પોલિએસ્ટર

વિકિપીડિયામાંથી
ગડી વાળેલા પોલિએસ્ટરના રેસાનું ચિત્ર
પોલિએસ્ટર શર્ટનો ક્લોઝ-અપ
સ્પીકરના કવરના કાપડનો સુપરમેક્રો ક્લોઝઅપ

પોલિએસ્ટર એ પોલિમરનો એવો વર્ગ છે જે તેની મુખ્ય શ્રૃંખલામાં ક્રિયાશીલ સમૂહ તરીકે એસ્ટર ધરાવે છે. ઘણા પોલિએસ્ટરો છે તેમ છતાં ચોક્કસ "પોલિએસ્ટર" શબ્દ મોટે ભાગે પોલિઇથિલિન ટેરેપ્થાલેટ (પીઇટી)(PET) માટે વપરાય છે. પોલિએસ્ટરમાં છોડની ત્વચામાં ક્યુટિન જેવા કુદરતી રીતે બનતા રસાયણો તેમજ પોલિકાર્બોનેટ અને પોલિબ્યુટાયરેટ જેવા તબક્કાવાર રીતે વૃ્દ્ધિવાળા પોલિમરાઇઝેશન દ્વારા બનતા સંશ્લેષિત પદાર્થોનો સમાવેશ થાય છે. કુદરતી પોલિએસ્ટરો અને કેટલાક સંશ્લેષિત પોલિએસ્ટરો જૈવિક રીતે વિઘટન પામી શકે છે પરંતુ મોટા ભાગના સંશ્લેષિત પોલિએસ્ટર જૈવિક રીતે વિઘટન પામતા નથી.

તેના રાસાયણિક માળખાને આધારે પોલિએસ્ટર થર્મોપ્લાસ્ટિક અથવા થર્મોસેટ હોઇ શકે છે જો કે મોટા ભાગના સામાન્ય પોલિએસ્ટરો થર્મોપ્લાસ્ટિક્સ હોય છે.[૧]

પોલિએસ્ટરના દોરા અથવા યાર્નમાંથી વણાયેલા કાપડનો કપડા અને ઘર સજાવટની વસ્તુઓ, શર્ટથી લઇને પેન્ટ અને જેકેટથી લઇને ટોપી, ચાદર, ધાબળા અને રાચરચિલા સુધીમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. ઔદ્યોગિક પોલિએસ્ટર રેસા, યાર્ન અને દોરડાનો ટાયર રિઇન્ફોર્સમેન્ટ, કન્વેયર પટ્ટા, સલામતી પટ્ટા અને કોટેડ ફેબ્રિક્સ માટેના કાપડમાં અને ભારે ઊર્જા શોષક ક્ષમતા ધરાવતા પ્લાસ્ટિક રિઇન્ફોર્સમેન્ટમાં ઉપયોગ થાય છે. પોલિએસ્ટરના રેસાનો તકીયા, ગાદલા અને ખોળીયાના પેડિંગમાં પોચા અને રોધક પદાર્થ તરીકે ઉપયોગ થાય છે.

સંશ્લેષિત કપડું (કપાસ અને ઊન જેવા) કુદરતી સેવામાંથી વણેલા કપડાની તુલનાએ ઓછો કુદરતી અનુભવ કરાવે છે ત્યારે પોલિએસ્ટર કપડું કુદરતી કપડાની તુલનાએ ઓછી કરચલીઓ, ટકાઉપણુ અને ઊંચી રંગ જાળવણી જેવા વધુ નિશ્ચિત લાભ આપે છે. પરિણામે મિશ્રિત ગુણધર્મોવાળું કાપડ તૈયાર કરવા માટે ઘણીવાર પોલિએસ્ટર રેસાને કુદરતી રેસાની સાથે વણવામાં આવે છે. સંશ્લેષિત રેસાઓ પાણી, પવન અને પર્યાવરણી સામે છોડમાંથી મેળવેલા રેસાઓની તુલનાએ વધુ અવરોધ આપે છે.

પોલિએસ્ટરોનો "પ્લાસ્ટિક"ની બાટલીઓ, ફિલ્મ, ટરપૌલિન, કેનોઝ લિક્વિડ ક્રિસ્ટલ ડિસપ્લે, હોલોગ્રામ, ગાળક, કેપેસિટર માટે ડાઇઇલેક્ટ્રિક ફિલ્મ, વાયર અને ઇન્સ્યુલેટિંગ ટેપ માટે ફિલ્મ ઇન્શ્યુલેશન બનાવવા માટે પણ ઉપયોગ થાય છે.

