પ્રથમ પંચવર્ષીય યોજના

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ભારત દેશમાં આઝાદી પછી પંદરમી માર્ચ, ૧૯૫૦ના રોજ આયોજન પંચની રચના કરવામાં આવી હતી, જેની ભલામણ કે. સી. નિયોગી સમિતિએ કરી હતી. આ પંચના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. આયોજન પંચ દેશના વિકાસ માટે દૂરલક્ષી યોજના, પંચવર્ષીય યોજના તેમજ વાર્ષિક યોજના એમ ત્રણ પ્રકારની યોજનાઓ તૈયાર કરે છે.

પ્રથમ પંચવર્ષીય યોજના ભારત દેશના આયોજન પંચ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. યોજનાની મુદત વર્ષ ૧૯૫૧થી ૧૯૫૬ સુધીની રાખવામાં આવી હતી. આ યોજનામાં ખેતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આ યોજનામાં રૂ. ૨૦૬૯ કરોડ જેટલો ખર્ચ થયો હતો. પ્રથમ પંચવર્ષીય યોજના ના ઉપાધ્યક્ષ કે.સી.નિયોગી હતા.પ્રથમ પંચવર્ષીય યોજના હેરોલ્ડ- ડોમર મોડેલ પર આધારિત હતી.