લખાણ પર જાઓ

પાતાળપાણી ધોધ

વિકિપીડિયામાંથી
પાતાળપાણી ધોધ
ઈન્દોર થી ૩૫ કિલોમીટર મહુ તરફ જતાં આવેલ પાતાળપાણી ધોધ

પાતાળપાણી ધોધ ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યના ઈન્દોર જિલ્લામાં પાતાળપાણી ગામ ખાતે આવેલ છે. આ ધોધ આશરે ૩૦૦ ફુટ જેટલી ઊંચાઈ ધરાવે છે. આ સ્થળ આસપાસના વિસ્તાર માટે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ તેમ જ ટ્રેકિંગ સ્પોટ છે.

આ પાણીનો પ્રવાહ વરસાદની મોસમ (સામાન્ય રીતે જુલાઈ પછી) દરમિયાન સૌથી વધુ રહે છે. પછી આ પ્રવાહ ઘટી જાય છે, લગભગ ઉનાળાની મોસમમાં આ પ્રવાહ માત્ર ટપકતો હોય છે.

વ્યુત્પત્તિશાસ્ત્ર

[ફેરફાર કરો]

સ્થાનિક લોકસાહિત્ય અનુસાર, આ ધોધનો ખાડો (કુંડ) તળિયામાં ઘણો ઊંડો હોવાથી પાતાળ તરીકે (ભારતીય પૌરાણિક) ઓળખાય છે. તેથી આ ધોધને પાતાળપાણી કહેવામાં આવે છે.

પાતાળપાણી રેલ્વે સ્ટેશન સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે (૨ કિ. મી.) જે ઇન્દોર-ખંડવા રેલમાર્ગ પર આવેલ છે. મહુ નજીકનું શહેર છે.

૨૦૧૧ અકસ્માત-મૃત્યુ

[ફેરફાર કરો]

ચોમાસા (જુલાઈ-સપ્ટેમ્બર) દરમિયાન આ વિસ્તારમાં એકદમ રેલ (ફ્લેશ ફ્લડ) આવે છે. ૧૭ જુલાઈ ૨૦૧૧ના રોજ ઉપરવાસમાં ભારે વરસાદ આવ્યો હતો. આ વેળા અહીં ૫૦ મુલાકાતીઓ હતા, તેમાંથી ઘણા પિકનિક મનાવતા ધોધ નજીક બેઠા હતા. તે સમયે સ્થાનિક ગ્રામજનોએ ચેતવણી આપી તેમને આ જોખમી છે અને તેમને પાણીથી દૂર ખસેડવા કહ્યું હતું. ઘણા મુલાકાતીઓ સલામતી માટે દૂર ખસી ગયા, પરંતુ પાંચ લોકો ત્યાં જ રહ્યા હતા. ત્યારે આ પાણીનો પ્રવાહ વધવાની શરૂઆત થઈ ગઈ હતી. આથી તેઓ ત્યાંથી ખસવા માટે પ્રવાહ પાર કરવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ તેઓ પાણીના પ્રવાહમાં ઘસડાઈ ગયા હતા.[] એમાંથી માત્ર બે જ જણ બચી ગયા હતા. એક સપ્તાહ પછી તેમનાં મૃત શરીર મળી આવ્યા હતાં. જેમનાં નામ છે : ચાવી ધૂત (૧૮ જુલાઇ), તેના પિતા ચંદ્રશેખર (૧૯ જુલાઈ) અને મુદિતા રાઠી (૨૦ જુલાઈ).[] આ ઘટનાનો એક વિડિઓ પણ વાયરલ થયો છે. ત્યારબાદ, સ્થાનિક વહીવટ દ્વારા દુર્ઘટના ટાળવા પુલ અને પગથિયાંવાળો રસ્તો બાંધવામાં આવેલ છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]