પ્રિફર્ડ સ્ટોક

વિકિપીડિયામાંથી

પ્રિફર્ડ સ્ટોક કે જે પ્રિફર્ડ શેર , પ્રેફરન્સ શેરો અથવા પ્રિફર્ડસ તરીકે પણ ઓળખાય છે, તે ખાસ પ્રકારની ઈક્વિટી સિક્યોરિટી છે જેમાં ઈક્વિટી તેમજ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ (દેવા આધારિત દસ્તાવેજ) બંનેના ગુણધર્મો ધરાવે છે અને તે મિશ્ર પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ (દસ્તાવેજ) ગણાય છે. પ્રિફર્ડ સ્ટોક સાધારણ સ્ટોક કરતા વરિષ્ઠ (એટલે કે ઉચ્ચ કક્ષાના), પણ બોન્ડ કરતા નીચલા દરજ્જાના હોય છે.[૧]

પ્રિફર્ડ સ્ટોક સામાન્ય રીતે મતાધિકાર[૨] સહિત હોતા નથી પણ તે ડિવિડન્ડ (નફા તરીકે શેર દીઠ શેર ધારકોને અપાતો અમુક ચોક્કસ ભાગ) મેળવવાનો હક્ક ધરાવે છે તથા કંપની ફડચામાં જાય ત્યારે તેના લિક્વિડેશન (દેવાં ચૂકવવા મિલકતોનુ કરવામાં આવતું વેચાણ) વખતે અને ડિવિડન્ડની ચુકવણીમાં સામાન્ય સ્ટોક કરતા અગ્રહક્ક ધરાવે છે. પ્રિફર્ડ સ્ટોક સામાન્ય સ્ટોકમાં પરિવર્તિત થઈ જવાનું લક્ષણ પણ ધરાવે છે. પ્રિફર્ડ સ્ટોકની લાગુ પડતી શરતો "સર્ટિફિકેટ ઓફ ડેસિગ્નેશન"માં દર્શાવવામાં આવે છે.

બોન્ડ્સની જેમ જ પ્રિફર્ડ સ્ટોકનું પણ મુખ્ય ક્રેડિટ રેટિંગ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. પ્રિફર્ડ સ્ટોકનુ રેટિંગ સામાન્ય રીતે નીચું જ હોય છે કારણ કે પ્રિફર્ડ સ્ટોક ડિવિડન્ડ બોન્ડ્સ જેટલી વ્યાજ ચુકવણીની ખાતરી આપી શકતા નથી અને તે બધા જ લેણદારો પછી નીચલા ક્રમે આવે છે.[૩]

લાક્ષણિકતાઓ[ફેરફાર કરો]

પ્રિફર્ડ સ્ટોક ખાસ પ્રકારના શેર છે કે જે સામાન્ય શેરમાં જોવા ન મળે તેવી નીચે દર્શાવેલ એવી કોઈ એક કે તેથી વધુ લાક્ષણિકતાઓ ધરાવતા હોય છે.

સામાન્ય રીતે પ્રિફર્ડ સ્ટોક સાથે આ પ્રકારની લાક્ષણિકતાઓ સંકળાયેલ હોય છે[૪]

  • ડિવિડન્ડ મેળવવામાં અગ્રહક્ક.
  • લિક્વિડેશન વખતે મિલકતો પર અગ્રહક્ક.
  • સામાન્ય સ્ટોક (શેર)માં પરિવર્તિત થવાની ક્ષમતા.
  • કંપની (કોર્પોરેશન) ઈચ્છે ત્યારે પરત કરી શકાય તેવો વિકલ્પ.
  • મતાધિકાર નહીં.

સામાન્ય અર્થમાં પ્રિફર્ડ સ્ટોક ડિવિડન્ડ ચુકવણી માટે પસંદગી (અગ્રહક્ક) ધરાવે છે. અગ્રહક્કથી ડિવિડન્ડ મળવાની ખાતરી હોતી નથી પણ સામાન્ય શેર માટે કોઈ પણ ડિવિડન્ડ ચૂકાવતા પહેલા કંપનીએ પ્રિફર્ડ સ્ટોક ધારકોને નક્કી કરેલ દરે ડિવિડન્ડ ચૂકવવું જ પડે.[૪]

