ભાઈચુંગ સ્ટેડિયમ

વિકિપીડિયામાંથી
ભાઈચુંગ સ્ટેડિયમ
નકશો
પૂર્ણ નામભાઈચુંગ ભુટિયા ફૂટબોલ સ્ટેડિયમ
સ્થાનનામચી, દક્ષિણ સિક્કિમ જિલ્લો
માલિકસિક્કિમ રાજ્ય સરકાર
બેઠક ક્ષમતા૩૦૦૦૦
બાંધકામ
બાંધકામ૨૦૧૧
ભાડુઆતો
અપ્રાપ્ય

ભાઈચુંગ સ્ટેડિયમ (અંગ્રેજી: Bhaichung Stadium) ભારત દેશના સિક્કિમ રાજ્યના દક્ષિણ સિક્કિમ જિલ્લાના જિલ્લા મથક નામચી ખાતે આવેલ એક ફૂટબોલ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમ ભારતના સૌથી જાણીતા વર્તમાન ફૂટબોલ ખેલાડી ભાઈચુંગ ભુટિયાના સન્માનમાં બાંધવામાં આવેલ છે.

ભુટિયા ભારતની ફૂટબોલ ટીમના કપ્તાન તેમ જ યુરોપિયન લીગ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા પછી સિક્કિમ રાજ્ય તરફથી આ રમત લોકપ્રિય બનાવવાના સક્રિય પ્રોત્સાહનરૂપે આયોજન કરી આ સ્ટેડિયમ બનાવવામાં આવેલ છે. ભાઈચુંગ સ્ટેડિયમ ખાતે લગભગ દરેક વર્ષે "ગોલ્ડ કપ" ફૂટબૉલ ટુર્નામેન્ટ યોજવામાં આવે છે. ભારતની બધી ફૂટબોલ ટીમો ઉપરાંત ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ, નેપાળ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ, બાંગ્લાદેશ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ અને ભુતાન રાષ્ટ્રીય ફૂટબોલ ટીમની મેચોને અહીં ઘણું સન્માન આપવામાં આવે છે, જેમાં ટોળાબંધ યુવાનો આખા સિક્કિમ રાજ્યમાંથી ઉમટી પડે છે. આ સ્ટેડિયમ ખાતે પ્રેક્ષક ગેલેરીનું કાર્ય હજુ ચાલી રહ્યું છે. આ સ્ટેડિયમ આસપાસનો રોડ સ્ટેડિયમની સુંદરતામાં વધારો કરે છે તેમ જ ફૂટબોલ પ્રેમીઓને આ સ્ટેડિયમ સુધી પહોંચવા માટે મદદ કરે છે.