બર્ટ્રાન્ડ રસેલ

વિકિપીડિયામાંથી
બર્ટ્રાન્ડ રસેલ
જન્મની વિગત
બર્ટ્રાન્ડ આર્થર વિલીયમ રસેલ

(1872-05-18)18 May 1872
ટ્રેલેક, મૉનમથશાયર, યુનાઇટેડ કિંગડમ
મૃત્યુ2 February 1970(1970-02-02) (ઉંમર 97)
Penrhyndeudraeth, Caernarfonshire, વૅલ્સ, યુનાઇટેડ કિંગડમ
રાષ્ટ્રીયતાબ્રિટિશ
શિક્ષણટ્રિનિટિ કૉલેજ, કેંબ્રીજ (બી. એ., ૧૮૯૩)
પુરસ્કારો
  • દ મૉર્ગન મેડલ (૧૯૩૨)
  • સિલ્વેસ્ટર મેડલ (૧૯૩૪)
  • સાહિત્યનું નોબેલ પારિતોષિક (૧૯૫૦)
  • કેલીંગ પ્રાઇઝ (૧૯૫૭)
  • જેરુસલેમ પ્રાઇઝ (૧૯૬૩)
Era૨૦મી સદીનું તત્ત્વજ્ઞાન
Regionપશ્ચિમી તત્ત્વજ્ઞાન
Institutionsટ્રિનિટિ કૉલેજ, કેંબ્રીજ, લંડન સ્કૂલ ઑફ ઇકૉનોમિક્સ
Main interests
  • પ્રમાણશાસ્ત્ર
  • નીતિશાસ્ત્ર
  • તર્કશાસ્ત્ર
  • ગણિતશાસ્ત્ર
  • તત્તજ્ઞાન
  • ભાષાનું તત્ત્વજ્ઞાન
  • તર્કશાસ્ત્રનું તત્ત્વજ્ઞાન
  • ગણિતનું તત્ત્વજ્ઞાન
  • ધર્મનું તત્ત્વજ્ઞાન
  • વિજ્ઞાનનું તત્ત્વજ્ઞાન
હસ્તાક્ષર

બર્ટ્રાન્ડ આર્થર વિલીયમ રસેલ[૧] (૧૮ મે ૧૮૭૨ – ૨ ફેબ્રુઆરી ૧૯૭૦) સુપ્રસિદ્ધ બ્રિટિશ તત્ત્વચિંતક, ગણિતજ્ઞ, શાંતિવાદી વિચારક અને લેખક હતા. તેમની ગણના વીસમી સદીના સૌથી વધુ પ્રભાવક બૌદ્ધિક અને બહુશ્રુત લેખકોમાં થાય છે. તેમના સાહિત્યિક પ્રદાન માટે તેમને ૧૯૫૦ના વર્ષનું સાહિત્યનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. રસેલે ગણિતશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ઈતિહાસ, શિક્ષણ, ધર્મ, નીતિ, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય રાજકારણ જેવા અનેક વિષયો પર ૪૦થી વધુ પુસ્તકો લખ્યા છે.[૨]

તેઓ મુક્ત વ્યાપાર, મહિલા-મતાધિકાર જેવા એ સમયના બ્રિટનના રાજકારણ વિષયક મુદ્દાઓથી માંડીને વિશ્વશાંતી, સમાજવાદ, અણુ-નિ:શસ્ત્રીકરણ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રમુખ જૉન કૅનેડીની હત્યા, વિયેટનામ યુદ્ધ જેવા આંતરરાષ્ટ્રીય રાજકારણના મુદ્દાઓની છણાવટ કરનાર ચિંતનશીલ અને સક્રીય લેખક હતા.[૨]

શરુઆતનું જીવન[ફેરફાર કરો]

બર્ટ્રાન્ડ રસેલનો જન્મ ૧૮ મે ૧૮૭૨ના રોજ ઇંગ્લેન્ડના રેવન્સક્રોફ્ટમાં થયો હતો. તેઓ એક ઉમરાવ પરિવારમાં જન્મ્યા હતા. તેમના પિતા વાઇકાઉન્ટ એમ્બરલી લૉર્ડ જ્હોન રસેલના પુત્ર હતા. જ્હોન રસેલ બે વખત ઇંગ્લેન્ડના વડાપ્રધાન બન્યા હતા.[૧][૨]

કાર્ય[ફેરફાર કરો]

રસેલે પોતાની કારકિર્દીની શરૂઆત ગણિતશાસ્ત્રથી કરી હતી; પરંતુ ધીમે ધીમે તેઓ તત્ત્વજ્ઞાન, તર્કશાસ્ત્ર તરફ અને રાજકીય તથા સામાજિક ચિંતન તરફ વળ્યા હતા. ૧૯૦૩માં રસેલે તત્ત્વચિંતક તરીકે પોતાનો પહેલો ગ્રંથ પ્રિન્સિપલ્સ ઑવ્ મૅથેમૅટિક્સ લખ્યો. એ પછી સતત એક દાયકાના અભ્યાસ બાદ આલ્ફ્રેડ નૉર્થવ્હાઇટની સાથે તેમણે પ્રિન્સિપિયા મૅથેમૅટિકાના ત્રણ ગ્રંથો લખ્યા, જે અનુક્રમે ૧૯૧૦, ૧૯૧૨ અને ૧૯૧૩માં પ્રગટ થયા. પ્રિન્સિપિયા મૅથેમૅટિકામાં રસેલે ગણિતશાસ્ત્રને તર્કશાસ્ત્ર સાથે સાંકળીને સૈદ્ધાંતિક ચર્ચા કરી છે. આ ગ્રંથોની આધુનિક ગણિતશાસ્ત્ર, તર્કશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન પર ઊંડી અસર પડેલી છે.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ કોટેચા, મુકુન્દ (1989). બર્ટ્રાન્ડ રસેલનું તત્ત્વચિંતન (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ મેઢ, સ્વાતિ (April 2003). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૭ (ય – રા). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૭૭–૩૭૯. OCLC 551875907.

બાહ્ય કડિઓ[ફેરફાર કરો]