ભટનેર કિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ભટનેર કિલ્લો ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના હનુમાનગઢ ખાતે આવેલ એક પ્રાચીન સ્થળ છે. આ કિલ્લાનું નિર્માણ ભૂપત ભાટીના પુત્ર અભય રાવ ભાટીએ ઈ. સ. ૨૯૫માં કરાવ્યું હતું. આ કિલ્લો ભારતીય ઈતિહાસની ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. મહંમદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે થયેલ તરાઇનનું યુદ્ધ અહીં જ થયું હતું. આ કિલ્લા પર કુતુબુદ્દીન એબક, તૈમૂર અને અકબરનું શાસન પણ રહ્યું હતું. તૈમૂરે પોતાની આત્મકથા 'તુજુક-એ-તૈમૂરી'માં લખ્યા મુજબ તેણે આ કિલ્લા જેવો કોઈ અન્ય સુરક્ષિત અને શક્તિશાળી કિલ્લો હિંદુસ્તાનમાં નથી જોયો. બિકાનેરના સમ્રાટ સૂરત સિંહે ઈ. સ. ૧૮૦૫માં ભાટીઓ સાથેની લડાઈમાં જીતીને અહીં કબ્જો કર્યો હતો. આ લડાઈમાં જીતનો દિવસ મંગળવાર (હનુમાન઼જીનો દિવસ) હોવાને કારણે ભટનેરને ત્યારબાદ હનુમાનગઢ તરીકે ઓળખવામાં આવે છે[૧].

સંદર્ભો[ફેરફાર કરો]