બિનજોડાણવાદી ચળવળ

વિકિપીડિયામાંથી
બિનજોડાણવાદી ચળવળ
દેશો કે જે બિનજોડાણવાદી ચળવળનો ભાગ છે. આછો વાદળી રંગ ઓબ્સર્વર (પ્રેક્ષક) સ્ટેટસ દર્શાવે છે.
દેશો કે જે બિનજોડાણવાદી ચળવળનો ભાગ છે. આછો વાદળી રંગ ઓબ્સર્વર (પ્રેક્ષક) સ્ટેટસ દર્શાવે છે.
સંગઠન સંસ્થાન્યુ યોર્ક, ન્યુ યોર્ક રાજ્ય, યુ.એસ.એ.[૧]
સદસ્યપદ[૨]
  • ૧૨૦ સદસ્ય રાજ્યો
  • ૧૭ રાજ્યો (પ્રેક્ષકો)
  • ૧૦ આંતરરાષ્ટ્રીય સંગઠનો
નેતાઓ
• મુખ્ય નિર્ણયાક સત્તા
Conference of Heads of State or Government of Non-Aligned Countries
સ્થાપનાSocialist Federal Republic of Yugoslavia બેલગ્રેડ, SFR યુગોસ્લાવિયા
૧ સપ્ટેમ્બર ૧૯૬૧

બિનજોડાણવાદી ચળવળ (નોન્-અલાઇનમેન્ટ મૂવમેન્ટ) એ ૧૨૦ વિકાસશીલ દેશોનો એક મંચ છે, જે ઔપચારિક રીતે કોઈ મોટી વિશ્વસત્તા સાથે અથવા તેની સામે પક્ષ-જોડાણમાં નથી. સંયુક્ત રાષ્ટ્ર પછી, તે વિશ્વભરના દેશોનું સૌથી મોટું જૂથ છે.[૨][૪]

સામ્યવાદી અને મૂડીવાદી રાજ્યો વચ્ચેના શીત યુદ્ધથી ધ્રુવીકૃત વિશ્વને ટાળવા માટે કેટલાક દેશોના પ્રયાસ રૂપે ૧૯૫૦ના દાયકામાં આ આંદોલનની શરૂઆત થઈ. ૧૯૫૫માં બંદુંગ સંમેલનમાં સંમત થયેલા સિદ્ધાંતોમાંથી પ્રેરણા લઈ, બિનજોડાણવાદી ચળવળની સ્થાપના ૧૯૬૧માં ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુ, ઘાનાના રાષ્ટ્રપતિ ક્વામે એનક્રુમાહ, ઈન્ડોનેશિયાના પ્રમુખ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ ગમલ અબ્દેલ નાસેર, યુગોસ્લાવીયાના પ્રમુખ જોસિપ બ્રોઝ ટીટો દ્વારા બેલગ્રેડ, યુગોસ્લાવિયામાં કરવામાં આવી.[૫][૬] આના લીધે બિન-જોડાણવાદી દેશોના રાજ્યના વડાઓ અથવા સરકારોની પ્રથમ કોન્ફરન્સ થઈ.[૭] બિનજોડાણવાદી ચળવળ શબ્દ પ્રથમ વખત ૧૯૭૬માં પાંચમી પરિષદમાં દેખાય છે, જેમાં ભાગ લેતા દેશોને "ચળવળના સભ્યો" તરીકે દર્શાવવામાં આવે છે.

સંગઠનનો હેતુ સૌપ્રથમ વાર ફિડેલ કેસ્ટ્રો દ્વારા ૧૯૭૯માં હવાના ડિક્લેરેશનમાં જાહેર કરી દેવામાં આવ્યો હતો. આ હેતુ "સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, નવસંસ્થાનવાદ, નસ્લવાદ, અને બીજા દરેક પ્રકારના વિદેશી આક્રમણ, કબ્જા, વર્ચસ્વ, દખલગીરી અને આધિપત્ય" સામે "બિનજોડાણવાદી ચળવળના દેશોની રાષ્ટ્રીય સ્વતંત્રતા, સાર્વભૌમત્વ, સીમાની અખંડતા, અને સુરક્ષા"ને સુનિશ્ચિત કરવાનો છે.[૮]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Coordinating Bureau of the Non-Aligned Countries | UIA Yearbook Profile | Union of International Associations". uia.org. મેળવેલ 18 July 2020.
  2. ૨.૦ ૨.૧ "NAM Members & Observers". મૂળ માંથી 27 March 2019 પર સંગ્રહિત. મેળવેલ 20 March 2019.
  3. "18th Summit of Heads of State and Government of Non-Aligned Movement gets underway in Baku". www.chinadaily.com.cn. મેળવેલ 2019-12-26.
  4. "About NAM". mnoal.org. Non Aligned Movement. મૂળ માંથી 23 March 2019 પર સંગ્રહિત. મેળવેલ 20 March 2019.
  5. Nehru, Jawaharlal (2004). Jawaharlal Nehru. : an autobiography. Penguin Books. ISBN 9780143031048. OCLC 909343858.
  6. "Non-Aligned Movement | Definition, Mission, & Facts". Encyclopedia Britannica (અંગ્રેજીમાં). મેળવેલ 2020-07-10.
  7. Petranović, Branko; Zečević, Momčilo (1988). "BEOGRADSKA KONFERENCIJA NEANGAŽOVANIH. NESVRSTANOST - Brionska izjava predsednika Tita, Nasera i Premijera Nehrua, jula 1956." (PDF). Jugoslavija 1918–1988: Tematska zbirka dokumenata (સર્બો-ક્રોએશિયનમાં) (2 આવૃત્તિ). Belgrade: Izdavačka radna organizacija "Rad". પૃષ્ઠ 1078–1084. ISBN 9788609001086. મૂળ (PDF) માંથી 26 October 2019 પર સંગ્રહિત. મેળવેલ 11 April 2018.
  8. "Castro Speech Database - LANIC". web.archive.org. 2011-06-11. મૂળમાંથી અહીં સંગ્રહિત 2011-06-11. મેળવેલ 2021-07-18.CS1 maint: bot: original URL status unknown (link)