મહારાજા ભગવતસિંહજી

વિકિપીડિયામાંથી
(ભગવતસિંહજી જાડેજા થી અહીં વાળેલું)
મહારાજા ભગવતસિંહજી
મહારાજા ભગવતસિંહજી
જન્મની વિગતઓક્ટોબર ૨૪, ૧૮૬૫.
ધોરાજી, ગુજરાત, ભારત
મૃત્યુની વિગતમાર્ચ ૯, ૧૯૪૪
ગોંડલ, ગુજરાત, ભારત
રહેઠાણગોંડલ
હુલામણું નામગોંડલ બાપુ
અભ્યાસરાજકોટની રાજકુમાર કૉલેજમાં
૧૮૮૭ - સ્કોટલૅન્ડની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી (ડૉકટરી અભ્યાસ)
૧૮૯૦ – એડિનબરોમાંથી એમ.બી.સી.એમ અને એમ.આર.સી.પી.
૧૮૯૫ – એડિનબરો રોયલ કૉલેજમાંથી એફ.આર.સી.પી. અને એમ.ડી -આયુર્વેદના સંક્ષિપ્ત ઇતિહાસની શોધખોળ માટે.
વ્યવસાયરાજકર્તા
ખિતાબજી.સી.એસ.આઇ., જી.સી.આઇ.આઇ., એફ.આર.એસ., ડી.સી.એલ., એમ.આર.આઇ., એફ.સી.પી એન્ડ એસ., ફેલો ઑવ બોમ્બે યુનિવર્સિટી
ધર્મહિંદુ
જીવનસાથીનંદકુંવરબા અને અન્ય ત્રણ રાણી. (સને.૧૮૮૨)
સંતાનભોજરાજસિંહ, ભૂપતસિંહજી, કિરીટસિંહજી, નટવરસિંહજી, બાકુંવરબા, લીલાબા, તારાબા.
માતા-પિતામોંઘીબા, સંગ્રામસિંહ
નોંધ

ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા અથવા મહારાજા ભગવતસિંહજી ગોંડલના મહારાજા હતા. તેઓ તેમના પ્રજાકલ્યાણના કાર્યો તેમજ ભગવદ્ગોમંડલના નિર્માણ માટે જાણીતા છે.

જીવન[ફેરફાર કરો]

ગોંડલ રાજ્યનું રાજચિહ્ન

નવ વર્ષની ઉંમરે રાજકોટની રાજકુમાર કોલેજમાં પ્રવેશ. રાજકુમાર કોલેજમાં કેળવણી પૂરી કર્યા બાદ ૧૮૮૩ માં ઉચ્ચ કેળવણી માટે યુરોપનો પ્રવાસ. ૧૮૮૪ માં ગોંડલ રાજ્યની કુલ સત્તા યુવક રાજ્વીને હસ્તક. ૧૮૮૫ માં મુંબઈ યુનિવર્સિટીના ફેલો. ૧૮૮૬ માં વૈદકીય જ્ઞાનસંપાદન માટે સ્કોટલેન્ડનો પ્રવાસ. ૧૮૯૨ માં ઓક્સફર્ડ યુનિવર્સિટી તરફથી ડી.સી.એમ.ની પદવી ૧૮૯૫ માં એડિનબરો યુનિવર્સિટી તરફથી ‘આર્યુવેદનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પર એમ.ડી. ગોંડલ રાજ્યનાં પ્રજાકલ્યાણનાં અનેક કામો ઉપરાંત વાચનમાળા, અક્ષરમાળા, શિક્ષણમાળા, પાઠ્યપુસ્તકમાળા વગેરેનું આયોજન.

ગુજરાતી ભાષાનો અપૂર્વ કહી શકાય એવો, ૨,૮૧,૩૭૦ શબ્દો સમાવતો શબ્દકોશ ‘ભગવદ્ગોમંડલ’-ભાગ ૧ થી ૯ (૧૯૪૪-૪૬) એમણે તૈયાર કર્યો છે.[૧]

  • ૨૫ ઑગસ્ટ, ૧૮૮૪ - રાજ્યાભિષેક
  • ૧૯૩૦-૩૩ - કરોડો રૂપિયાના લોકોપયોગી કાર્યો - પુલો, નિશાળો, રસ્તા, ધોરાજી અને ઉપલેટામાં વીજળી, ટ્રામની સગવડ; ગોંડલ, ધોરાજી અને ઉપલેટા દેશનાં શ્રેષ્ઠ શહેરો ગણાયા; ગોંડલ અને મોવિયા ગામને સાત ટાંકીમાંથી શુદ્ધ પાણી, ગોંડલમાં તે જમાનામાં અંડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, અંડર ગ્રાઉન્ડ વીજળીનું પ્લાનિંગ અને રાજ્યનાં તમામ ગામડાંઓ ગોંડલ સાથે ટેલિફોનથી જોડાયેલાં હતાં.
  • શિક્ષણ ક્ષેત્ર – કન્યા કેળવણી મફત અને ફરજિયાત બનાવી
  • વૃક્ષપ્રેમ - ગોંડલ રાજ્યના રસ્તાઓની બંને બાજુએ અસંખ્ય વૃક્ષો વવડાવ્યાં હતાં, પરિણામે વટેમાર્ગુઓ વૃક્ષોની શીતળ છાયા હેઠળ આરામથી મુસાફરી કરી શકતા.
  • પુસ્તક પ્રકાશન – ભગવદ્ગોમંડલના કુલ નવ દળદાર ગ્રંથોના ૯૮૭૦ જેટલા વિશાળ પૃષ્ઠોમાં વિશ્વકોશ જેવી કક્ષાની ભારતીય સંસ્કૃતિની માહિતીનો સંગ્રહ.

સન્માન[ફેરફાર કરો]

  • ૧૮૯૭ - મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલીમાં કાઠિયાવાડના રાજાઓના પ્રતિનિધિ તરીકે હાજરી અને જી.સી.આઈ.ઈ. નો ઇલકાબ
  • ૧૯૩૪ - તેમના રાજ્યકાલના પચાસ વર્ષ પૂરા થતાં, પ્રજાએ પોતાના ખર્ચે તેમની સુવર્ણતુલા કરી, સોનું એકઠું કર્યું હતું જે જાહેર કામો માટે વાપરવામાં આવ્યું હતું.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]