લખાણ પર જાઓ

બોલ્ટ્ઝમેન અચળાંક

વિકિપીડિયામાંથી

બોલ્ટ્ઝમેન અચળાંક (અંગ્રેજી: Boltzmann constant) અણુ અથવા પરમાણુની ગતિજ ઊર્જાને તાપમાન સાથે સાંકળી લેતો અચળાંક છે. તેની સંજ્ઞા k છે. વાયુ અચળાંક R ને એવોગેડ્રો સંખ્યા NA વડે ભાગવાથી તેનું મૂલ્ય મળે છે k = ૧.૩૮૦૦૬૬૨ × ૧૦ -૨૩ જૂલ પ્રતિ કેલ્વિન. હીલિયમ અથવા આર્ગોન જેવા એક પારમાણ્વિક વાયુ એકબીજાને લંબ એવી ત્રણ દિશામાં તેની ગતિને અનુવર્તી એવી ત્રણ સ્થાનાંતરણ (translational) મુક્તિમાત્રા (degrees of freedom) ધરાવે છે. મુક્તિના આ દરેક પ્રકારદિઠ પરમાણુની સરેરાશ ઊર્જા kT/2 હોવાથી આવા એક પારમાણ્વિક વાયુ માટે પરમાણુની સરેરાશ ઊર્જા ૩kT/2 હોય છે.[૧]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. તલાટી, જ. દા. (૨૦૦૧). ગુજરાતી વિશ્વકોશ. ૧૪. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૯૧.