બૂઢા અમરનાથ
બાબા બૂઢા અમરનાથ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીર રાજ્યના સરહદી એવા પુંચ જિલ્લાના મંડી તાલુકા (મંડી તેહસીલ)માં આવેલા રાજપુર ગામ પાસે આવેલું એક ધાર્મિક સ્થળ છે. જમ્મુ શહેરથી ઉત્તર-પશ્ચિમ દિશામાં આ સ્થળ ૨૯૦ કિલોમીટર જેટલા અંતરે લોરેન વેલીમાં, પર્વતમાળાઓની ગોદમાં વહેતી પુલસ્તી નદીની જમણે કાંઠે, દરિયાઈ સપાટીથી ૪૫૦૦ મીટર જેટલી ઊંચાઈ પર આવેલું છે.
બૂઢા અમરનાથ મંદિરમાં બિરાજમાન શિવલિંગ શ્વેત સ્ફટિક પથ્થરનું બનેલું છે. બર્ફાની બાબા અમરનાથની પદયાત્રાનો મહિમા અષાઢ-શ્રાવણ મહિનામાં છે, પરંતુ બાબા બૂઢા અમરનાથનાં દર્શન કોઈપણ સમયે કરી શકાય છે.[૧]
અહીં પહોંચવા માટે જમ્મુથી સુંદરબની-નૌશર-રાજૌરી-બીમબરગલી-સ્વર્ણકોટ (સુરનકોટ)-ચંડક થઈને મંડી પહોંચી શકાય છે. ચંડક થી પુંચ થઈને પણ મંડી જવાનો એક રસ્તો છે, જે વિકટ હોવા ઉપરાંત અહીં આતંકવાદી પ્રવૃત્તિઓની વધુ શક્યતાઓ હોવાને કારણે ભારતીય સેના દ્વારા આ માર્ગ માત્ર દિવસના સમયે સવારે ૭ (સાત) વાગ્યા થી સાંજના ૪ (ચાર) વાગ્યા સુધી જ ખુલ્લો કરવામાં આવે છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ દિવ્ય ભાસ્કર વર્તમાનપત્ર, ગુરુવાર, તા. ૮ ઓગસ્ટ, ધર્મદર્શન પૂર્તિ, પાના નં. ૨, લેખ:શ્રદ્ધાધામ, લેખક: વિક્કી જોષી