બ્રાન્ડી
Appearance
બ્રાન્ડી એ એક પ્રકારનો દારુ છે, જે વાઇન પર નિસ્યંદનની પ્રક્રિયા દ્વારા મેળવવામા આવે છે. વાઇન એટલે દ્રાક્ષના રસને આથો લાવીને બનાવવામાં આવેલો દારુ. બ્રાન્ડી શબ્દ મુળ ડચ શબ્દ Brandewijn પરથી બન્યો છે, જેનો અર્થ છે, Burnt wine એટલે કે બળેલો વાઇન. બ્રાન્ડીમાં આલ્કોહોલનું પ્રમાણ ૩૬% થી ૬૦% હોય છે અને સામાન્ય રીતે બ્રાન્ડી જમ્યા પછીનાં પીણાં એટલે કે dessert તરીકે લેવાય છે. બ્રાન્ડી દ્રાક્ષ સિવાયના ફળોમાંથી પણ બનાવવામાં આવે છે, જેમ કે સફરજન, પીચ, ચેરી વગેરે. બ્રાન્ડીના મુખ્ય ત્રણ પ્રકારો છે,
- Grape brandy એટલે કે દ્રાક્ષના રસને આથૉ લાવીને બનાવેલી બ્રાન્ડી,
- Fruit brandy એટલે કે દ્વાક્ષ સિવાયનાં અન્ય ફળમાંથી બનાવેલી બ્રાન્ડી અને
- Pomace brandy જે દ્રાક્ષનો રસ કાઢયા બાદ વધેલા ઘટકો જેમ કે છાલ, બીજ વગેરેને આથો લાવીને બનાવવામાં આવે છે.