પ્રવાહી સ્ફટિકીય પોલિએસ્ટરો ઔદ્યોગિક રીતે વપરાતા પ્રથમ પ્રવાહી સ્ફટિકીય પોલિમર છે. તેમના મિકેનિકલ ગુણધર્મ અને ઊષ્મા સામે અવરોધની ક્ષમતાને કારણે તેમનો ઉપયોગ થાય છે. તેમના આ ગુણધર્મને કારણે તેઓ જેટ એન્જિનમાં એબ્રેડેબલ સીલ તરીકે ઉપયોગમાં પણ મહત્ત્વના છે.

પોલિએસ્ટરોનો ગિટાર, પિયાનો જેવી ઉચ્ચ ગુણવત્તાવાળા લાકડામાંથી બનેલી વસ્તુઓ અને વાહનો/યોટ આંતરિકસજ્જા જેવી વસ્તુઓ પર ચળકાટ લાવવા માટે તેનો વ્યાપક ઉપયોગ થાય છે. બર્ન્સ ગિટાર્સ, રોલ્સ રોય્સ અને સનસીકર એવી કંપનીઓ પૈકીની કેટલીક કંપનીઓ છે જે તેમના ઉત્પાદનોને ચળકાટ આપવા માટે પોલિએસ્ટરોનો ઉપયોગ કરે છે. સ્પ્રે કરીને ઉપયોગમાં લઇ શકાય તેવા પોલિએસ્ટરોનો થાઇક્સોટ્રોપિક ગુણધર્મ તેમને ખુલ્લા દાણાદાર લાકડા પર ઉપયોગ માટે શ્રેષ્ઠ બનાવે છે. કારણકે તેઓ જાડા આવરણ મારફતે લાકડાના દાણાઓને ભરી દે છે. ક્યોર્ડ પોલિએસ્ટરોને કાચ પેપર ઘસીને ઊંચી ચમક અને ટકાઉપણા ધરાવતા ચળકાટવાળી સપાટીમાં પોલીશ કરી શકાય છે.

પ્રકારો[ફેરફાર કરો]

થર્મોપ્લાસ્ટિક તરીકે પોલિએસ્ટરો ઉષ્માના ઉપયોગ બાદ તેમનો આકાર બદલી શકે છે. પોલિએસ્ટરો ઊંચા તાપમાને જ્વલનશીલ હોય છે ત્યારે જ્વાળામાંથી સંકોચાય છે અને જ્વલન પર આત્મ અગ્નિશામક બને છે. પોલિએસ્ટર રેસા ઊંચી સજ્જડતા અને ઇ-મોડ્યુલસ તેમજ નીચી જળ શોષણ અને અન્ય ઔદ્યોગિક રેસાઓની તુલનાએ લઘુત્તમ સંકોચન ક્ષમતા ધરાવે છે.

અસાંદ્ર પોલિએસ્ટરો (યુપીઆર) (UPR) થર્મોસેટિંગ રેઝિન છે. તેમનો બીબાકામના પદાર્થો, ફાઇબરગ્લાસ લેમિનેટિંગ રેઝિન અને નોન-મેટાલિક ઓટો બોડી ફિલર્સ તરીકે ઉપયોગ થાય છે. ફાઇબરગ્લાસ રિઇન્ફોર્સ્ડ અસાંદ્ર પોલિએસ્ટરોનો યોજના માળખાતમાં તેમજ કારના માળખાના ભાગ તરીકે વ્યાપક ઉપયોગ થાય છે.