પ્રિફર્ડ સ્ટોક ક્યુમ્યુલેટિવ (સંચિત) કે નોન-ક્યુમ્યુલેટિવ (બિનસંચિત) હોઈ શકે. ક્યુમ્યુલેટિવ પ્રિફર્ડ સ્ટોકની જોગવાઈ એવી હોય છે કે જો કંપની નિર્ધારિત દરે ડિવિડન્ડ કે અન્ય રકમ ન ચૂકવે તો પછીથી તેને ચૂકવવું પડે. ત્રિ-માસિક, અર્ધ-વાર્ષિક કે વાર્ષિક એમ પસાર થતા દરેક ડિવિડન્ડ સમયાંતર સાથે ન ચૂકવાયેલ ડિવિડન્ડનો સંચય થતો રહે છે. જ્યારે ડિવિડન્ડની ચુકવણી સમયસર ન કરવામાં આવે તો ડિવિડન્ડ "પાસ" થયું એમ કહેવાય અને ક્યુમ્યુલેટિવ સ્ટોક માટેના પાસ થયેલ બધા જ ડિવિડન્ડ માટે ડિવિડન્ડ લેણાં છે એમ ગણાય. જે સ્ટોકમાં આવી લાક્ષણિકતા ન હોય તે નોન-ક્યુમ્યુલેટિવ કે સીધા[૫] પ્રિફર્ડ સ્ટોક કહેવાય તેમજ તેના માટે પાસ થયેલ કોઈ પણ ડિવિડન્ડ જાહેર ન કરવામાં આવે તો તે કાયમ માટે લુપ્ત થઈ જાય છે.[૬]

અન્ય લાક્ષણિકતાઓ કે હક્કો

  • પ્રિફર્ડ સ્ટોક સાથે સંકળાયેલ ચોક્કસ લિક્વિડેશન મુલ્ય કે દાર્શનિક મુલ્ય હોય કે ન પણ હોય. તે આરંભિક તબક્કે શેર બહાર પાડતી વખતે કંપનીના શેર ભંડોળ માટે ફાળવવામાં આવેલ મૂડી દર્શાવે છે.[૭]
  • અન્ય કોઈ સમજૂતીની અનુપસ્થિતિમાં, પ્રિફર્ડ સ્ટોક કંપનીના લિક્વિડેશન કરવાથી ઉપજતી રકમમાં તેમના દાર્શનિક મુલ્ય કે લિક્વિડેશન મૂલ્ય જેટલો દાવો કરી શકે છે. આ દાવો સામાન્ય શેર, કે જે વધેલ રકમ પર બાકી રહેલો દાવો માંડી શકે તે કરતા અગ્રહક્ક ધરાવે છે.
  • લગભગ બધા જ પ્રિફર્ડ શેર વાટાઘાટો કરીને નિર્ધારિત કરેલ ચોક્કસ ડિવિડન્ડ સહિત હોય છે. સામાન્ય રીતે ડિવિડન્ડ દાર્શનિક મુલ્યના ચોક્કસ ટકા કે પછી નિર્ધારિત રકમ તરીકે જ દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે પેસિફિક ગેસ એન્ડ ઈલેક્ટ્રિકના 6% વાળા પ્રિફર્ડની શ્રેણી. કેટલીક વખત પ્રિફર્ડ શેર પરના ડિવિડન્ડ અસ્થાયી દરો સાથે નિર્ધારીત કરવામાં આવે છે એટલે કે તે વ્યાજ દરોના માનદંડ એવા લીબોર (LIBOR) સૂચકાંક સાથે પરિવર્તિત થયા કરે છે.
  • કેટલાક ખાસ પ્રિફર્ડ શેર અમુક અસાધારણ બાબતો (જેમ કે નવા શેર બહાર પાડવા અંગે કે કંપની ખરીદવાની મંજૂરી) અથવા ડિરેક્ટરોની નિમણૂંક કરવા માટે મત આપવાનો અધિકાર ધરાવે છે, પણ લગભગ બધાજ પ્રિફર્ડ શેર તેમને લગતી બાબતો વિષે મતાધિકાર આપતા નથી. કેટલાક પ્રિફર્ડ શેર ત્યારે જ મતાધિકાર મેળવે છે જ્યારે પ્રિફર્ડ ડિવિડન્ડ ખૂબ લાંબા સમયથી લેણું થયું હોય.

ઉપરની યાદી, ઘણાં રૂઢીગત હક્કો સામેલ કરતી હોવા છતાં સર્વગ્રાહી નથી. અન્ય કોઈ કાયદાકીય વ્યવસ્થાની જેમ પ્રિફર્ડ શેર પણ તેના ગર્ભિત હક્કો ધરાવે છે. યુએસ (US) માં સામાન્ય રીતે પ્રિફર્ડ શેર કોલ જોગવાઈ[૮] સહિત આવે છે, જેથી પ્રિફર્ડ શેર બહાર પાડનારી કંપની તેની અનુકૂળતા (સામાન્યપણે મર્યાદિત) પ્રમાણે તેના શેર ખરીદીને પરત કરવા સક્ષમ બને છે.

