પ્રભુલાલભાઇ દવે

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

લોકસેવક પ્રભુલાલભાઇ દવે ‍‍‍(૦૪ જુલાઇ, ૧૯૨૬-૨૨ ફેબ્રુઆરી, ૧૯૮૨)નો જન્મ અમરેલી પાસેના બાંભણિયા ગામે થયો હતો. હાઇસ્કૂલ અને કૉલેજનું શિક્ષણ જૂનાગઢમાં લઇ, અમદાવાદની કૉલેજમાં કાયદાના સ્નાતક થયા.

કારકિર્દી[ફેરફાર કરો]

તેમની કારકિર્દીની શરૂઆત ધારાશાસ્ત્રી તરીકે થઇ. ઇ.સ. ૧૯૪૯માં પ્રથમ વખત સુધરાઇમાં પ્રમુખ તરીકે ચૂંટાયા. તેઓ ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

યોગદાન[ફેરફાર કરો]

જૂનાગઢ આયુર્વેદ કૉલેજની સ્થાપના, ખેતીવાડી કૉલેજ તથા કેમ્પસની સ્થાપના તથા વિકાસમાં તેમનું યોગદાન મહત્વનું હતું. ઉપરાંત ઔદ્યોગિક તાલીમશાળા, સાગવડી ફાર્મ, દૂધની ડેરી, સંશોધન કેન્દ્રો વગેરેની પ્રવૃતિમાં મહત્વની સેવાઓ આપી.