પરિચય પુસ્તિકા

વિકિપીડિયામાંથી

પરિચય પુસ્તિકા ગુજરાતી ભાષામા દર મહીને વિવિધ વિષયો પર પ્રગટ થતી માહિતી પુસ્તિકઓ છે જે દર મહીને ૨ લેખે અને વાર્ષિક ધોરણે ૨૪ જેટલી પ્રગટ થાય છે. અત્યારે આ પુસ્તિકાઓનું પ્રકાશન ઈમેજ પ્રકાશન મુંબઈ દ્વારા થાય છે. પરિચય પુસ્તિકાનો પ્રારંભ ૧૯૫૮ની સાલમા વાડીલાલ ડગલી, પં.સુખલાલ, ઉમાશંકર જોશી, મહેન્દ્ર દેસાઈ, કિસનલાલ દિવાનજી અને જ્યવદન તક્તાવાલા દ્વારા થયો હતી. વાડીલાલ ડગલી અને યશવંત દોશી તે સમયે તેના સંપાદકો હતા. આ પુસ્તિકાઓ છેલ્લા ૬૦ કરતા પણ વધુ સમયથી પ્રકાશીત થાય છે અને અત્યાર સુધી લગભગ ૧૪૦૦ કરતા પણ વધારે પુસ્તિકાઓમાં વિવિધ વિષયો અને સાંપ્રત મુદ્દાઓ ને આવરી લેવાયા છે. આ પુસ્તિકાઓ વિશ્વકોશ પ્રણાલી પ્રમાણે લખાય છે. વિષયોનું ચયન અને લખાણ જે તે વિષયોના તજજ્ઞ લેખકો દ્વારા થાય છે. તેમાંના બધા જ વિષયો સંસ્કારી પ્રજા માટે અવશ્ય જાણવા જેવા અને જિજ્ઞાસાપોષક તેમજ વર્ધક હોય છે.[૧] પુસ્તિકાઓ ગુજરાતીમાં પ્રગટ થાય છે છતાં જે જ્ઞાનસંભાર હોય છે તે ભારતની અનેક ભાષાઓ તેમજ વિદેશી ભાષાઓનાં મહત્ત્વનાં લખાણોમાંથી સુયોગ્ય રીતે સંકલિત હોય છે.જે લેખકો પસંદ કરવામાં આવે છે તેઓ પોતાના વિષયના નિષ્ણાત અને નીવડેલા હોય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "પરિચય-પુસ્તિકા પ્રવૃત્તિ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2021-11-13.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]