લખાણ પર જાઓ

દક્ષિણ સિક્કિમ જિલ્લો

વિકિપીડિયામાંથી
દક્ષિણ સિક્કિમ જિલ્લામાં આવેલી તિસ્તા નદી
સિક્કિમ રાજ્યના જિલ્લાઓ અને તેના મુખ્ય મથકોનો નકશો

દક્ષિણ સિક્કિમ જિલ્લો ભારત દેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા સિક્કિમરાજ્યમાં આવેલા કુલ ૪ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. દક્ષિણ સિક્કિમ જિલ્લાનું મુખ્યાલય નામચીનગર ખાતે આવેલું છે. આ જિલ્લો ઊદ્યોગક્ષેત્રે રાજ્યમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

સિક્કિમ રાજ્યનો આ નાનો - સરખો જિલ્લો બૌદ્ધ સંસ્કૃતિ, કલા અને ધર્મની વિશેષતા માટે જાણીતો છે. આ જિલ્લામાં આવેલા અનેક મઠો અહીંની રમણીયતાને ભવ્ય બનાવે છે. રાજ્યમાં આવેલા મઠો પૈકી સૌથી પ્રાચીનતમ મઠ આ જિલ્લામાં આવેલો છે. જિલ્લાના મુખ્ય મથક નામચીથી પશ્ચિમ બંગાળ રાજ્યમાં સરળતાથી પહોંચી શકાય છે. આ પહાડીઓ અને વનશ્રીઓથી ખૂબસૂરતી ધરાવતા જિલ્લામાં ટ્રેકિંગ માટે અનેક કેડી માર્ગો અને જગ્યાઓ ઉપલબ્ધ છે. અહીં આવેલ તેંદાંગ પહાડીમાં બૌદ્ધ લામાઓએ ઘણી વાર ઘણો સમય ધ્યાનમાં વ્યતીત કર્યો છે. ટેમી ટી ગાર્ડન સિક્કિમનો પહેલો અને એકમાત્ર એવો ચાનો બગીચો છે, જેની ચા આંતરરાષ્ટ્રીય બજારોમાં મોકલવામાં આવે છે. ધાર્મિક દૃષ્ટિએ પણ આ જિલ્લાનું વિશેષ મહત્વ છે. રાજ્યમાં આવેલી કુલ ચાર પવિત્ર ગુફાઓમાંથી એક ગુફા આ જિલ્લામાં આવેલી છે.