લખાણ પર જાઓ

પ્રેમચંદ : કલમ કા સિપાહી

વિકિપીડિયામાંથી
પ્રેમચંદ: કલમ કા સિપાહી
લેખકઅમૃત રાય
મૂળ શીર્ષકप्रेमचंद: क़लम का सिपाही
અનુવાદકહરિશ ત્રીવેદી
દેશભારત
ભાષાહિંદી
વિષયજીવનચરિત્ર
પ્રકાશકહંસ પ્રકાશન
પ્રકાશન તારીખ
૧૯૬૨

પ્રેમચંદ: કલમ કા સિપાહી હિંદી સાહિત્યકાર પ્રેમચંદ (૧૮૭૬–૧૯૩૬)નું જીવનચરિત્ર છે, જે તેમના પુત્ર અને સાહિત્યકાર અમૃત રાય (જ. ૧૯૨૧) દ્વારા લખવામાં આવ્યું હતું. ૧૯૬૨માં પ્રકાશિત થયેલ આ પુસ્તકને ૧૯૬૩ના વર્ષનો સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત થયો હતો. હિંદીના અગ્રણી સર્જક પ્રેમચંદની સર્વપ્રથમ જીવનકથા હોવા ઉપરાંત આ પુસ્તક જીવનકથાની લેખનકળાનો હિંદી સાહિત્યમાં સર્વપ્રથમ સફળ પ્રયાસ લેખાય છે.[]

પ્રકાશન

[ફેરફાર કરો]

આ પુસ્તક ૧૯૬૨માં હંસ પ્રકાશન, અલાહાબાદ ખાતેથી પ્રકાશિત થયું હતું.[]

સામગ્રી

[ફેરફાર કરો]

આ પુસ્તક તેની દસ્તાવેજી સામગ્રી, ક્ષોભરહિત સચ્ચાઈ, સરળ, સ્વાભાવિક રજૂઆત શૈલીના કારણે હિન્દી સાહિત્યમાં અનન્ય પ્રદાનરૂપે લેખાય છે. જીવનકથા પ્રેમચંદના પુત્ર દ્વારા લખાઈ હોવાના કારણે તેમાં અધિકૃતતાની સાથે સાથે આત્મીયતાનું પણ પ્રતિબિંબ ઝિલાયું છે.[]

પુસ્તકના અંતે પ્રેમચંદની દરેક નવલકથાની વિસ્તૃત વિગત, પ્રકાશનનાં સ્થળ-સમય, જે સંજોગો હેઠળ નવલકથા લખાઈ-છપાઈ હોય તેની વિગત તેમજ પ્રેમચંદની તમામ ટૂંકી વાર્તાઓની યાદી તેમજ પ્રત્યેકની પ્રકાશનની તારીખ તથા તેનું સર્વપ્રથમ જેમાં પ્રકાશન થયું હોય તે સામયિકનું નામ - આવી અનેક ઉપયોગી અને ઝીણવટભરી વિગતો પુસ્તકમાં આપવામાં આવી છે.[]

સન્માન

[ફેરફાર કરો]

આ પુસ્તકને વર્ષ ૧૯૬૩નો સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Sahni, Bhisham (1990). Sahitya Akademi Awards: Books and Writers : 1955-1978. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 144. ISBN 978-81-7201-014-0.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ચોક્સી, મહેશ (1999). "પ્રેમચંદ – કલમ કા સિપાહી". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૨ (પ્યા – ફ) (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૪૭૩–૪૭૪. OCLC 163447137.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]