પ્રવાહી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પાણી (પ્રવાહી)

પ્રવાહી એ પદાર્થનું એક સ્વરુપ છે. પ્રવાહી તરલ (વહેવાનો ગુણ ધરાવતું) હોય છે, તેને ચોક્કસ આકાર નથી હોતો. કોઇપણ જાતનું જરા સરખું બળ, કોઇપણ દિશામાંથી લાગતાં જ પ્રવાહી વહેવા માંડે છે, આથી તેનો આકાર બદલાય છે. કોઇપણ પાત્રમાં ભરતાં જ પ્રવાહી તે પાત્રનો આકાર ધારણ કરે છે.

પૃથ્વી પરનો દરેક પદાર્થ અલગ અલગ સ્વરુપમાં જોવા મળે છે. આ સ્વરુપો છે, ઘન, પ્રવાહી અને વાયુ. કોઇપણ પદાર્થ કુદરતમાં આ ત્રણમાંથી કોઇપણ એક સ્વરુપમાં જોવા મળે છે. આમાં કોઇપણ પદાર્થની બાષ્પ એટલે કે વરાળને તે પદાર્થનું વાયુ સ્વરુપ કહેવામાં આવે છે. સામાન્ય રીતે વાયુ સ્વરુપે રહેલા પદાર્થને ઠારવાથી તે પદાર્થનું પ્રવાહી સ્વરુપમાં રુપાંતર થાય છે.

પૃથ્વી પરની સજીવ સૃષ્ટિ માટે પ્રવાહી ખુબ જ મહત્વ ધરાવે છે. સજીવ સૃષ્ટિ માટે અત્યંત જરુરી પાણી (હાઇડ્રોજન અને ઓક્સીજન વાયુઓથી બનેલું હોય છે) પણ પ્રવાહી છે.

પ્રવાહીનાં ઉદાહરણો[ફેરફાર કરો]