લખાણ પર જાઓ

પોલિયો

વિકિપીડિયામાંથી
પોલિયો
ખાસિયતInfectious diseases, neurology, orthopedics Edit this on Wikidata

પોલિયોમેલાઇટિસ, જેને મોટેભાગે પોલિયો કે 'શિશુઓનો લકવો' પણ કહે છે એક વિષાણુ જનિત ભીષણ સંક્રામક રોગ છે જે સામાન્ય રીતે એક વ્યક્તિ થી બીજા વ્યક્તિ માં સંક્રમિત વિષ્ઠા ખાવાના માધ્યમ દ્વારા ફેલાય છે.[૧] આને 'બાલસંસ્તંભ' (Infa tile Paralysis), 'બાલપક્ષાઘાત', પોલિયો (Poliomyelitis) તથા 'પોલિયો ઓસેફ઼લાઇટિસ' (Polioencephalitis) પણ કહે છે. આ એક ઉગ્ર સ્વરૂપ નો બાળકો માં થતો રોગ છે, જેમાં કરોડરજ્જુ (spinal cord) ના અષ્ટશ્રૃંગ (anterior horn) તથા તેની અંદર સ્થિત ધૂસર વસ્તુમાં અપભ્રંશન (degenaration) થઈ જાય છે અને આના કારણે ચાલકપક્ષાઘાત (motor paralysis) થઈ જાય છે.

આ શબ્દ યૂનાની ભાષા ના પોલિયો (πολίός) અને મીલોન (μυελός) થી વ્યુત્પન્ન થયો છે જેનો અર્થ ક્રમશ: સ્લેટી (ગ્રે) અને "કરોડરજ્જુ" થાય છે સાહતા જોડાયેલ આઇટિસ નો અર્થ શોથ થાય છે ત્રણે ને મેળવી દેતા પોલિયોમેલાઇટિસ [૨] કે પોલિયોકરોડરજ્જુશોથ બને છે હિન્દીમાં આના માટે એક અન્ય શબ્દ બહુતૃષા પણ પ્રયુક્ત થાય છે. પોલિયો સંક્રમણ ના લગભગ ૯૦% મામલામાં કોઈ લક્ષણ નથી હોતાં યદ્યપિ, અગર આ વિષાણુ વ્યક્તિ ના રક્ત પ્રવાહમાં પ્રવેશ કરી લે તો સંક્રમિત વ્યક્તિ માં લક્ષણોં ની એક પૂરી શ્રૃંખલા જોઈ શકાય છે.[૩]

૧% થી પણ ઓછા મામલામાં વિષાણુ કેંદ્રીય તંત્રિકા તંત્રમાં પ્રવેશ કરી જાય છે, અને સૌથી પહેલાં મોટર ન્યૂરૉન્સ (સ્નાયુ) ને સંક્રમિત અને નષ્ટ કરે છે જેના કારણે માંસપેશિઓ માં નબળાઈ આવી જાય છે અને વ્યક્તિ ને તીવ્ર પક્ષાઘાત થઈ જાય છે. પક્ષાઘાત ના વિભિન્ન પ્રકાર એના પર નિર્ભર કરે છે કે આમાં કઈ તંત્રિકાઓ શામિલ છે. કરોડરજ્જુ નો પોલિયોનું સૌથી સામાન્ય રૂપ છે, જેની વિશેષતા અસમમિત પક્ષાઘાત થાય છે જેમાં મોટેભાગે પગ પ્રભાવિત થાય છે. બુલબર પોલિયો થી કપાલીય તંત્રિકાઓ (cranial nerves) દ્વારા સ્ફૂર્તિત માંસપેશિઓ માંનબળાઈ આવી જાય છે. બુલબોસ્પાઇનલ પોલિયો બુલબર અને સ્પાઇનલ (કરોડરજ્જુ) ના પક્ષાઘાત નું સમ્મિલિત રૂપ છે.[૪]