પ્રિફર્ડ શેરોના પ્રકારો[ફેરફાર કરો]

દર્શાવ્યા અનુસાર, સીધા પ્રિફર્ડ શરો ઉપરાંત વધુમાં, પ્રિફર્ડ શેર બજારમાં ઘણી વધારે વૈવિધ્યતા છે. પ્રિફર્ડ શેરોના વધારાના પ્રકારો નીચે પ્રમાણેના છે:

  • પ્રાયોર પ્રિફર્ડ સ્ટોક – સંખ્યાબંધ કંપનીઓ પાસે એક સમયે રહેલા પ્રિફર્ડ સ્ટોકના વિવિધ ઈશ્યૂ હોય છે અને તે પૈકી એક સામાન્યપણે સૌથી વધુ પ્રાધાન્યતા ધરાવતો હોય છે. જો કંપની પાસે પ્રિફર્ડ ઈશ્યૂઓ પૈકી એક માટે જ ડિવિડન્ડ આપવા માટે પુરતા નાણાં હોય તો, તેઓ પ્રાયોર પ્રિફર્ડ માટે ડિવિડન્ડની રકમ ચુકવે છે. આથી, પ્રાયોર પ્રિફર્ડ અન્ય પ્રિફર્ડ સ્ટોક્સની સખામણીએ ઓછુ ધિરાણ જોખમ ધરાવે છે.
  • પ્રેફરન્સ પ્રિફર્ડ સ્ટોક – કંપનીના પ્રાયોર પ્રિફર્ડ સ્ટોક બાદ બીજા ક્રમે (ઉચ્ચતાના આધારે) આવે તે કંપનીના પ્રેફરન્સ પ્રિફર્ડ ઈશ્યૂ છે. આ ઈશ્યૂ કંપનીના પ્રાયોર પ્રિફર્ડ સિવાય અન્ય પ્રિફર્ડના તમામ વર્ગોમાં અગ્રહક્ક ધરાવે છે. જો પ્રેફરન્સ પ્રિફર્ડના એક કરતા વધારે ઈશ્યૂ બહાર પાડે તો, વિવિધ ઈશ્યૂઓને તેમની ઉચ્ચતાના સંદર્ભમાં દરજ્જો આપવામાં આવે છે. પ્રથમ ઈશ્યૂને પ્રથમ દરજ્જો મળે છે, ત્યાર પછી ક્માનુસર આવેલા ઈશ્યૂને બીજો અને તેનાથી આગળનો ક્રમ મળે છે.
  • કન્વર્ટિબલ પ્રિફર્ડ સ્ટોક – આ એવા પ્રકારના પ્રિફર્ડ ઈશ્યૂ છે જે શેરધારકો (હોલ્ડર્સ) કંપનીના પૂર્વનિર્ધારિત સામાન્ય શેરોની સંખ્યામાં અદલાબદલી કરી શકે છે. આ અદલાબદલી રોકાણકારની ઈચ્છા અનુસાર કોઈપણ સમયે થઈ શકે છે અને તેને સામાન્ય શેરની ચાલુ બજાર કિંમત સાથે કોઈ લેવાદેવા હોતા નથી. આ એકતરફી સોદો છે તેથી સામાન્ય શેરોને પાછા પ્રિફર્ડ શેરોમાં પરિવર્તિત કરી શકાતા નથી.
  • ક્યુમ્યુલેટિવ પ્રિફર્ડ સ્ટોક – જો ડિવિડન્ડની ચુકવણી ન કરવામાં આવી હોય તો, તે ભવિષ્યમાં ચુકવણી માટે જમા થશે.
  • એક્સચેન્જેબલ પ્રિફર્ડ સ્ટોક – પ્રિફર્ડ સ્ટોકના આ પ્રકારમાં અમુક ચોક્કસ શરતો હેઠળ અન્ય સિક્યોરિટી (શેરો) સાથે અદલાબદલીનો સાથે જોડાયેલો વિકલ્પ હોય છે.
  • પાર્ટીસિપેટિંગ પ્રિફર્ડ સ્ટોક – આ પ્રિફર્ડ ઈશ્યૂ જો કંપની પૂર્વનિર્ધારિત નાણાકીય લક્ષ્યો હાંસલ કરે તો શેરધારકોને વધારાનું ડિવિડન્ડ મેળવવાની તક આપે છે. જે રોકાણકારોએ આ શેર ખરીદ્યા હોય તેઓ કંપની સારો કે નબળો દેખાવ કરે તો પણ કંપની વાર્ષિક ડિવિડન્ડની ચુકવણી કરવા માટે પુરતી કામગીરી કરી રહી હોવાનું સ્વીકારી નિયમિત ડિવિડન્ડ મેળવે છે. જો કંપની પૂર્વનિર્ધારિત વેચાણનો લક્ષ્યાંક, આવક અથવા નફાના લક્ષ્યો હાંસલ કરે તો, રોકાણકાર વધારાનું ડિવિડન્ડ મેળવે છે.
  • પર્પેચ્યુઅલ પ્રિફર્ડ સ્ટોક – પ્રિફર્ડ સ્ટોકના આ પ્રકારમાં રોકાણકારે રોકેલી મૂડી ક્યારે પરત મળશે તે અંગેની કોઈ જ ચોક્કસ તારીખ હોતી નથી, છતા કંપની હંમેશા વળતરનો હક ધરાવે છે. તેને વળતરની તારીખ નક્કી થયા વગર ઈશ્યૂ થતો સૌથી પસંદગીનો શેર ગણવામાં આવે છે.
  • પુટેબલ પ્રિફર્ડ સ્ટોક – આ ઈશ્યૂ “પુટ” વિશેષાધિકાર ધરાવે છે જેમાં શેરધારક કદાચ, અમુક ચોક્કસ શરતો હેઠળ, ઈશ્યૂ લાવનાર પર શેરો મુક્ત કરવાનું દબાણ કરી શકે છે.
  • માસિક આવક પ્રિફર્ડ સ્ટોક – આ પ્રિફર્ડ સ્ટોક અને ગૌણ દેવાનો સમન્વય છે.
  • નોન-ક્યુમ્યુલેટિવ પ્રિફર્ડ સ્ટોક – આ પ્રકારના પ્રિફર્ડ સ્ટોકમાં ન ચુકવાયેલ ડિવિડન્ડ ભવિષ્યમાં ચુકવણી માટે જમા ન થઈ શકે. ટ્રુપસ (TRuPS) અને બેંકોમાં આ પ્રિફર્ડ સ્ટોક ખૂબ સામાન્ય છે. બીઆઈએસ (BIS) નિયમો હેઠળ, પ્રિફર્ડ સ્ટોક જો ટાયર 1 કેપિટલ (પ્રથમ સ્તરની મૂડી)માં સમાવિષ્ટ હોય તો ફરજિયાતપણે નોન-ક્યુમ્યુલેટિવ ગણાય.[૯]

