ભાણ સાહેબ
ભાણ સાહેબ એ મધ્યયુગના રામકબીર સંપ્રદાયના ગુજરાતી કવિ હતા. [૧]
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ મહા સુદ ૧૧/૧૫ સંવત ૧૭૫૪ (ઈ.સ. ૧૬૯૮) ના દિવસે ચરોતરના (કે ભાલકાંઠાના) કનખીલોડ ગામમાં લોહાના કુળમાં થયો હતો. તેમના પિતાનું નામ કલ્યાણજી અને માતાનું નામ અંબાબાઈ હતું. તેમની અટક ઠક્કર હતી. તેમના ગુરુનું નામ આંબા છઠ્ઠા અથવા ષષ્ટમદાસ હતું. તેમના સંપ્રદાયમાં તેઓ કબીરનો અવતાર ગણાતા. [૧]
તેમના પુત્ર ખીમદાસ સહિત અન્ય ૪૦ શિષ્યોએ 'ભાણફોજ' બનાવી અને ગુજરાતમાં લોકબોલીમાં ઉપદેશ કર્યો. [૧]
ચૈત્ર સુદ/વદ ત્રીજ, સંવત ૧૮૧૧ (ઈ.સ. ૧૭૫૫)માં તેમણે કમીજડામાં જીવતે સમાધિ લીધી. [૧]
અન્ય માહિતી
[ફેરફાર કરો]જન્મની સાથે જ તેમને આગળના બે દાંત ઉગેલા હતા. આથી ગામનાં લોકોને અપશુકનિયાળ લાગ્યા. તેથી ગામલોકોએ ભાણ સાહેબના કુટુંબને હેરાન કરવાનું ચાલું કર્યું. છેવટે ભાણ સાહેબના કુટુંબે પોતાના માદરે વતન બનાસકાંઠાના વારાહી (હાલમાં પાટણ જિલ્લો) ખાતે સ્થળાંતર કર્યું. ભાણ સાહેબને ચાલીસ શિષ્યો હતા. તેમની આ શિષ્યમંડળી ભાણફોજ નામે ઓળખાતી. જેમાંના રવિ સાહેબ નામના તેમના પ્રતાપી શિષ્યે રવિ-ભાણ સંપ્રદાયની સ્થાપના કરી. ખીમ સાહેબ ભાણસાહેબના બુંદશિષ્ય એટલે કે પુત્ર અને શિષ્ય હતા.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ કોઠારી, જયંત; ગાડીત, જયંત, સંપાદકો (૧૯૮૯). ગુજરાતી સાહિત્ય કોષ. ખંડ ૧ (મધ્યકાળ) (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી સાહિત્યપરિષદ. પૃષ્ઠ ૨૭૭.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |