બોરડી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
બોરફળનું ઝાડ
ZiziphusJujubaVarSpinosa.jpg
બોરફળનું ઝાડ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Ziziphus zizyphus

બોરફળનું ઝાડ જાત પ્રમાણે વિવિધ કદના થતા જોવા મળે છે. તેના પાનમાં ત્રણથી પાંચ નસ હોય છે. બોરડીને ઝીણા ઝીણા કાંટા થાય છે. તેનાં ફૂલ ઘણાં ઝીણાં થાય છે. તેનાં લૂમખામાં બોર બેસે છે. હિંદુસ્તાનમાં ખાસ બોરડીનું વાવેતર કરવામાં આવતું નથી, પરંતુ ખેતર અને જંગલમાં બીમાંથી પોતાની મેળે તે ઊગી નીકળે છે. બોરડી ગમે તેવી જમીનમાં થાય છે, પણ ચીકણી માટીમાં થતી નથી.

જાતો[ફેરફાર કરો]

બોરની જાતમાં જંગલી, વડબોર, ખાટાં બોર, ચણી બોર, કલમી, રાંદેરી, અજમેરી, બનારસી, જયપુરી વગેરે છે. ઉત્તર હિંદુસ્તાનમાં જયપુર, અજમેર, દિલ્હી, મથુરા, આગ્રા, લખનૌ, કાનપુર, લાહોર વગેરે તરફ કલમની બોરડીનાં ઘણાં મીઠાં અને સારાં બોર થાય છે. ઉત્તમ જાતનાં ખારેક આકારનાં લંબગોળ ને ગોળ બોર બહુ મીઠાં હોય છે.

બોરફળ

ઉપચાર તરીકે[ફેરફાર કરો]

તેનું લાકડું હળ, ગાડાં વગેરે કરવાના કામમાં આવે છે. પાંદડાં ગોળ હોય છે અને તે ઢોર ખાય છે. વીંછીના વિષ ઉપર બોરડીનાં પાંદડાં દંશસ્થાને લગાવી પાટો બાંધવાથી પીડા ઓછી થતી મનાય છે.

સ્ત્રોત[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડળ
  • અંગ્રેજી વિકિપીડિયા

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

વિકિસ્રોત
વિકિસ્રોતમાં બોરડીને લગતું સાહિત્ય ઉપલબ્ધ છે.