વિશેષ ઉપયોગ[ફેરફાર કરો]

પ્રિફર્ડ સ્ટોક્સ કંપનીને નાણાં વ્યવસ્થા માટેનો આકર્ષક વિકલ્પ પુરો પાડે છે. મોટાભાગના કિસ્સાઓમાં, કંપની તેમના ક્રેડિટ રેટિંગ પર પેનલ્ટી (દંડ) અથવા જોખમ લીધા વગર એરિયસ (લેણાંની રકમ) ચુકવીને ડિવિડન્ડ મુલતવી રાખે છે.[૧૦] પરંપરાગત ધિરાણમાં, ચુકવણી જરૂર છે અને જો કંપની ચુકવણી કરવામાં ચુકી જાય તો તે નાદાર પણ થઈ શકે છે.

પ્રાસંગિક રીતે કંપનીઓ હોસ્ટાઈલ ટેકઓવર (વિરોધી કંપની દ્વારા કંપની હસ્તગત કરવી)થી કંપનીને બચાવવાના હેતુથી પ્રિફર્ડ શેરોનો ઉપયોગ કરે છે, જેમાં પોઈઝન પીલ (વિરોધી દ્વારા ટેકઓવર રોકવા માટે કંપની દ્વારા અપનાવાતી વ્યૂહરચના), અથવા ફરિજયાત અદલાબદલી અથવા કંપની પરના અંકુશમાં ફેરફાર હેઠળ થતા પરિવર્તન હેઠળ પ્રિફર્ડ શેરો રચવામાં આવે છે. કેટલીક કંપનીઓ એવી જોગવાઈઓ ધરાવે છે જેમાં ચાર્ટરો પ્રિફર્ડ સ્ટોક ઈશ્યૂ કરવાની સત્તા ધરાવે છે જેના નિયમો અને શરતો સંભવતઃ જ્યારે ઈશ્યૂ થાય ત્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નક્કી કરવામાં આવે છે. આ "કોરા ચેકો" સામાન્યપણે ટેકઓવરથી બચવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે (આ પણ જૂઓ પોઈઝન પીલ) આ શેરો ઘણું વધારે લિક્વિડેશન મુલ્ય ધરાવતા હોઈ શકે છે જે ફરજિયાતપણે કંપની પરનો અંકુશ બદલાવાની સ્થિતિમાં મુક્ત કરવામાં આવે છે અથવા તેમની પાસે ઘણી મોટી સુપરવોટિંગ (વિશેષ મતદાન) સત્તા હોઈ શકે છે.

કેટલીક વખત પ્રિફર્ડ શેરો સુરક્ષાત્મક જોગવાઈઓ ધરાવતા હોય છે જે ઉચ્ચતમ દાવા સાથે નવા પ્રિફર્ડ શેરોને ઈશ્યૂ કરવાની સ્થિતિને અટકાવે છે. પ્રિફર્ડ શેરોની વ્યક્તિગત શ્રેણીઓમાં ઉચ્ચતમ, સમરૂપ અથવા નીચલી કક્ષાનો સંબંધ હોઈ શકે છે, સાથે અન્ય શ્રેણીઓ એ જ કંપની દ્વારા ઈશ્યૂ કરવામાં આવે છે.