તેમની મુખ્ય શ્રૃંખલાને આધારે પોલિએસ્ટરોના પ્રકાર નીચે મુજબ હોઇ શકે છે:

મુખ્ય શ્રૃંખલાનું બંધારણ આવર્તનીય એકમોની સંખ્યા પોલિએસ્ટરના ઉદાહરણો ઉત્પાદન પદ્ધતિના ઉદાહરણો
એલિફેટિક હોમોપોલિમર પોલિગ્લાયકોલાઇડ અથવા પોલિગ્લાયકોલિક એસિડ (પીજીએ)(PGA) ગ્લાયકોલિક એસિડનું પોલિકન્ડેન્સેશન
પોલિલેક્ટિક એસિડ (પીએલએ) (PLA)
પોલિકેપ્રોલેક્ટોન (પીસીએલ) (PCL) રિંગ ઓપનિંગ પોલિમરાઇઝેશન કેપ્રોલેક્ટોનનું
કોપોલિમર પોલિઇથિલિન એડિપેટ (પીઇએ) (PEA)
પોલિહાઇડ્રોઝાયલ્કાનોટ (પીએચએ) (PHA)
સેમિ-ઓટોમેટિક કોપોલિમર પોલિઇથિલિન ટેરેપ્થાલેટ (પીઇટી) (PET) ઇથિલિન ગ્લાયકોલ સાથે ટેરેપ્થાલિક એસિડનું પોલિકન્ડેન્સેશન
પોલિબ્યુટિલિન ટેરેપ્થાલેટ (પીબીટી) (PBT) 2,3-બ્યુટેનડાયોલ સાથે ટેરેપ્થાલિક એસિડનું પોલિકન્ડેન્સેશન
પોલિટ્રાઇમિથાઇલિન

ટેરેપ્થાલેટ (પીટીટી) (PTT)

ટેરેપ્થાલેટિક એસિડનું 1,3-પ્રોપેનડાયોલ સાથે પોલિકન્ડેન્સેશન
પોલિઇથિલિન નેપ્થેલેટ (પીઇએન) (PEN) ઇથિલિન ગ્લાયકોલનું એક અથવા વધુ નેપ્થેલિન ડાઇકાર્બોક્ઝિલિક એસિડ સાથે પોલિકન્ડેન્સેશન
એરોમેટિક કોપોલિમર વેક્ટ્રાન

પોલિએસ્ટરમાં એરોમેટિક ભાગનો વધારો કરતા તેની ગ્લાસ ટ્રાન્ઝિશન તાપમાન, ગલનબિંદુ, થર્મલ સ્ટેબિલિટી, કેમિકલ સ્ટેબિલિટી.... વગેરેમાં વધારો થાય છે.

પોલિએસ્ટરો પોલિકેપ્રોલેક્ટોન ડાયોલ (પીસીએલ) ((PCL)) અને પોલિઇથિલિન એડિપેટ ડાયોલ (પીઇએ) (PEA)ની જેમ ટેલિકેલિક ઓલિગોમર્સ પણ છે. તેઓ બાદામં પ્રીપોલિમર તરીકે ઉપયોગમાં લેવાય છે.

ઉદ્યોગ[ફેરફાર કરો]

મૂળભૂત[ફેરફાર કરો]

પોલિએસ્ટર એ પ્યોરિફાઇડ ટેરેપ્થાલેટિક એસિડ (પીટીએ) (PTA) અથવા તેના ડાઇમિથાઇલ એસ્ટર ડાઇમિથાઇલ ટેરેપ્થાલેટ (ડીએમટી) (DMT) અને મોનોઇથિલિન ગ્લાયકોલ (એમઇજી) (MEG)ના બનલા સંશ્લેષિત પોલિમર છે. બજારમાં ઉત્પાદન થતા તમામ પ્રકારના પ્લાસ્ટિક પદાર્થોમાં 18 ટકા બજાર હિસ્સા સાથે તે પોલિઇથિલિન (33.5%) અને પોલિપ્રોપિલિન (19.5%) બાદનું ત્રીજું સ્થાન ધરાવે છે.

મુખ્ય કાચોામલ નીચે જણાવ્યા મુજબનો છેઃ

 • પ્યોરિફાઇડ ટેરેપ્થાલેટિક એસિડ – પીટીએ (PTA) – કેસ નંબર (CAS-No.): 100-21-0
પર્યાયવાચી શબ્દ: 1,4 બેન્ઝીનડાઇકાર્બોક્ઝિલિક એસિડ,
અણુસૂત્ર; C6H4(COOH)2 , મોલ વજન: 166,13
 • ડાઇમિથાઇલટેરેપ્થાલેટ – ડીએમટી (DMT)- કેસ નંબર (CAS-No): 120-61-6
પર્યાયવાચી શબ્દ: 1,4 બેન્ઝીનડાઇકાર્બોક્ઝિલિક એસિડ ડાઇમિથાઇલ એસ્ટર
અણૂસૂત્ર C6H4(COOCH3)2 , મોલ વજન: 194,19
 • મોનો ઇથિલિન ગ્લાયકોલ – એમઇજી (MEG) – કેસ નંબર (CAS No.): 107-21-1
પર્યાયવાચી શબ્દ: 1,2 ઇથેનિડાયોલ
અણૂસૂત્ર: C2H6O2 , મોલ વજન: 62,07

