લખાણ પર જાઓ

પિન પાર્વતી ઘાટ

વિકિપીડિયામાંથી

પિન પાર્વતી ઘાટ (અંગ્રેજી: Pin Parvati Pass) એ એક પર્વત આરોહણ માર્ગનો ઘાટ છે, જે ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યના પાર્વતી ખીણ વિસ્તારને પિન ખીણ વિસ્તાર સાથે જોડે છે. આ માર્ગ સૌ પ્રથમ ૧૮૮૪ના વર્ષમાં ઓગસ્ટ ઓગસ્ટ મહિનામાં સર લૂઈસ ડેને દ્વારા  સ્પિતિ ખીણમાં જવાના વૈકલ્પિક માર્ગ તરીકે શોધી કાઢવામાં આવ્યો હતો. આ ઘાટ દ્વારા કુલુ તરફની ફળદ્રુપ અને રસાળ પાર્વતી ખીણ સાથે સ્પિતિ તરફની પિન ખીણ તરફ પદ આરોહણ કરી જઈ શકાય છે.

વર્તમાન સમયમાં આ એક લોકપ્રિય પદ આરોહણ માર્ગ (ટ્રેકિંગ રૂટ) છે, છતાં હજુ સુધી ઘણા ઓછા આરોહકોએ તેની મુલાકાત લીધી છે. આ ટ્રાન્સ હિમાલયન માર્ગ કુલુ અને સ્પિતિ ખીણ વચ્ચેનો સૌથી ટૂંકો માર્ગ છે. એકવાર પિન-પાર્વતી ઘાટ (૫૩૧૯ મીટર) પસાર કરીએ ત્યાં જ વાતાવરણમાં એક મોટો ફેરફાર જોવા મળે છે – પિન ખીણ તરફના પર્વત ઢોળાવ તરત જ ઉજ્જડ અને કઠોર ભાસે છે. આ ફેરફાર પ્રચલિત સંસ્કૃતિમાં પણ જોવા મળે છે. કુલુ તરફના રહેવાસીઓમાં હિંદુ ધર્મ સંસ્કૃતિ જોવા મળે છે, જ્યારે સ્પિતિ તરફના રહેવાસીઓમાં બૌદ્ધ ધર્મની સંસ્કૃતિ જોવા મળે છે.

ભારતીય હિમાલય ખાતેના આ સૌથી પડકારરૂપ આરોહણ માર્ગ તરીકે ગણાતા આ ઘાટને પસાર કરવો એ ખૂબ જ ગૌરવપૂર્ણ ગણાય છે.

પિન પાર્વતી પદ આરોહણ (ટ્રેક)[ફેરફાર કરો]

ભારતમાં આ પિન પાર્વતી ખીણ પદ આરોહણ (ટ્રેક) સૌથી રોમાંચક અને પડકારરૂપ ટ્રેકિંગ માર્ગ છે. પિન પાર્વતી ઘાટ એક પર્વત ઓળગવાનો માર્ગ છે. આ પદ આરોહણ સામાન્ય રીતે જુલાઈ થી સપ્ટેમ્બર મહિના દરમિયાન હાથ ધરવામાં આવે છે અને તે માટે ઉત્તમ આરોહણ કૌશલ્ય અને તકનિકોમાં પારંગત હોવું જરૂરી છે. ઓગસ્ટ ૧૮૮૪ના સમયમાં આ માર્ગ સૌ પ્રથમ તેમ જ શોધ કરનાર સર લૂઈસ સ્પિતિ ખીણમાં જવાના વૈકલ્પિક માર્ગની શોધ દરમિયાન ઓળંગ્યો હતો. આ માર્ગ ભારે હિમવર્ષા આલ્પાઇન લાગણી અને જીવનભર યાદ રહી જાય તેવો અનુભવ આપે છે છે. આ અદભૂત ધ્વનિ સાંભળતાં પિન પાર્વતી ઘાટ પસાર કરવો એ સંપૂર્ણ સાહસ અને રોમાંચપૂર્ણ કાર્ય છે. તે જોખમી અને મુશ્કેલ ઘાટ છે કારણ કે તે અત્યંત ઊંચાઈ ધરાવે છે. આ આરોહણ માર્ગ કુલુ જિલ્લાના બારશેની ગામ ખાતેથી શરૂ થાય છે, ત્યાં સુધી સડક માર્ગથી વાહન દ્વારા પહોંચી શકાય છે. બારશેની જવાનો માર્ગ શરૂ થાય છે ભૂંટર પાસેથી, જે દિલ્હી-મનાલી રાષ્ટ્રીય ધોરી માર્ગ પર મનાલી પહેલાં ૫૦ કિ.મી. ના અંતરે આવેલ છે.

બાહય કડીઓ[ફેરફાર કરો]

31°50′37″N 77°50′32″E / 31.8437°N 77.8421°E / 31.8437; 77.8421