ઉપયોગકર્તાઓ[ફેરફાર કરો]

પ્રિફર્ડ શેરો ખાનગી અને પ્રિ-પબ્લિક (જાહેરક્ષેત્રની થતા પહેલાની) કંપનીઓમાં વધુ સામાન્ય છે, જ્યાં કંપનીમાં અંકુશ અને આર્થિક હિતો વચ્ચેનો ભેદ નક્કી કરવા માટે તે વધુ ઉપયોગી સાબિત થાય છે. સ્ટોક એક્સચેન્જના સરકારી નિયમનો અને નિયમો જાહેરમાં વેપાર થયેલા પ્રિફર્ડ શેરોને ઈશ્યૂ થવાની પ્રક્રિયાને હતોત્સાહિત અથવા પ્રોત્સાહિત કરી શકે છે. ઘણા દેશોમાં બેંકો ટાયર 1 કેપિટલ (પ્રથમ સ્તરની મૂડી)ના સ્ત્રોત તરીકે પ્રિફર્ડ શેરોને ઈશ્યૂ કરવા પ્રોત્સાહિત હોય છે. બીજી બાજુ, ટેલ અવિવ સ્ટોક એક્સચેન્જે મૂડી શેરના એક કરતા વધુ વર્ગ ધરાવતી કંપનીઓને તેમના બજારમાં લિસ્ટેડ થવા પર પ્રતિબંધ મુકેલો છે.[સંદર્ભ આપો]

એક કંપની કદાચ પ્રિફર્ડ શેરોના કેટલાક વર્ગો ઈશ્યૂ કરી શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, કંપની નાણાં વ્યવસ્થાના કેટલાક ફેરા (રાઉન્ડ)માંથી પસાર થઈ શકે છે, જેમાં દરેક ફેરામાં તેઓ પ્રિફર્ડ શેરોના અલગ વર્ગો માટે અલગ હકો મેળવે છે; આવી કંપની સંભવતઃ “એ શ્રેણી પ્રિફર્ડ”, “બી શ્રેણી પ્રિફર્ડ”, “સી શ્રેણી પ્રિફર્ડ” અને સામાન્ય શેર ધરાવતી હોય છે.

યુનાઈટેડ સ્ટેટ્સમાં, પ્રિફર્ડ શેરોના બે પ્રકારો છે: સ્ટ્રેઈટ પ્રિફર્ડ અને કન્વર્ટિબલ પ્રિફર્ડ સ્ટ્રેઈટ પ્રિફર્ડ માલિકીમાં ઈશ્યૂ કરવામાં આવે છે (કેટલાક અમુક ચોક્કસ શરતો હેઠળ ઈશ્યૂકર્તા દ્વારા પાછા ખેંચવાને આધિન) અને શેરધારકોને નક્કી થયેલો વ્યાજનો દર ચુકવવામાં આવે છે. કન્વર્ટિબલ પ્રિફર્ડ – સ્ટ્રેઈટ પ્રિફર્ડમાં રહેલી તમામ વિશેષતાઓ સહિત અન્ય વિશેષતાઓ સાથે – એવી જોગવાઈ ધરાવે છે જે હેઠળ શેરધારક અમુક ચોક્કસ શરતો હેઠળ કંપનીના પ્રિફર્ડ શેરને સામાન્ય શેરમાં ફેરવી શકે છે (અથવા, અમુક વખત, ભગીની કે પેટા કંપનીના સામાન્ય શેરમાં), જેમાં પરિવર્તનની સંભવિત શરૂઆત થાય ત્યારે ભવિષ્યની તારીખ, પ્રત્યેક પ્રિફર્ડ શેર દીઠ સામાન્ય શેરોની ચોક્કસ સંખ્યા, અથવા સામાન્ય શેરમાં શેરદીઠ ચોક્કસ કિંમત વિગતવાર વર્ણવેલા હોઈ શકે છે.

યુનાઈટેડ સ્ટેટ્સમાં સામાન્યપણે પ્રિફર્ડ સ્ટોક્સમાં રોકાણ કરતી કંપનીઓ ને આવકવેરાનો લાભ મળે છે જે લાભ વ્યક્તિગત લોકોને નથી મળતો.

