બીયર

વિકિપીડિયામાંથી
બીયર. આ આઈસલેંડનો વાઇકિંગ બીયર છે.

બીયર એક પ્રકારનું આલ્કોહોલિક પીણું છે. તે પાણી, જવ અને યીસ્ટ (જે આલ્કોહોલ બનાવે છે) દ્રારા બનાવવામાં આવે છે. યીસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવાની ક્રિયા ફેર્મેન્ટેશન કહે છે. આ પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ પણ ઉત્પન્ન થાય છે.

પ્રક્રિયા[ફેરફાર કરો]

બીયર બનાવવાની પ્રક્રિયા 'બ્રેવિંગ' કહે છે.

અલગ અલગ બીયરને અલગ અલગ સ્વાદ હોઇ શકે છે, જે કઇ વસ્તુ બનાવવામાં વપરાઇ છે, તેના પર આધાર રાખે છે.

અલગ અલગ દેશોમાં બીયર બનાવવાની પદ્ધતિ અલગ હોય છે. જર્મની, ઓસ્ટ્રિયા, સ્વિત્ઝરલેન્ડ, ચેક રિપબ્લિક, અને સ્લોવેકિયામાં બીયર સામાન્ય રીતે જવ, પાણી અને યીસ્ટમાંથી બનાવવામાં આવે છે. બેલ્જિયમમાં બીયર સામાન્ય રીતે ઘઉં, ખાંડ, ફળો અને બીજા પદાર્થોથી બનાવાય છે.

જુદી-જુદી પદ્ધતિઓ[ફેરફાર કરો]

બીયરમાં કયા પ્રકારની યીસ્ટ વપરાય છે, તે બીયરનો પ્રકાર નક્કી કરે છે:

  • કેટલીક યીસ્ટ, ઊંચા તાપમાને, ૧૫-૨૦ સે. ફેરમેન્ટ થાય છે. આ પ્રક્રિયા ઝડપી છે.
  • કેટલીક યીસ્ટ, ઊંચા તાપમાને, ૪-૮ સે. ફેરમેન્ટ થાય છે. આ પ્રકારના બીયર લાંબો સમય સાચવી શકાય છે.
  • કેટલાંક બીયર યીસ્ટમાંથી તરત જ બનાવાય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

બીયરના લેખિત પ્રમાણ આશરે ૭૦૦૦ વર્ષો પહેલાંના સુમેરિયનો દ્રારા મળે છે. એવું કહેવાય છે કે સુમેરિયનોએ બીયર બનાવવાની પ્રક્રિયા અકસ્માતે શોધી હતી. એ જાણી શકાયું નથી કે ચોક્કસ શું થયું હશે, પણ કદાચ બ્રેડ અથવા અનાજ ભીનું થયું હશે અને ત્યારબાદ ફુગ વળવાને કારણે આલ્કોહોલ બનવાથી તે પીવાથી લોકોને નશો ચડ્યો હશે. ૪૦૦૦ વર્ષો પહેલાંની સુમેરિયન મુદ્રા મદ્યની દેવીને સમર્પિત છે. સુમેરિયનો કદાચ બીયર બનાવવાવાળી પ્રથમ સંસ્કૃતિ હતી. તેઓ તેને ભગવાની ભેટ માનતા હતા.

આલ્કોહોલનું પ્રમાણ[ફેરફાર કરો]

સામાન્ય બીયરમાં આલ્કોહોલ ૩-૫ ટકા હોય છે (એટલે કે ૧૦૦ મીલી બીયરમાં ૩ થી ૫ મીલી આલ્કોહોલ). બીયર બનાવવામાં આલ્કોહોલ વધુ કે ઓછા પ્રમાણમાં કરી શકાય છે. બેલ્જિયન બીયરમાં ખાંડ વધુ ઉમેરવામાં આવે છે. ફેર્મેન્ટેશનથી આ આલ્કોહોલમાં પરિવર્તિત થાય છે. હાલમાં ૨ ટકાથી લઇને ૧૬ ટકા આલ્કોહોલ ધરાવતા પ્રાપ્ત છે (વાઇન જેટલું પ્રમાણ). કેટલાંક "આલ્કોહોલ ન ધરાવતા" કહેવાતા બીયરમાં પણ ૧ ટકા જેટલો આલ્કોહોલ હોઇ શકે છે.