પોલિયોમેલાઇટિસ ને સૌથી પહેલાં ૧૮૪૦ માં જૈકબ હાઇન એ એક વિશિષ્ટ પરિસ્થિતિ ના રૂપમાં ઓળખ્યો,[૫] પણ ૧૯૦૮ માં કાર્લ લેંડસ્ટીનર દ્વારા આના કારણાત્મક એજેંટ, પોલિયોવિષાણુ ની શોધ કરાઈ હતી. [૫] જોકે ૧૯ મી સદી થી પહેલાં લોકો પોલિયો ને એક પ્રમુખ મહામારી ના રૂપ થી અજાણ હતા, પણ ૨૦ મી સદી માં પોલિયો બાળપણની સૌથી ભયાવહ બીમારી બની ને ઉભરાયો. પોલિયોની મહામારીએ હજારો લોકો ને અપંગ કરી દીધા જેમાં વધુપડતા નાના બાળકો હતા અને આ રોગ માનવ ઇતિહાસમાં ઘટિત સૌથી અધિક પક્ષાઘાત અને મૃત્યુઓ નો કારણે બન્યો. પોલિયો હજારો વર્ષોથી ચુપચાપ એક સ્થાનિકમારી વાળા રોગજ઼નક઼ ના રૂપમાં મોજૂદ હતો, પણ ૧૮૮૦ ના દશકમાં આ એક મોટી મહામારી ના રૂપમાં યુરોપમાં ઉદિત થયો, અને આની તુરંત બાદ, આ એક વ્યાપક મહામારી ના રૂપમાં અમેરિકા માં પણ ફેલાઈ ગયો.

૧૯૧૦ સુધી, મોટાભાગના દુનિયા ના ભાગ આની ચપેટમાં આવી ગયાં હતા અને દુનિયા ભરમાં આના શિકારોમાં એક નાટકીય વૃદ્ધિ નોંધાઈ હતી; વિશેષકર શહેરોમાં ગર્મી ના મહીના દરમ્યાન આ એક નિયમિત ઘટના બની ગઈ. આ મહામારી, જેણે હજારો બાળકો અને મોટાઓને અપંગ બનાવી દિધા, આની રસી ના વિકાસની દિશામાં પ્રેરણાસ્રોત બની. જોનાસ સૉલ્ક કે ૧૯૫૨ અને અલ્બર્ટ સાબિન ના ૧૯૬૨માં વિકસિત પોલિયો ની રસી ને કારણે વિશ્વમાં પોલિયોના દર્દી ઘણો ઘટાડો નોંધાઈ.[૬] વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, યૂનિસેફ અને રોટરી ઇંટરનેશનલ ના નેતૃત્વમાં વધેલ ટીકાકરણ પ્રયાસોથી આ રોગ નું વૈશ્વિક ઉન્મૂલન હવે નિકટ જ છે.[૭]

કારણો[ફેરફાર કરો]

ઇલેક્ટ્રૉન સૂક્ષ્મદર્શી થી જોતા પોલિયો ના વિષાણુ

આ રોગ નો ઔપસર્ગિક કારણ એક પ્રકાર ન વિષાણુ (virus)હોય છે, જે કફ, મળ, મૂત્ર, દૂષિત જળ તથા ખાદ્ય પદાર્થોમાં વિદ્યમાન રહે છે; માખી એવં વાયુ દ્વારા એક સ્થાન થી બીજા સ્થાન પર પ્રસારિત થાય છે તથા બે થી પાંચ વર્ષની ઉંમર ના બાળકો ને જ આક્રાંત કરે છે. બાલિકાથી અધિક આ બાળકોમાં થાય છે તથા વસંત એવં ગ્રીષ્મઋતુ માં આની બહુલતા થઈ જાય છે. જે બાળકો ને નાની વયમાં જ ટોંસિલ નું શલ્યકર્મ કરાવું પડે છે તેમને આ રોગ થવાની સંભાવના અધિક હોય છે.