કેટલાક લોકો એવી પણ દલીલ કરે છે કે, બોન્ડ અને શેરોના સંયુક્તરૂપ એવા સ્ટ્રેઈટ પ્રિફર્ડ સ્ટોક, કોઈપણ પ્રકારનો લાભ આપતા નથી અને તે બંને પ્રકારની સિક્યોટિરીના માત્ર ગેરલાભ જ ધરાવે છે. બોન્ડની જેમ, સ્ટ્રેઈટ પ્રિફર્ડ કોઈપણ ભવિષ્યની કમાણી અને કંપનીની વૃદ્ધિના ડિવિડન્ડ અને કોઈપણ સામાન્ય શેરોની કિંમતની પરિણામરૂપ વૃદ્ધિમાં ભાગ લેતા નથી. પરંતુ બોન્ડમાં પ્રિફર્ડ કરતા વધુ સારી સુરક્ષા હોય છે અને પાકતી મુદત પણ હોય છે જે તારીખે મુદ્દલ પાછી આપવામાં આવે છે. સામાન્ય શેરોની જેમ, પ્રિફર્ડ શેરોમાં બોન્ડ કરતા ઓછી સુરક્ષા હોય છે. પરંતુ સામાન્ય શેરોની બજાર કિંમત વધવાની સંભાવ્યતા અને કંપનીની ભવિષ્યની વૃદ્ધિમાંથી અપાતા ડિવિડન્ડ પ્રિફર્ડમાં હોતા નથી. પ્રિફર્ડ તેના ઈશ્યૂકર્તાને સૌથી મોટો લાભ એ આપે છે કે રેટિંગ એજન્સીઓમાં સીધા ધિરાણ કરતા પ્રિફર્ડ વધુ સારી ઈક્વિટી ક્રેડિટ ધરાવે છે, કારણ કે સામાન્યપણે તે કાયમી હોય છે. ઉપરાંત ઉપર દર્શાવ્યા પ્રમાણે, પ્રિફર્ડ સ્ટોકના ચોક્કસ પ્રકારોને ટાયર 1 કેપિટલ (પ્રથમ સ્તરની મૂડી) તરીકે યોગ્ય ઠેરવવામાં આવે છે. તે સામાન્ય શેરધારકોને મંદ પાડ્યા વગર નાણાંકીય સંસ્થાનોને રેગ્યુલેટરી (નિયામક) જરૂરિયાતો અંગેનો સંતોષ આપે છે. બીજી રીતે કહીએ તો, પ્રિફર્ડ સ્ટોકથી, નાણાકીય સંસ્થાન ટાયર 1 ઈક્વિટી ક્રેડિટ લેતી વખતે લાભ મેળવવા માટે સક્ષમ થઈ શકે છે.

ધારો કે આજે એક રોકાણકાર વિશેષ સ્ટ્રેઈટ પ્રિફર્ડ માટે દાર્શનિક $100 ચુકવે છે. આ પ્રકારનું રોકાણ માત્ર 6% થી વધુ વર્તમાન નફો આપશે. હવે ધારો કે કેટલાક વર્ષોમાં 10 વર્ષની ટ્રેસરીઓ પાકતી મુદતે 13+% નફો આપતી હતી, જે તેમણે 1981માં કર્યું તે પ્રમાણે ; આ પ્રિફર્ડ ઓછામાં ઓછા 13% નફો આપશે, જે તેની બજાર કિંમતને ઘટાડીને 54%ના નુકસાન સાથે $46 સુધી ખેંચી જશે. સ્ટ્રેઈટ પ્રિફર્ડ અને ટ્રેસરીઓ વચ્ચે મહત્વપૂર્ણ તફાવત એ છે (અથવા કોઈપણ રોકાણ ગ્રેડ સંઘીય એજન્સી અથવા કોર્પોરેટ બોન્ડ) કે બોન્ડ તેની પાકતી મુદતે પહોંચે ત્યારે દાર્શનિક મુલ્ય સુધી જશે, જ્યારે સ્ટ્રેઈડ પ્રિફર્ડ, કોઈ જ પાકતી મુદત ન ધરાવતા હોવાથી, સંભવતઃ ઘણાં લાંબા સમય સુધી $40ના આ સ્તર (અથવા નીચલા સ્તરે) પર રહી શકે છે.

કેટલાક સલાહકારો દ્વારા સ્વીકારાયેલા સ્ટ્રેઈટ પ્રિફર્ડના લાભોમાં, ઉંચો નફો અને કરના લાભ (હાલમાં નફો 2% જે 10 વર્ષીય ટ્રેસરીઓ કરતા વધુ, ફડચાની સ્થિતિમાં સામાન્ય શેરો કરતા વધુ સારો દરજ્જો, બોન્ડ વ્યાજના કિસ્સામાં સામાન્ય આવક દરોના બદલે ડિવિડન્ડ મહત્તમ 15% પર કરપાત્ર) નો પણ સમાવેશ થાય છે.

આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય[ફેરફાર કરો]

કેનેડા[ફેરફાર કરો]

2005માં 5 બિલિયન સીએડી(CAD) કરતા પણ વધુ મુલ્યના નવા જાહેર કરવામાં આવેલ પ્રિફર્ડ શેર કેનેડાના મૂડી બજારનો મોટો એવો હિસ્સો છે.[૨] સંગ્રહિત ૨૦૦૭-૧૧-૨૮ ના રોજ વેબેક મશિન

પ્રિફર્ડ શેર બહાર પાડનાર ઘણા કેનેડિયન નાણાકીય સંગઠનો હતા કે જે પ્રિફર્ડ શેર કાયમ માટે બહાર પડ્યા હોય તો તેને ટાયર 1 કેપિટલ (પ્રથમ સ્તરની મૂડી) તરીકે ગણતા. પ્રિફર્ડ શેર બહાર પાડનાર બીજો એક વર્ગ "સ્પ્લિટ શેર કોર્પોરેશન" કહેવાય છે.

