ફેડીવર્સ

વિકિપીડિયામાંથી
ફેડિવર્સનો લોગો

ફેડિવર્સ એ ફેડરેટેડ સોશિયલ નેટવર્ક્સનું એક જૂથ છે જે સેવાના વપરાશકર્તાઓને અન્ય સેવાઓના વપરાશકર્તાઓ સાથે વાતચીત કરવાની મંજૂરી આપે છે, ખાસ કરીને ActivityPub પ્રોટોકોલના ઉપયોગ દ્વારા. [૧] ફેડિવર્સમાં માઇક્રોબ્લોગીંગ માટે માસ્ટોડોન, છબિઓ શેર કરવા માટે પિક્સેલફેડ અને ચલચિત્રો (અંગ્રેજી: વિડિઓ) શેર કરવા માટે પીરટ્યુબ જેવા પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. મોટી ટેક્નોલોજી કંપનિઓથી અલગ, ફેડિવર્સ મોટેભાગે મફત અને ઓપન સોર્સ સોફ્ટવેર પર આધારિત છે. મેટા તેના ધ્વારા વિકસિત થ્રેડ્સ નામની માઇક્રોબ્લોગિંગ સાઇટમાં ActivityPub સુસંગતતાને અમલમાં મૂકવાની યોજના ધરાવે છે, જેથી તેના વપરાશકર્તાઓ પણ ફેડિવર્સ સાથે જોડાઇ શકે કરી શકે. [૨]

ઇતિહાસ[ફેરફાર કરો]

"ફેડિવર્સ" શબ્દનો સૌપ્રથમ ઉપયોગ OSstatus પ્રોટોકોલનો ઉપયોગ કરીને સોફ્ટવેર દ્વારા રચાયેલા નેટવર્કને વર્ણવવા માટે કરવામાં આવ્યો હતો, જેમ કે; GNU Social, માસ્ટોડોન, અને Friendica . [૩]

જાન્યુઆરી 2018 માં, W3C એ એક્ટિવિટીપબ પ્રોટોકોલ રજૂ કર્યો, જેનો હેતુ સર્વરના વિશાળ નેટવર્ક પર ચાલતા વિવિધ સોફ્ટવેર પેકેજો વચ્ચે આંતરસંચાલનની ક્ષમતાને સુધારવાનો હતો. 2019 સુધીમાં, મોટાભાગના સોફ્ટવેર કે જેઓ અગાઉ OSstatusનો ઉપયોગ કરતા હતા તે એક્ટિવિટીપબનો ઉપયોગ કરતા થઈ ગયા હતા, [૪] અને "ફેડિવર્સ" શબ્દ એક્ટિવિટીપબ પર આધારિત ફેડરેટેડ નેટવર્કને ઉદેશીને કરવમાં આવ્યો હતો.

ડિઝાઇન[ફેરફાર કરો]

જ્યારે પરંપરાગત સોશિયલ નેટવર્કિંગ સાઇટો તેની તમામ માહિતી માલિકી કંપનીનાં સર્વર પર હોસ્ટ કરે છે, ત્યારે વિકેન્દ્રિત સામાજિક મીડિયા સાઇટ્સ એટલેકે ફેડિવર્સ પ્રોટોકોલ આપનાવે છે તે સાઇટસ કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થાને તેમના પોતાના સર્વર હોસ્ટ કરવાની મંજૂરી આપે છે.(જેને "ફરમો" કે "નમૂનો"(અંગ્રેજી:instance) કહેવામાં આવે છે.)

દરેક "ફરમો" કે "નમૂનો" સ્વતંત્ર છે, અને તે પોતાના નિયમો અને અપેક્ષાઓ ગોઠવી શકે છે. ઉદાહરણ તરીકે, જીમેઇલ જેવી એક ઇમેઇલ સેવાના વપરાશકર્તાઓ Outlook જેવી બીજી સેવાના વપરાશકર્તાઓને ઇમેઇલ મોકલી શકે છે તેમ, વપરાશકર્તાઓ સામગ્રી જોઈ શકે છે અને ફેડિવર્સમાં અન્ય કોઈપણ "ફરમા" કે "નમૂના" પરના વપરાશકર્તાઓ સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરી શકે છે. એક મેસ્ટોડોન "ફરમા" કે "નમૂના" પરનો વપરાશકર્તા, ઉદાહરણ તરીકે, અન્ય માસ્ટોડોન "ફરમા" કે "નમૂના" પરનાં વપરાશકર્તા દ્વારા કરવામાં આવેલી પોસ્ટ્સ જોઈ શકે છે તેમજ તેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે. [૫]