લક્ષણ[ફેરફાર કરો]

હલ્કું સંક્રમણ

અધિકાંશ મામલામાં રોગી ને આના લક્ષણો ની ખબર નથી ચાલતા. અન્ય મામલામાં લક્ષણ આ પ્રકારે છે:

 • ફ્લૂ જેવા લક્ષણ
 • પેટ દર્દ
 • અતિસાર(ડાયરિયા)
 • ઉલ્ટી
 • ગળામાં દર્દ
 • હલ્કા તાવ
 • માથાનો દુખાવો
મસ્તિષ્ક અને કરોડદંડ નું મધ્યમ સંક્રમણ
 • મધ્યમ તાવ
 • ગર્દનની જકડાઈ જવી
 • માંસ-પેશીઓનું નરમ થવું તથા વિભિન્ન અંગોંમાં દર્દ થવું જેમ કે પિંડીઓમાં
 • પીઠમાં દર્દ
 • પેટમાં દર્દ
 • માંસ પેશીઓ જકડાઈ જવી
 • અતિસાર (ડાયરિયા)
 • ત્વચામાં તિરાડ પડવી
 • અધિક નબળાઈથી થકાવટ થવી
મસ્તિષ્ક અને કરોડદંડ નું ગંભીર સંક્રમણ
 • માંસ પેશિઓમાં દર્દ અને પક્ષાઘાત શીઘ્ર થવાનો ભય (કાર્ય ન કરવા યોગ્ય બનવું) જે સ્નાયુ પર નિર્ભર કરતા છે (અર્થાત હાથ, પગ)
 • માંસ પેશિઓમાં દર્દ, નરમપણું અને જકડાવી (ગર્દન, પીઠ, હાથ કે પગ)
 • ગર્દન ન વાળી શકવું, ગર્દન સીધી રાખવામાં કે હાથ-પગ ન ઉપાડી શકવું
 • ચિડિયાપણું
 • પેટનું ફૂલી જવું
 • હેડકી આવવું
 • ચેહરાના ભાવ ભંગિમા ન બનાવી શકવું
 • પેશાબ કરવામાં તકલીફ થવી કે શૌચમાં કઠિનાઈ (કબજીયાત)
 • ગળવામાં તકલીફ
 • શ્વાસ લેવામાં તકલીફ
 • લાળ પડવી
 • જટિલતાઓ
 • હૃદયની માંસ પેશિઓમાં સોજો, (કોમા), મૃત્યુ

આ રોગ નો ઉપસર્ગ થવાના ૪ થી ૧૨ દિવસ પશ્ચાત્ લક્ષણ પ્રકટ થાય છે. સર્વપ્રથમ બાળકોમાં શિરશૂળ, વમન, તાવ, અનિદ્રા, ચિડ઼ચિડ઼ાપણું, માથું અને ગર્દન પર તણાવ તથા ગળામાં ઘા ના લક્ષણ દેખાય છે. આ લક્ષણોના પ્રકટન ના બે દિવસો પશ્ચાત્ આ રોગ ના સર્વવ્યાપી લક્ષણ દૃષ્ટિગોચર થાય છે, જેમને બે વર્ગોં માં વિભાજિત કરાય છે; (1) પક્ષાઘાતીય (Paralytic) (2) અપક્ષાઘાતીય (Non-paralytic)

અપક્ષાઘાતીય અવસ્થા[ફેરફાર કરો]

આ અવસ્થા ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે આનો ઉપસર્ગ અગ્રશ્રૃંગ કોશિકાઓ (horn cells) સુધી અ પહોંચી રોકાઈ જાય છે. આના પ્રમુખ લક્ષણમાં રોગી એકાએક માથું , ગરદન, હાથ પગ તથા પીઠ માં દર્દ બતાવે છે. તેને વમન, વિરેચન તથા માંસપેશિઓમાં આક્ષેપ થાય છે. તાવ ૧૦૩ ડિગ્રી સુધી થઈ જાય છે તથા મસ્તિષ્ક આવરણમાં તાનિકા ક્ષોભ (meningeal irritation) થાય છે.