કેનેડિયન પ્રિફર્ડ શેરના રોકાણકારો સામાન્ય રીતે એવા લોકો હોય છે જે કરપાત્ર પોર્ટફોલિયોમાં નિર્ધારિત આવક મેળવવા ઈચ્છુક હોય. વ્યાજની આવકથી વિપરિત ડિવિડન્ડની આવકને આપવામાં આવતી કર રાહત, ઘણી વખત બોન્ડ દ્વારા મળતા કર પશ્વાત વળતર કરતા વધુ વળતરમાં પરિણમે છે.

જર્મની[ફેરફાર કરો]

જર્મન સ્ટોક એક્સચેંજમાં પ્રેફરન્સ શેર સામાન્ય રીતે વી (V) , વીએ (VA) અથવા વીઝેડ (Vz) Vorzugsaktie , ઉદાહરણ તરીકે "બીએમડબ્લ્યૂ વીઝેડ (BMW Vz)" ના ટૂંકા સ્વરૂપ[૧૧], તરીકે ઓળખાય છે જે સામાન્ય શેરના ટૂંકા સ્વરૂપStammaktie એસટી (St) કે એસટીએ (StA) થી વિરૂદ્ધ છે.[૧૨]

પ્રિફર્ડ શેર કુલ મૂડીના લગભગ અડધા ભાગ જેટલા છે. પ્રિફર્ડ સ્ટોકનું સામાન્ય સ્ટોકમાં રૂપાંતર શક્ય છે, પરંતુ તેના માટે શેરધારકોની બેઠકમાં બહુમતથી મંજૂરી મેળવવી આવશ્યક છે. આવી મંજૂરી મળી જાય તો જર્મન કાયદો પ્રિફર્ડ સ્ટોક ધારકોની રૂપાંતર માટે સહમતિ જરૂરી બનાવે છે જેને પ્રોત્સાહિત કરવા માટે પ્રિફર્ડ સ્ટોક ધારકોને વન ટાઈમ પ્રિમિયમ આપવાનું પ્રસ્તાવિત કરવામાં આવે છે. આવુ કરવા પાછળનો પેઢીનો ઉદ્દેશ્ય તેની નાણાકીય નીતિ એટલે કે અમુક સૂચકાંકમાં તેના ક્રમ પ્રમાણે ઉદભવી શકે. ઔદ્યોગિક સ્ટોક એક્સચેંજના સૂચકાંક સામાન્ય રીતે કંપનીના શેરના દૈનિક વેપારનુ કદ માપવા માટે પ્રિફર્ડ સ્ટોકને ધ્યાનમાં લેતા નથી જેથી (ફક્ત સામાન્ય) શેરના ઓછા વેપાર કદને કારણે કંપનીને લિસ્ટિંગ માટે યોગ્ય ઠરાવતા નથી.

યુનાઈટેડ કિંગડમ[ફેરફાર કરો]

અચોક્કસ મુદત સુધી જાહેર કરવામાં આવેલ નોન-ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર ટાયર 1 કેપિટલ (પ્રથમ સ્તરની મૂડી)માં સામેલ કરવામાં આવે છે. અચોક્કસ મુદત સુધી જાહેર કરવામાં આવેલ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર ઉપરની ટાયર 2 કેપિટલ (દ્વિતિય સ્તરની મૂડી) છે. ડેટેડ પ્રિફર્ડ શેર (સામાન્ય રીતે ઓછામા ઓછી 5 વર્ષની અસલ પાકતી તારીખ ધરાવતા) નીચલી ટાયર 2 કેપિટલ (દ્વિતિય સ્તરની મૂડી)માં સામેલ કરી શકાય.[૧૩]

યુનાઇટેડ સ્ટેટ્સ[ફેરફાર કરો]

યુનાઇટેડ સ્ટેટ્સમાં નાણાકીય સંસ્થાઓ, આરઈઆઈટી (REIT) અને જાહેર સેવાના ઉપક્રમો જ જાહેર રીતે સૂચીબદ્ધ થયેલ પ્રિફર્ડ સ્ટોક બહાર પાડી શકે છે. કારણ કે યુએસ (US)માં કોર્પોરેટ સ્તરે પ્રિફર્ડ સ્ટોક પરનું ડિવિડન્ડ કર કપાતને પાત્ર નથી (કે જે વ્યાજથી વિરૂદ્ધ છે), જેથી પ્રિફર્ડ સ્ટોક દ્વારા મેળવવામાં આવતી મૂડીની અસરકારક પડતર સમકક્ષ વ્યાજ દરે મળવાપાત્ર તેટલી જ મૂડીની પડતર કરતા 35% જેટલી વધુ હોય છે. તેના કારણે ટ્રુપસ(TRuPS) (ટ્રસ્ટેડ-પ્રિફર્ડ સેક્યોરિટી) નો વિકાસ થયો કે જે પ્રિફર્ડ સ્ટોક જેવા જ ગુણધર્મો ધરાવતાં દેવા આધારિત ઇન્સ્ટ્રુમેન્ટ (દસ્તાવેજ) છે.

