પ્રચક્રણ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

પ્રચક્રણ અથવા ભ્રમણ (English: Spin) એ પરમાણ્વિય કણોનો મૂળભૂત ગુણધર્મ છે. પ્રચક્રણ એક ભૌતિક રાશિ તરીકે કોણીય વેગમાન છે. ઈલેક્ટ્રૉન, પ્રોટોન, ન્યૂટ્રૉન અને ફોટૉન જેવા કણો પોતાની ધરી ઉપર ફરતા હોવાથી કોણીય વેગમાન ધરાવે છે, તેને પ્રચક્રણ તરીકે ઑળખવામાં આવે છે. તેનુ મૂલ્ય દરેક કણ માટે ħ (ઉચ્ચારણ: એચ-બાર)ના પૂર્ણાંક કે અપૂર્ણાંક ગુણકમાં હોય છે.[૧]

વર્ણન[ફેરફાર કરો]

ઈલેક્ટ્રૉન કણના પ્રચક્રણ (spin)ના મૂલ્યો

દરેક પરમાણ્વિય કણ કોણીય વેગમાન (angular momentum) ધરાવે છે જેને પ્રચક્રણ અથવા ભ્રમણ તરીકે ઓળખવામાં છે. તે માપવાનો એકમ પ્લાંકનો અચળાંક કહેવાય છે અને ħ (ઉચ્ચારણ: એચ-બાર) સંજ્ઞાથી દર્શાવાય છે.

મૂળકણોનું કોણીય વેગમાન એટલે કે પ્રચક્રણ ħ ના પૂર્ણાંક કે અપૂર્ણાંક ગુણકમાં હોય છે. જેમ કે ઈલેક્ટ્રૉન માટે /ħ અને પ્રોટૉન માટે પણ /ħ જ્યારે બીજા કેટલાક મૂળકણો માટે ૦, ૧ħ પણ હોઈ શકે છે. જેમ કે ફોટૉનના પ્રચક્રણનું મૂલ્ય ૧ħ છે. સામાન્ય રૂઢિ પ્રમાણે ħ અધ્યાહાર રાખીને પ્રચક્રણને ૦, /, ૧, / એ રીતે દર્શાવાય છે. જે મૂળકણોના પ્રચક્રણનુ મૂલ્ય પૂર્ણાંક સંખ્યા હોય તે બધા મૂળકનો બોઝકણ અથવા બોઝૉન કહેવાય છે અને સમૂહમાં બોઝ-આઈન્સ્ટાઈન સાંખ્યિકીના નિયમને અનુસરે છે. અર્ધપૂર્ણાંક પ્રચક્રણ ધરાવતા મૂળકણોને ફર્મિકણ અથવા ફર્મિયૉન કહેવાય છે અને સમૂહમાં તે ફર્મિ-ડિરાક સાંખ્યિકીના નિયમને અનુસરે છે. આમ પ્રચક્રણના મૂલ્યને આધારે મૂળભૂત પરમાણ્વિય કણોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ધીરુભાઈ, ઠાકર (૧૯૯૯). ગુજરાતી વિશ્વકોષ. ખંડ ૧૨. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. Check date values in: |year= (help)
  2. સુધીર પ્ર., પંડ્યા (૨૦૦૧). ગુજરાતી વિશ્વકોષ. ખંડ ૧. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. pp. ૫૯૦-૫૯૧. Check date values in: |year= (help)