સધર્ન એપ્પલેચિયા, સ્મોકી પર્વતમાળા, વગેરે ..)ના ઉર્મિગીત અને પરંપરાગત સ્તોત્રની ધૂનની લાક્ષણિકતાઓ મારફત બેવિલે તુલનાત્મક મધુર સૂરના વિશ્લેષણની પ્રણાલી વિકસાવી હતી, જે ભાષાશાસ્ર સાથે સંકળાયેલી છે અને તેમાં ખાસ કરીને નોમ ચોમસ્કાય અને અન્ય લોકો દ્રારા રજૂ કરવામાં આવેલા જનનાત્મક વ્યાકરણની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે વિગતવાર વિશ્લેષણાત્મક પ્રક્રિયામાં સંકળાયેલી વિશાળ માહિતીની ઝડપ અને ચોક્સાઇનું સંચાલન કરવા ડેસ્કટોપ કમ્પ્યૂટર સોફ્ટવેરનું માળખું બનાવ્યું હતું તેમજ ગીતો વચ્ચેના સંબંધોના પ્રકાર અને પ્રમાણનું સંભવિત મૂલ્યાંકન કરવા પ્રોગ્રામ પેરામીટર લાગુ કર્યા હતા. તેમણે 1986માં એક આર્ટિકલમાં પીએચ.ડી ડિઝર્ટેશન (યુનિવર્સિટી ઓફ નોર્થ ટેક્સાસ, 1984)માં તેમના તારણો પ્રકાશિત કર્યા હતા, જે ખાસ કરીને પરંપરાગત ગીતોના સ્કેલના મુદ્દાને સમર્પિત છે, અને તેમણે 1987ના અભ્યાસમાં પણ તારણો રજૂ કર્યા હતા, જે સેસીલ શાર્પ દ્વારા 70 વર્ષ અગાઉ મુલાકાત લેવામાં આવેલા સમાન વિસ્તારના નિવાસીઓ પાસેથી ગીતના સ્વરૂપોના સંગ્રહ સંબંધિત છે. આ પછીથી બેવિલે તેમની પદ્ધતિનું વિસ્તરણ કર્યું હતુ અને તેમાં લોકપ્રિય શ્રેણીના હાલના અને અગાઉના સંગીતનો સમાવેશ કર્યો હતો તથા તે કેવી રીતે તૈયાર થયા, માન્યતા મળી અને ફરી યાદ કરવામાં આવે છે કે નહીં તેનો અભ્યાસ કર્યો હતો.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

 1. "Bodley24 OX.ac.uk". મૂળ માંથી 2007-02-03 પર સંગ્રહિત. મેળવેલ 2022-05-18.
 2. એલિસન વેર્ડી, અને અન્યો., પરંપરાગત સંગીત પૃષ્ઠ અંગે સંગ્રહિત ૨૦૧૩-૦૯-૦૬ ના રોજ વેબેક મશિન, સેલ્ટિક હાર્પ શીટ સંગીત સ્થળ. 16 ફેબ્રુઆરી 2007ના રોજ ઉપલબ્ધ.

વધુ વાંચન[ફેરફાર કરો]

 • ઈંગ્લિશ ફોક સોંગ્સ ફ્રોમ સધર્ન એપ્પલેચિયન્સ . સેસીલ જે. શાર્પ દ્વારા સંગ્રહિત. મૌડ કાર્પેલેસ દ્વારા સંપાદિત 1932. લંડન ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ
 • કાર્પેલેસ, મૌડ. એન ઈન્ટ્રોડક્શન ટુ ઈંગ્લિશ ફોક સોંગ . 1973. ઓક્સફોર્ડ ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ
 • શાર્પ, સેસીલ. ફોક સોંગઃ સમ કન્ક્લુઝન્સ . 1907. ચાર્લ્સ રિવર બુક્સ.
 • બ્રોન્સોન, બેર્ટ્રેન્ડ હેરિસ. ધ બલ્લાસ એઝ સોંગ (બેર્કેલે: યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા પ્રેસ, 1969).
 • બ્રોન્સોન, બેર્ટ્રેન્ડ હેરિસ. ચાઈલ્ડ બલ્લાસની પરંપરાગત ધૂનો, તેના લખાણ સાથે, ગ્રેટ બ્રિટન અને ઉત્તર અમેરિકાની હાલની માહિતી પ્રમાણે , 4 ભાગો (પ્રિન્સેટોન એન્ડ બેર્કેલી: પ્રિન્સેટોન યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા પ્રેસિઝ, 1959, એફએફ.).
 • બ્રોન્સોન, બેર્ટ્રેન્ડ હેરિસ. ધ સિંગિંગ ટ્રેડિશન ઓફ ચાઈલ્ડ્ઝ પોપ્યુલર બલ્લાડ્સ (પ્રિન્સેટોન: પ્રિન્સેટોન યુનિવર્સિટી પ્રેસ, 1976).
 • પોલાડિયન, સિર્વર્ટ. "મેલોડિક કોન્ટુઅર ઈન ટ્રેડિશનલ મ્યુઝિક," જર્નલ ઓફ ધ ઈન્ટરનેશનલ ફોક મ્યુઝિક કાઉન્સિલ III (1951), 30-34.
 • પોલાડિયન, સિર્વર્ટ. "ધ પ્રોબ્લેમ ઓફ મેલોડિક વેરિએશન ઈન ફોકસોંગ," જર્નલ ઓફ અમેરિકન ફોક્લોર (1942), 204-211.
 • રુક્સ્બે, રિક્કી, ડો. વિક ગેમ્મોન અને અન્યો. ધ ફોક હેન્ડબુક . (2007). બેકબીટ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]