પીટીએ (PTA)[૨], ડીએમટી (DMT)[૩] અને એમઇજી (MEG)[૪] માટે પોલિએસ્ટરના કાચામાલની વધુ માહિતી વેબપેજ ઇનકેમ (INCHEM) "કેમિકલ સેફ્ટી ઇન્ફર્મેશન ફ્રોમ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ" પરથી મળી શકે છે.

ઊંચા અણુભારવાળા પોલિમર બનાવવા માટે ઉદ્વિપકની જરૂર પડે છે. સૌથી સામાન્ય ઉદ્વિપક એન્ટિમોની ટ્રાયોક્સાઇડ (અથવા એન્ટિમોની ટ્રાઇ એસિડેટ) છે:

એન્ટિમોની ટ્રાયોક્સાઇડ – અટીઓ (ATO) – કેસ નંબર (CAS-No.): 1309-64-4 પર્યાયવાચી શબ્દ: કોઇ નહીં, મોલ વજન: 291,51 અણૂસૂત્ર: Sb2O3

2008માં લગભગ 49 માયો ટી પોલિઇથિલિન ટેરેપ્થાલેટનું ઉત્પાદન કરવા 10 000 ટી Sb2O3નો ઉપયોગ થતો હતો.

પોલિએસ્ટર નીચે મુજબ વર્ણવામાં આવ્યા છે.

પોલિઇથિલિન ટેરેપ્થાલેટ કેસ નંબર (CAS-No.): 25038-59-9 પર્યાયવાચી શબ્દ / ટૂકાંશબ્દ: પોલિએસ્ટર, પીઇટી (PET), પીઇએસ (PES) અણૂસૂત્ર: H-[C10H8O4]-n=60-120 OH, મોલ એકમ ભાર: 192,17

પોલિએસ્ટરના મહત્ત્વ પાછળ કેટલાક કારણો જવાબદાર છેઃ

 • કાચામાલ પીટીએ (PTA), ડીએમટી (DMT) અને એમઇજી (MEG)ની પ્રમાણમાં સરળતાથી ઉપલબ્ધતા
 • પોલિએસ્ટર સંશ્લેષણની સારી રીતે સમજાયેલી અને વર્ણવાયેલી સરળ રાસાયણિક પ્રક્રિયા
 • પોલિએસ્ટરના ઉત્પાદન અને પ્રક્રિયા દરમિયાન તમામ કાચામાલ અને આડપેદાશોમાં ઝેરી તત્ત્વોની નીચી હાજરી.
 • પીઇટી (PET)નું પર્યાવરણમાં નીચા ઉત્સર્જન દરે બંધ લૂપમાં ઉત્પાદન શક્ય
 • પોલિએસ્ટરના અદભૂત મિકેનિકલ અને રાસાયણિક ગુણધર્મો
 • પુનઃઉપયોગમાં લેવાની ક્ષમતા
 • પોલિએસ્ટરમાંથી વિવિધ પ્રકારના ઇન્ટરમિડીયેટ અને અંતિમ પેદાશોનું ઉત્પાદન

ટેબલ 1માં પોલિએસ્ટરનું અંદાજિત સરેરાશ વૈશ્વિક ઉત્પાદન દર્શાવેલું છે. તેના વિવિધ ઉપયોગોમાં કાપડ પોલિએસ્ટર, બોટલ પોલિએસ્ટર રેઝિન, ફિલ્મ પોલિએસ્ટર મુખ્યત્વે પેકેજિંગ અને એન્જિનિયરિંગ માટે સ્પેશિયાલિટી પોલિએસ્ટરોનો સમાવેશ થાય છે. આ ટેબલ મુજબ વર્ષ 2010 પહેલા પોલિએસ્ટરનું કુલ ઉત્પાદન 5 કરોડ ટનથી વધુ વધે તેવી ધારણા છે.