પક્ષાઘાતીય અવસ્થા[ફેરફાર કરો]

આ અવસ્થા અપક્ષાઘાતીય અવસ્થા ની તત્કાલ બાદ જ આરંભ થઈ જાય છે, જેની અંતર્ગત ઐચ્છિક માંસપેશિઓ પક્ષાઘાતગ્રસ્ત હો જાય છે. આમાં મુખ્યત: પગ આક્રાંત થાય છે. આને લોઅર મોટર ન્યૂરૉન પક્ષાઘાત (Lower Motor Neurone Paralysis) કહે છે, જે આગળ ચાલી સ્તબ્ધસક્થિ સંસ્તંભ (spastic paraplegia) નું રૂપ ગ્રહણ કરી લે છે. ક્યારેક ક્યારેક એક પગ અને એક હાથ આક્રાંત થઈ જાય છે. ગરદન એવં પીઠની માંસપેશિઓમાં ઐંઠન (spasm) થાય છે, તથા રોગી ને કોષ્ઠબદ્ધતા રહે છે. આમ તો શરીરની સમસ્ત માંસપેશિઓ ને અડવા, અથવા સંધિઓમાં હલચલ પેદા થવાથી તીવ્ર વેદના થાય છે.

પ્રકાર[ફેરફાર કરો]

ઉપર્યુક્ત સ્પાઇનલ તંત્રિકા પ્રકાર (spinal nerve type) સિવાય આ રોગ ના અન્ય પ્રકાર છે :

(ક) મસ્તિષ્ક વૃંત (Brain Stem) પ્રકાર - આમાં મસ્તિષ્કની સાતમી; છઠ્ઠી અને ત્રીજી તંત્રિકા મુખ્ય રૂપે આક્રાંત થાય છે, જેના ફળ સ્વરૂપ રોગી ને ભોજન ગળવા તથા શ્વાસ લેવામાં કષ્ટ થાય છે એવં હૃદયની ગતિની અનિયમિતતા થઈ જાય છે.

(ખ) ન્યૂરાઇટી (Neuritic) પ્રકાર - આના અંતર્ગત હાથ અને પગ માં ઉગ્ર સ્વરૂપ નું દર્દ થાય છે. આમાં અમુક કલાક માં શ્વાસગત માંસપેક્ષી નો પક્ષાઘાત થાય છે અને રોગીની મૃત્યુ થઈ જાય છે.

(ગ) અનુમસ્તિષ્ક (Cerebellar) પ્રકાર - આમાં રોગી ને અત્યંત તીવ્ર શિરશૂલ, ભ્રમિં (vertigo) વમન તથા વાણી સંબંધી વિકાર થઈ જાય છે.

(ઘ) સેરેબ્રલ (Cerebral) પ્રકાર - આનો પ્રારંભ સર્વાંગ આક્ષેપ ના રૂપ માં થાય છે, જે ઘણાં કલાકો સુધી રહે છે અને અંતમાં આના કારણે અર્ધાંગ પક્ષાઘાત (hemiplegia) તથા સક્થિ સંસ્તંભ (paraplegia) થાય છે. સાથે અનેક પ્રકાર ના માનસિક વિકાર પણ ઉત્પન્ન થઈ જાય છે.

ઉપદ્રવ[ફેરફાર કરો]

સન્ ૨૦૦૮ માં પોલિયો કે મામલા લાલ : ૫૦૦ સે ૧૦૦૦ મામલા સામે આવ્યાં
કેશરિયા : ૧૦૦ સે ૪૯૯ મામલા સામે આવ્યાં
પીલા : ૧૦ સે ૯૯ મામલા સામે આવ્યાં
હરા : ૧૦ સે ઓછા મામલા સામે આવ્યાં
આસમાની : કોઈ નવો મામલા નહીં આયા
નીલા : આધિકારિક રૂપે પોલિયોમુક્ત ઘોષિત ક્ષેત્ર

આમાં આક્રાંત માંસપેશિઓ સ્થાયી રૂપે પક્ષાઘાતગ્રસ્ત થઈ જાય છે. આ રોગ ના મૃદુ આક્રમણ અંતર્ગત કરોડના હાડકાથી યા તો એક તરફ શરીરનો ઝુકાવ થઈ જાય છે, જેને સ્કોલિયોસિસ (Scoliosis), કહે છે, અથવા આગળની તરફ જુકી જાય છે, જેને કાઇફોસિસ (kyphosis) કહે છે. આક્રાંત ભાગના હાડકાં સુચારુ રૂપે નથી વધતી તથા હાથ પગના હાડકાં વાંકાચૂંકા થઈ જાય છે. માંસપેશિઓ અંતમાં અત્યાધિક નબળી થઈ જાય છે.