જોકે જ્યાં સીમાંત કરનો દર 35% હોય ત્યાં 15% ના ડિવિડન્ડ કર સાથે,[૧૪] $ 1 જેટલી ડિવિડન્ડની કરપાત્ર આવક એટલું જ કર પશ્વાત વળતર આપે છે કે જે વ્યાજની $ 1.30 જેટલી આવકમાંથી મળવાપાત્ર હોય.

એક અંદાજ પ્રમાણે 2008ની શરૂઆતમાં યુનાઇટેડ સ્ટેટ્સના યૂએસ (US) $ 9.5 ટ્રિલિયનની ઈક્વિટી તેમજ યૂએસ (US) $ 4.0 ટ્રિલિયનના બોન્ડ્સ સાથે સરખામણી કરતા પ્રિફર્ડ સ્ટોક બજારનું કદ યૂએસ (US) $ 100-બિલિયન જેટલું હોવાનું મનાય છે.[૧૫]

અન્ય દેશો[ફેરફાર કરો]

  • ચેક ગણરાજ્ય – પ્રિફર્ડ શેરો કુલ ઈક્વિટીના 50% કરતા વધારે ન હોઈ શકે.
  • ફ્રાન્સ – જૂન 2004થી અમલી થયેલા કાયદા અનુસાર, ફ્રાન્સે પ્રિફર્ડ શરો તૈયાર કરવાની મંજૂરી આપી.
  • દક્ષિણ આફ્રિકા – પ્રેફરેન્શિયલ શેરોના ડિવિડન્ડ્સના કારણે વ્યક્તિના હાથમાં આવતી રકમ વેરાપાત્ર આવક નહીં.
  • બ્રાઝિલ – બ્રાઝિલમાં, કંપનીના મૂડી શેરોના 50% સુધી પ્રિફર્ડ શેર બનાવી શકાય. પ્રિફર્ડ શેરો પાસે સામાન્ય શેરો કરતા કમસે કમ એક હક (સામાન્યપણે મતદાન સત્તા)ઓછો હશે પરંતુ ડિવિડન્ડ મેળવવામાં પ્રાધાન્યતા મળશે.

નોંધ[ફેરફાર કરો]

  1. ડ્રિન્કાર્ડ, ટી., પ્રિફર્ડ શેરોની એક પ્રવેશિકા., ઈન્વેસ્ટોપેડિયા
  2. "પ્રિફર્ડ સ્ટોક....જનરલી કેરીસ નો વોટિંગ રાઈટ્સ અનલેસ શિડ્યુલ્ડ ડિવિડન્ડ્સ હેવ બીન ઓમિટેડ." – ક્વોન્ટમ ઓનલાઈન
  3. ડ્રિન્કાર્ડ, ટી.
  4. ૪.૦ ૪.૧ Kieso, Donald E.; Weygandt, Jerry J. & Warfield, Terry D. (2007), Intermediate Accounting (12th ed.), New York: John Wiley & Sons, p. 738, ISBN 0471749559 .
  5. ડ્રિન્કાર્ડ ટી.
  6. Kieso, Weygandt & Warfield 2007, p. 739.
  7. Harvard Business Services, Inc. ફેબ્રુઆરી 23, 2007ના રોજ પ્રાપ્ય.
  8. ક્વોન્ટમ ઓનલાઈન ટેબલ પ્રમાણે
  9. Basel Committee on Banking Supervision [Minimum Capital Requirements http://www.bis.org/publ/bcbs128b.pdf] 2007-1-12ના રોજ પ્રાપ્ય
  10. Heinkel, R. & Zechner, J. (1990), "The Role of Debt and Preferred Stock as a Solution to Adverse Investment Incentives", Journal of Financial and Quantitative Analysis 25 (1): 1–24 [p. 2], doi:10.2307/2330885 .
  11. "e u r e x ci rcular 036/07" (PDF). Frankfurt: Eurex Deutschland. 2007-02-27. પૃષ્ઠ 1. મૂળ (PDF) માંથી 2007-10-24 પર સંગ્રહિત. મેળવેલ 6 May 2010.
  12. "Stammaktie, Vorzugsaktie, Inhaberaktie, Namensakti Die Arten von Aktien" (Germanમાં). 2004-03-24. મેળવેલ 6 May 2010.CS1 maint: unrecognized language (link)
  13. એફએસએ (FSA) હેન્ડબુક, પીઆરયુ (PRU) 2.2 કેપિટલ રિસોર્સિસ સંગ્રહિત ૨૦૦૯-૦૨-૨૩ ના રોજ વેબેક મશિન જુલાઈ 31, 2006ના રોજ પ્રાપ્ય
  14. સીસીએચ (CCH) ઈનકોર્પોરેટેડ માર્જિનલ એન્ડ ઈફેક્ટિવ ટેક્સ રેટ્સ સંગ્રહિત ૨૦૦૬-૧૦-૧૮ ના રોજ વેબેક મશિન સપ્ટેમ્બર 18, 2006ના રોજ પ્રાપ્ય
  15. સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ [૧] 2009-08-27

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

ઢાંચો:Stock market ઢાંચો:Corporate finance and investment banking