ભાબર
Appearance
(ભાભર (ઉત્તરાખંડ) થી અહીં વાળેલું)
ભાબર હિમાલયના તળ વિસ્તાર અને શિવાલિક પહાડીઓની દક્ષિણ બાજુમાં વસેલ એક ક્ષેત્ર છે[૧] જ્યાં કાંપવાળાં મેદાનો હિંદ-ગંગા મેદાનમાં ભળી જાય છે.
નામોત્પત્તિ
[ફેરફાર કરો]ભાબર નામ એક સ્થાનિક લાંબા ઘાસ યૂઆલિઓપ્સિસ બિનાતા (Eulaliopsis binata)ના સ્થાનિક નામ પરથી આવ્યો છે. તેનો ઉપયોગ કાગળ અને દોરડા બનાવવા માટે કરવામાં આવે છે.[૨]
ઇતિહાસ
[ફેરફાર કરો]૧૯૦૧ના વર્ષમાં ભાબર નૈનિતાલ જિલ્લાના ચાર ભાગોમાંથી એક ભાગ હતો, જેમાં ૪ નગરો અને ૫૧૧ ગામો સમાયેલા હતાં અને જેની સંયુક્ત વસ્તી ૯૩,૪૪૫ જેટલી હતી (૧૯૦૧) અને તે ૩૩૧૨.૬ ચોરસ કિ. મી. જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે. ભૌગોલિક રુપમાં તે વર્તમાન વહીવટી ઉપભાગ હલ્દવાનીની સમાન છે.
ભાબરની ભૌગોલિક વિશિષ્ટતા સંપૂર્ણપણે ભારતના ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લામાં પડે છે. ભાબરની દક્ષિણમાં કાંપવાળાં મેદાનનો વિસ્તાર આવે છે (ખીણ વિસ્તાર).
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ભાભર સંગ્રહિત ૨૦૦૮-૦૪-૦૭ ના રોજ વેબેક મશિન [નૈનિતાલ]નું અધિકૃત જાળસ્થળ
- ↑ मुख्य प्राकृतिक फाइबर उत्तराखण्ड के देशज - भाभर વાંસ અને ફાઈબર વિકાસ નિગમ, [ઉત્તરાખંડ] પોર્ટલ
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- યૂઆલિઓપ્સિસ બિનાતા વિકિસ્પાઇસીસ પર . (અંગ્રેજી)