ટેબલ 1: પોલિએસ્ટરનું વૈશ્વિક ઉત્પાદન

વાર્ષિક બજાર કદ
ઉત્પાદન 2002 [Mio t/a] 2008 [Mio t/a]
ટેક્સ્ટાઇલ-પીઇટી (PET) 20 39
રેઝિન, બોટલ/A-પીઇટી (PET) 9 16
ફિલ્મ-પીઇટી (PET) 1.2 1.5
સ્પેશિયલ પોલિએસ્ટર 1 2.5
કુલ 31.2 49

કાચોમાલ ઉત્પાદકો[ફેરફાર કરો]

કાચામાલ પીટીએ (PTA), ડીએમટી (DMT), અને એમઇજી (MEG)નું ઉત્પાદન મુખ્યત્વે મોટી કેમિકલ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે, આ કંપનીઓ ઘણીવાર ક્રૂડ ઓઇલ રિફાઇનરી સાથે સંકલિત થયેલી હોય છે જેમાં પીટીએનું ઉત્પાદન કરવા માટે p -ઝાયલિન કાચોમાલ હોય છે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) (LPG) એમઇજી (MEG) માટે કાચોમાલ હોય છે.

બીપી, રિલાયન્સ, સાઇનોપેક, એસકે-કેમિકલ્સ, મિત્સુઇ અને ઇસ્ટમેન કેમિકલ્સ મોટા પીટીએ (PTA) ઉત્પાદકો છે. એમઇજી (MEG)નું ઉત્પાદન મોટે ભાગે 10 વૈશ્વિક કંપનીઓના હાથમાં જેમાં ડાઉ અને પીઆઇસી કુવૈતનું સંયુક્ત સાહસ મીગ્લોબલ અને ત્યાર બાદના ક્રમે સેબિક અગ્રેસર છે.

વિશ્વની સૌથી મોટી પોલિએસ્ટર ઉત્પાદક કંપનીઓમાં નીચે મુજબની કંપનીઓનો સમાવેશ થાય છે:

આર્ટિનીયસ, એડવાન્સા, ડેક, ડ્યુપોન્ટ, ઇસ્ટમેન, હ્યોસંગ, હુવિસ, ઇન્ડોરામા, ઇનવિસ્ટા, જીયાન્ગ્સુ હેંગ્લી કેમિકલ ફાઇબર, જીયાન્ગ્સુ સનફાંગ્ક્સીયન ઇન્ડસ્ટ્રી, એમ એન્ડ જી ગ્રૂપ, મિત્સુઇ, મિત્સુબિશી, નાનયા પ્લાસ્ટિક્સ, રીચહોલ્ડ, રિલાયન્સ, રોંગશેન્ગ, સેબિક, ટીજિન, ટોરે, ટ્રેવિરા, ટન્ટેક્સ, વેલમેન, યીઝેન્ગ સાઇનોપેક અને ઝેજીયાંગ હેન્ગી પોલિમરાઇઝેશનનો સમાવેશ થાય છે.

પોલિએસ્ટર પ્રક્રિયા[ફેરફાર કરો]

પીગળેલા સ્વરૂપમાં પોલિમર ઉત્પાદનના પ્રથમ તબક્કાબાદ ઉત્પાદનો તેના ઉપયોગને આધારે બે મુખ્ય ભાગમાં વહેંચાય છે જેમાં કાપડ ક્ષેત્રે ઉપયોગ અને પેકેજિંગ ક્ષેત્રે ઉપયોગનો સમાવેશ થાય છે. આકૃતિ 2માં કાપડ અને પેકેજિંગ પોલિએસ્ટરના મુખ્ય ઉપયોગો દર્શાવેલા છે.

