બિરસા મુંડા આદિજાતિ વિશ્વવિદ્યાલય

વિકિપીડિયામાંથી
બિરસા મુંડા આદિજાતિ વિશ્વવિદ્યાલય
Birsa Munda Tribal University
પ્રકારજાહેર સંસ્થા
સ્થાપના૪ ઓક્ટોબર ૨૦૧૪
સ્થાનરાજપીપળા, નર્મદા જિલ્લો, ગુજરાત, ભારત
કેમ્પસશહેરી વિસ્તારમાં
જોડાણોયુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC‌) (ભારત)
વેબસાઇટwww.bmtugujarat.org

બિરસા મુંડા આદિવાસી વિશ્વવિદ્યાલય (અંગ્રેજી: Birsa Munda Tribal University) ભારત દેશના ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે શરૂ કરવામાં આવેલ એક યુનિવર્સિટી છે. તેની સ્થાપના ચોથી ઓક્ટોબર, ૨૦૧૪ના દિવસે ગુજરાત રાજ્ય આદિજાતિ કલ્યાણ મંત્રી શબ્દશરણ તડવી દ્વારા ઔપચારિક ઉદ્‌ઘાટન વિધિ સહિત કરવામાં આવી હતી.[૧][૨][૩][૪][૫]

ઇતિહાસ[ફેરફાર કરો]

બિરસા મુન્ડા આદિજાતિ વિશ્વવિદ્યાલય (યુનિવર્સિટી) આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં આવેલ નર્મદા જિલ્લામાં વડોદરાથી લગભગ ૭૫ કિ. મી. અંતરે રાજપીપળા ખાતે આવેલ છે.

અભ્યાસક્રમો[ફેરફાર કરો]

આ વિશ્વવિદ્યાલય ખાતે સ્નાતક (ગ્રેજ્યુએશન), અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએશન), ડિપ્લોમા અને સર્ટિફિકેટ અભ્યાસક્રમો ચાલુ કરવામાં આવશે, જેમાં આર્ટસ, કોમર્સ, સાયન્સ, પરંપરાગત કલા, કૌશલ્ય, વનસ્પતિ ઔષધ જ્ઞાન, સંસ્કૃત તેમ જ અન્ય વિષયો આવરી લેવાશે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Birsa Munda Tribal University Inaugurated In Narmada District".
  2. "Birsa Munda Tribal University inaugurated in Narmada district". m.indiatoday.in.
  3. "Gujarat Assembly passes bill for setting up Birsa Munda Tribal University at Rajpipla". ૨૨ માર્ચ ૨૦૧૭.
  4. India, Press Trust of; India, Press Trust of (૧૫ ઓક્ટોબર ૨૦૧૭). "Birsa Munda Tribal University inaugurated".
  5. "गुजरात में बिरसा मुंडा विश्वविद्यालय का उद्घाटन".