ઉપચાર[ફેરફાર કરો]

ડા. શાક એ આના પ્રતિરોધાત્મક ઉપચાર માટે એક પ્રકારની વૈક્સીન (vaccine) નો આવિષ્કાર કિયા છે, જેનો અંત:પેશી ઇંજેક્શન ના રૂપમાં પ્રયોગ કરે છે. અન્ય ઉપચાર અંતર્ગત ખાદ્ય એવં પેય પદાર્થોને માખીઓ એવં આ પ્રકારના અન્ય જીવોથી દૂર રાકખવું જોઈએ અને આ માટે ડી. ડી. ટી. નો પ્રયોગ અત્યંત લાભકારી છે. સ્કૂલમાં તથા બોર્ડિંગ હાઉસમાં અધિકતર બાળકો આક્રાંત થાય છે, આ માટે તેમનું કોઈ પણ પ્રકારે પૃથક્કરણ આવશ્યક છે. રોગગ્રસ્ત બાળક ને તાવ ઉતર્યા બાદ ઓછા માં ઓછા ત્રણ સપ્તાહ સુધી અલગ રાખવો જોઈએ. તેના મળ મૂત્ર તથા શરીર થી નિકળેલ અન્ય ઉપસર્ગની સફાઈ રાખવી જોઈએ. અન્ય ઔષધિજન્ય ઉપચાર મટે કોઈ યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઈએ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Cohen JI (2004). "Chapter 175: Enteroviruses and Reoviruses". માં Kasper DL, Braunwald E, Fauci AS, et al (eds.) (સંપાદક). Harrison's Principles of Internal Medicine (16th ed. આવૃત્તિ). McGraw-Hill Professional. પૃષ્ઠ 1144. ISBN 0071402357. |edition= has extra text (મદદ)CS1 maint: multiple names: editors list (link) CS1 maint: extra text: editors list (link)
 2. Chamberlin SL, Narins B (eds.) (2005). The Gale Encyclopedia of Neurological Disorders. Detroit: Thomson Gale. પૃષ્ઠ 1859–70. ISBN 0-7876-9150-X.CS1 maint: extra text: authors list (link)
 3. Ryan KJ, Ray CG (eds.) (2004). "Enteroviruses". Sherris Medical Microbiology (4th ed. આવૃત્તિ). McGraw Hill. પૃષ્ઠ 535–7. ISBN 0-8385-8529-9. |edition= has extra text (મદદ)CS1 maint: extra text: authors list (link)
 4. Atkinson W, Hamborsky J, McIntyre L, Wolfe S (eds.) (2007). "Poliomyelitis". Epidemiology and Prevention of Vaccine-Preventable Diseases (The Pink Book) (PDF) (10th ed. આવૃત્તિ). Washington DC: Public Health Foundation. પૃષ્ઠ 101–14. |edition= has extra text (મદદ)CS1 maint: multiple names: authors list (link) CS1 maint: extra text: authors list (link)
 5. ૫.૦ ૫.૧ Paul JR (1971). A History of Poliomyelitis. Yale studies in the history of science and medicine. New Haven, Conn: Yale University Press. પૃષ્ઠ 16–18. ISBN 0-300-01324-8.
 6. Aylward R (2006). "Eradicating polio: today's challenges and tomorrow's legacy". Ann Trop Med Parasitol. 100 (5–6): 401–13. doi:10.1179/136485906X97354. PMID 16899145.
 7. Heymann D (2006). "Global polio eradication initiative". Bull. World Health Organ. 84 (8): 595. doi:10.2471/BLT.05.029512. PMID 16917643. મૂળમાંથી અહીં સંગ્રહિત 2008-05-30. મેળવેલ 2022-04-06.CS1 maint: bot: original URL status unknown (link)

બાહરી કડીઓ[ફેરફાર કરો]