ટેબલ 2: કાપડ અને પેકેજિંગ પોલિએસ્ટરના ઉપયોગની યાદી

પોલિએસ્ટર-આધારિત પોલિમર (પીગળેલા અથવા દાણા સ્વરૂપમાં)
કાપડ પેકેજિંગ
સ્ટેપલ ફાઇબર (પીએસએફ) (PSF) સીએસડી, પાણી, બીયર, જ્યૂસ, પ્રક્ષાલકો માટે બાટલીઓ
ફિલામેન્ટ્સ પીઓવાય (POY), ડીટીવાય (DTY), એફડીવાય (FDY) A-પીઇટી (PET) ફિલ્મ
ટેકનિકલ યાર્ન અને ટાયર કોર્ડ થર્મોફોર્મિંગ
નોન-વોવન અને સ્નબોન્ડ બીઓ-પીઇટી (PET) બાઇએક્સિયલ ઓરિએન્ટેડ ફિલ્મ
મોનો-ફિલામેન્ટ સ્ટ્રેપિંગ

સંક્ષિપ્ત શબ્દો: પીએસએફ (PSF) = પોલિએસ્ટર સ્ટેપલ ફાઇબર; પીઓવાય (POY) = પાર્શિયલી ઓરિએન્ટેડ યાર્ન; ડીટીવાય (DTY0 = ડ્રો ટેક્સ્ચર યાર્ન; એફડીવાય (FDY) = ફુલ્લી ડ્રોન યાર્ન; સીએસડી (CSD) = કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિન્ક; A-પીઇટી (PET) = એમોર્ફસ પોલિએસ્ટર ફિલ્મ; બીઓ-પીઇટી (PET) = બાયએક્સિયલ ઓરિએન્ટેડ પોલિએસ્ટર ફિલ્મ;

પોલિએસ્ટર ઉત્પાદનના બહુ જ નાના બજાર સેગમેન્ટનો (<< 1 મિલિયન ટન/વર્ષ) એન્જિનિયરિંગ પ્લાસ્ટિક્સ અને માસ્ટરબેચનું ઉત્પાદન કરવા માટે થાય છે.

ઊંચી કાર્યક્ષમતાવાળા પોલિએસ્ટર મેલ્ટનું ઉત્પાદન કરવા માટે ઊંચા ઉત્પાદનવાળી પ્રક્રિયાના પગલા જેવા કે સ્ટેપલ ફાઇબર (50–300 ટન/દિવસ પ્રતિ સ્પિનિંગ લાઇન) અથવા પીઓવાય (POY) / એફડીવાય (FDY) (કુલ 600 ટન/દિવસ 10 સ્પિનિંગ મશિનમાં)નો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા વધુને વધુ સમક્ષિતિજ, સંકલિત અને સીધી છે. તેનો અર્થ તે થયો કે પોલિમર મેલ્ટને દાણા બનાવવાના સામાન્ય પગલા વગર જ સીધા કાપડના રેસા અથવા ફિલામેન્ટમાં ફેરવી શકાય છે. પોલિએસ્ટરનું જ્યારે એક જ સ્થળ પર ક્રૂડ ઓઇલ અથવા ડિસ્ટિલેશન પ્રોડક્ટમાંથી તેલ -> બેન્ઝીન -> પીએકસ (PX) -> પીટીએ (PTA) -> પેટ મેલ્ટ -> ફાઇબર / ફિલામેન્ટ અથવા બોટલ ગ્રેડ રેઝિન શ્રૃંખલામાં ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે આપણે તેને સમક્ષિતિજ સંકલિત ઉત્પાદન પ્રક્રિયા કહીએ છીએ. આવી સંકલિત પ્રક્રિયા સામાન્ય રીતે એક જ ઉત્પાદન સ્થળ પર વધતા ઓછા પ્રમાણમાં વિક્ષેપ ઉભો કર્યા વગર સ્થાપવામાં આવે છે. ઇસ્ટમેન કેમિકલ્સે તેની કથિત ઇન્ટિગ્રેક્સ પ્રક્રિયા મારફતે શ્રૃંખલાને પીએક્સથી પીઇટી (PET) રેઝિન સુધીમાં બંધ કરવાનો વિચાર રજૂ કર્યો હતો. આવા સમક્ષિતિજ, સંકલિત ઉત્પાદન એકમની ક્ષમતા >1000 ટન/દિવસ હોય છે અને 2500 ટન/દિવસ સરળતાથી હાંસલ કરી શકાય છે.