વિવિધ સામાજિક નેટવર્કિંગ સેવાઓ દ્વારા હોસ્ટ કરવામાં આવેલ "ફરમા" કે "નમૂના" એકબીજા સાથે પણ જોડાઇ શકે છે. ઉદાહરણ તરીકે, માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Misskey પરનો વપરાશકર્તા, Mastodon પર વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ જોઈ શકે છે અને તેની સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરી શકે છે. કેટલાક ફેડિવર્સ "ફરમા" કે "નમૂના" વપરાશકર્તાઓને એક જ પ્લેટફોર્મ પરથી બહુવિધ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરવાની મંજૂરી આપે છે. ઉદાહરણ તરીકે, kbin વપરાશકર્તાઓને ચર્ચા-મંચો (જેમ કે લેમી ઇન્સ્ટન્સ પર હોસ્ટ કરવામાં આવે છે) તેમજ માઇક્રોબ્લોગ પોસ્ટ્સ (જેમ કે માસ્ટોડોન પર મળી શકે છે) સાથે જોડાવાની સગવડ આપે છે. [૬]

સોફ્ટવેર[ફેરફાર કરો]

ઘણાં સોફ્ટવેર પેકેજો અને સેવાઓ ઉપલબ્ધ છે જે વપરાશકર્તાઓને ફેડિવર્સમાં ભાગ લેવાની મંજૂરી આપે છે. તેમાંના કેટલાક અસ્પષ્ટ રીતે ટ્વિટર સાથે શૈલીમાં મળતા આવે છે (ઉદાહરણ તરીકે, માસ્ટોડોન, મિસ્કી, જીએનયુ સોશિયલ, અને પ્લેરોમા, જે તેમના માઇક્રોબ્લોગિંગ કાર્યમાં સમાન છે), જ્યારે અન્યમાં વધુ સંચાર અને વ્યવહારને લગતિ સેવાઓનો સમાવેશ થાય છે જે Google+ અથવા ફેસબુક સાથે તુલનાત્મક છે(તેવો જ ફ્રેન્ડિકા અને હબઝિલાનો કેસ છે). વર્ડપ્રેસ અને ડ્રુપલ, [૭] [૮] જેવા CMSs માટે તૃતીય-પક્ષ પ્લગઈનો પણ છે,તેમજ આરએસએસ અને મેટ્રિક્સ જેવા અન્ય પ્રોટોકોલો માટે bridge પણ ઉપલબ્ધ છે. [૯] [૧૦]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Barber, Gregory. "Meta's Threads Could Make—or Break—the Fediverse". Wired. મેળવેલ 24 July 2023.
  2. Bell, Karissa. "Meta's Threads app is here to challenge Twitter". Engadget. Yahoo. મૂળ સંગ્રહિત માંથી July 6, 2023 પર સંગ્રહિત. મેળવેલ 6 July 2023.
  3. Tilley, Sean (24 September 2017). "A quick guide to The Free Network". We Distribute (અંગ્રેજીમાં).
  4. "Remove OStatus-related code · Issue #10740 · mastodon/mastodon". GitHub (અંગ્રેજીમાં).
  5. Woloshyn, Roxannna (Jul 19, 2023). "What is the fediverse and why does Threads want to join?". CBC.
  6. "Home | kbin.pub – Fediverse of content". /kbin. મેળવેલ 2023-07-24.
  7. Pfefferle, Matthias. "ActivityPub". WordPress.org.
  8. "ActivityPub". Drupal.org (અંગ્રેજીમાં). 23 February 2019.
  9. Kazemi, Darius (16 July 2023). "RSS to ActivityPub Converter". GitHub.
  10. "Kazarma". kazar.ma.