સ્ટેપલ ફાઇબર અથવા યાર્નનું ઉત્પાદન કરવા માટે ઉપર દર્શાવેલા મોટા પ્રોસેસિંગ એકમો ઉપરાંત હજારો નાના અને લઘુ પ્રોસેસિંગ એકમો સક્રિય છે જેના પરથી અંદાજ લગાવી શકાય કે પોલિએસ્ટર દુનિયામાં 10,000થી વધુ એકમોમાં પ્રોસેસ અને રિસાયકલ થાય છે. તેમાં આપૂર્તિ ઉદ્યોગમાં સંકળાયેલી તમામ કંપનીઓનો સમાવેશ થતો નથી. જે એન્જિનિયરિંગ અને પ્રોસેસિંગ મશિનથી શરૂ થઇને સ્પેશિયલ એડિટિવ્સ, સ્ટેબિલાઇઝર્સ અને રંગો સુધી ફેલાયેલી છે. તે મહાકાય ઉદ્યોગ સંકુલ છે અને તે હજુ પણ વૈશ્વિક ક્ષેત્રને આધારે વાર્ષિક 4-8 ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે. પોલિએસ્ટર ઉદ્યોગની ઉપયોગી માહિતી [૫]માંથી મળી શકે છે. જેમાં "પોલિએસ્ટર ઉદ્યોગમાં કોણ શું ઉત્પાદન કરે છે"ની માહિતી ધીમે ધીમે વિકસાવાઇ રહી છે.

સંશ્લેષણ[ફેરફાર કરો]

પોલિએસ્ટરનું સંશ્લેષણ સામાન્ય રીતે પોલિકન્ડેન્સેશન પ્રક્રિયા દ્વારા કરાય છે. જુઓ "કન્ડેન્સેશન પ્રક્રિયાs પોલિમર કેમિસ્ટ્રીમાં". ડાયોલના ડાઇએસિડ સાથેની પ્રક્રિયાનું સામાન્ય સમીકરણ આ મુજબ છેઃ (n+1) R(OH)2 + n R´(COOH)2 ---> HO[ROOCR´COO]nROH + 2n H2O

એઝીયોટ્રોપ એસ્ટરિફિકેશન[ફેરફાર કરો]

આ ક્લાસિકલ પદ્ધતિમાં આલ્કોહોલ અને કાર્બોક્ઝિલિક એસિડ પ્રક્રિયા કરીને કાર્બોક્ઝિલિક એસ્ટર બનાવે છે. પોલિમરને ભાગા કરવા પ્રક્રિયા દ્વારા પેદા થતા પાણીને એઝીયોટ્રોપ ડિસ્ટિલેશન દ્વારા સતત દૂર કરતા રહેવું જોઇએ.

આલ્કોહોલિક ટ્રાન્સએસ્ટરિફિકેશન[ફેરફાર કરો]

O \\ C - OCH3 + OH[ઓલિગોમર2] / [ઓલિગોમર1] O \\ C - O[ઓલિગોમર2] + CH3OH / [ઓલિગોમર1]
(એસ્ટર-દૂર કરેલું ઓલિગોમર + આલ્કોહોલ દૂર કરેલું ઓલિગોમર)   (મોટું ઓલિગોમર + મિથેનોલ)

એસાયલેશન (HCl પદ્ધતિ)[ફેરફાર કરો]

એસિડ ક્લોરાઇડ સાથે એસિડની શરૂઆત થાય છે અને આમ પાણીના સ્થાને હાઇડ્રોક્લોરિક એસિડ (HCl)ના ઉત્પાદન સાથે પોલિકન્ડેન્સેશન પ્રક્રિયા આગળ વધે છે. આ પ્રક્રિયા દ્વાવણ અથવા ઇનેમલમાં હાથ ધરી શકાય છે.

સિલાઇલ પદ્ધતિ
એચસીએલની આ પ્રકારની પદ્ધતિમાં કાર્બોક્ઝિલિક એસિડ ક્લોરાઇડ આલ્કોહોલ સંયોજનના ટ્રાઇમિથાઇલ સિલાઇલ ઇથર સાથે તબદીલ થાય છે અને ટ્રાઇમિથાઇલ સિલાઇલ ક્લોરાઇડનું ઉત્પાદન કરી શકાય છે.

એસિડેટ પદ્ધતિ (એસ્ટરિફિકેશન)[ફેરફાર કરો]

સિલાઇલ એસિડેટ પદ્ધતિ

રિંગ-ઓપનિંગ પોલિમરાઇઝેશન[ફેરફાર કરો]

એલિફેટિક પોલિએસ્ટરોને ઘણી હળવી સ્થિતિમાં લેકટોનમાંથી ભેગા કરી શકાય છે.અને તેનું એનાયનીકલી, કેટાયનીકલી અથવા મેટલોર્ગેનીકલી ઉદ્વિપન કરી શકાય છે.

ક્રોસ-લિન્કિંગ[ફેરફાર કરો]

અસાંદ્ર પોલિએસ્ટરો થર્મોસેટિંગ રેઝિન છે. તે સામાન્ય રીતે ડાયોલને એક અથવા વધુ ડાયોલને સાંદ્ર અને આસાંદ્ર ડાઇકાર્બોક્ઝિલિક એસિડ (મેલિક એસિડ, ફ્યુમેરિક એસિડ... અથવા તેના એનહાઇડ્રાઇડ) સાથે પોલીમરાઇઝ કરીને તૈયાર કરાયેલા કોપોલિમર્સ છે. અસાંદ્ર પોલિએસ્ટરના દ્વીબંધ વિનાઇલ મોનોમર તેમાં પણ ખાસ કરીને સ્ટાયરિન સાથે પ્રક્રિયા કરે છે અને ત્રિ-પરિમાણીય જોડાયેલું માળખું રચે છે. આ માળખું થર્મોસ્ટેટ તરીકે કામ કરે છે. ક્રોસ-લિન્કિંગની પ્રક્રિયા મિથાઇલ ઇથાઇલ કિટોન પેરોક્સાઇડ અથવા બેન્ઝોઇલ પેરોક્સાઇડ જેવા ઓર્ગેનિક પેરોક્સાઇડને સાંકળતી ઉષ્માક્ષેપક પ્રક્રિયાથી શરૂ થાય છે.

આરોગ્ય ઉપર અસર[ફેરફાર કરો]

1993માં પ્રસિદ્ધ થયેલા અભ્યાસમાં જણાયું હતું કે પોલિએસ્ટર અન્ડરવેર નર શ્વાનમાં શુક્રાણૂ આંક અને શુક્રાણૂની ગતિમાં ઘટાડો કરે છે.[૬] માનવ અને ઊંદર પર આવા જ અભ્યાસમાં આવા જ તારણો મળ્યા છે. તેનું કારણ જાણી શકાયું નથી પરંતુ તે રેસા દ્વારા પેદા થતા ઇલેક્ટ્રોસ્ટેટિક ક્ષેત્રને કારણે થતું હોવાનું માનવામાં આવે છે.[૭]

નોંધ[ફેરફાર કરો]

 1. Rosato, Dominick V.; Rosato, Donald V.; Rosato, Matthew V. (2004), Plastic product material and process selection handbook, Elsevier, p. 85, ISBN 9781856174312, http://books.google.com/?id=Lqk5QgGoWFkC. 
 2. પીટીએ સંગ્રહિત ૨૦૧૧-૧૦-૨૧ ના રોજ વેબેક મશિન (PTA)
 3. ડીએમટી સંગ્રહિત ૨૦૧૨-૦૯-૧૮ ના રોજ વેબેક મશિન (DMT)
 4. એમઇજી (MEG)
 5. "કેમિકલ એન્જિનયરિંગ – પોલિએસ્ટર ઇન્ફર્મેશન પ્લેટફોર્મ". મૂળ માંથી 2010-12-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-25.
 6. શફિક, એહમદ(1993), "સ્પર્માટોજિનિસિસ પર વિવિધ પ્રકારના કાપડના રેસાઓની અસર: એક પ્રાયોગિક અભ્યાસ", યુરોલોજિકલ રિસર્ચ 21(5):367-370. સ્પ્રિન્ગર લિન્ક ટુ આર્ટિકલ.
 7. શફિક, એહમદ, "પોલિએસ્ટર કાપડ અને વંધ્યત્વ", એહમદ શફિક ફાઉન્ડેશન ફોર સાયન્સ સંગ્રહિત ૨૦૧૧-૦૭-૦૭ ના રોજ વેબેક મશિન. સુધારો 10 ઓગસ્ટ 2010

સંદર્ભો[ફેરફાર કરો]

 • ટેક્સ્ટાઇલ્સ , સારા કડોલ્ફ અને અન્ના લાંગફોર્ડ દ્વારા. 8મી આવૃત્તિ, 1998.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]