ભારતમાં મૂક કૃપામૃત્યુ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

મૂક કૃપામૃત્યુ કે નિષ્ક્રિય કૃપામૃત્યુ ભારતમાં કાયદેસરનું છે.[૧] ભારત એવા ગણ્યા-ગાંઠ્યા અમુક દેશો પૈકીનું એક છે, કે જ્યાં એક કે બીજા પ્રકારે માનવીય કૃપામૃત્યુ અધિકૃત છે. બેલ્જીયમ, લક્ઝેમબર્ગ, નેધરલેન્ડ અને સ્વિત્ઝર્લેન્ડ તથા યુ.એસ.એ.નું ઓરેગોન સ્ટેટ અને વોશિંગ્ટન સ્ટેટ પણ મર્યાદિત સંજોગોમાં ક્ર્પામૃત્યુને માન્યતા આપે છે.[૨] ૭મી માર્ચે ભારતની સર્વોચ્ચ અદાલતે, કાયમી ધોરણે મૃતપ્રાય અવસ્થામાં રહેલા દર્દીઓને આપવામાં આવતી કૃત્રિમ જીવન સહાય પાછી ખેંચી લઈને મૂક પણે કૃપામૃત્યુ આપવ અંગેની જોગવાઈને કાયદાનું સ્વરૂપ આપ્યું છે. આ નિર્ણય એક ખટલાના ચુકાદાના ભાગરૂપે લેવામાં આવ્યો હતો. આ ખટલો અરુણા શાહબાગ, કે જે મુંબઇની કે.ઇ.એમ. હોસ્પિટલમાં છેલ્લાં ૩૭ વર્ષથી લગભગ મૃતપ્રાય અવસ્થામાં જીવન ગાળી રહી છે, તેની મિત્ર એ માંડેલો છે. વડી અદાલતે ઘાતક ઇન્જેક્શન દ્વારા સક્રિય કૃપામૃત્યુનો દાવો ખારિજ કરી દીધો હતો. ભારતમાં કૃપામૃત્યુને લગતો કોઈ કાયદો અસ્તિત્વમાં નથી, એ વાતને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતે ટાંક્યું છે કે જ્યાં સુધી ભારતીય સંસદ આ વિષયને લગતો ઉચિત કાયદો ના ઘડી કાઢે ત્યાં સુધી આ ચુકાદાને જ દેશનો કાયદો માનીને ચાલવું.[૩][૪]

અરુણા શાહબાગ ખટલો[ફેરફાર કરો]

અરુણા શાનબાગ કેઈએમ હૉસ્પિટલ, મુંબઈ ખાતે ફરજ બજાવતી એક પરિચારીકા હતી. ૨૭ નવેમ્બર ૧૯૭૩ના રોજ એક સફાઈ કામદાર દ્વારા તેની જાતિય સતામણી કરવામાં આવી. આ હુમલા દરમિયાન તેનું ગળું એક સાંકળ દ્વારા દબાવવામાં આવ્યું, અને પ્રાણવાયુના અભાવે ત્યારથી તેને બેભાન અવસ્થામાં લાવી દીધી છે. તેની સારવાર કેઈએમ હોસ્પિટલ ખાતે આ ઘટના બાદથી કરાઈ રહી છે અને તેને ખોરાક નળી દ્વારા આપીને જીવંત રાખવામાં આવી છે. અરુણા તરફથી, તેની મિત્ર પિન્કી વીરાણી, એક સામાજિક કાર્યકર્તાએ સર્વોચ્ચ વડી અદાલત ખાતે એક એવી દલીલ કરતી અરજી દાખલ કરી છે કે "અરુણાની સતત હયાતી તેના ગરિમાપૂર્વક જીવવાના હક્કનું ઉલ્લંઘન છે". સર્વોચ્ચ અદાલતે તેનો ચુકાદો ૭ માર્ચ ૨૦૧૧ના રોજ આપ્યો.[૫] અદાલતે અરુણાનો જીવન આધાર હટાવવાની માગણી નકારી છે જોકે મૂક કૃપામૃત્યુને ભારતમાં કાયદાકીય છૂટ માટે બહોળી માર્ગદર્શિકા જાહેર કરી છે. અરુણાને જીવન આધાર હટાવવાની અરજી નકારવાનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો એ હકીકત પર આધારિત હતો કે હોસ્પિટલના કર્મચારીઓ જે સારવાર આપે છે અને તેની કાળજી રાખે છે તેઓ તેના કૃપામૃત્યુની તરફેણમાં નહોતા.[૩]

માર્ગદર્શિકા[ફેરફાર કરો]

પિન્કી વીરાણીની અરુણા શાનબાગના કૃપામૃત્યુની અરજી નકારતી વખતે સર્વોચ્ચ અદાલતે મૂક કૃપામૃત્યુ માટે માર્ગદર્શિકા આપી.[૩] તે માર્ગદર્શિકા મુજબ, મૂક કૃપામૃત્યુ હેઠળ એવી સારવાર કે ખોરાક અટકાવવો જે દર્દીને જીવવા પરવાનગી આપે.[૬][૭] આ સાથે ભારત આ એવા થોડા દેશોની યાદીમાં જોડાયું કે જેમાં સ્વિટ્ઝરલેન્ડ, બેલ્જિયમ અને નેધરલેન્ડ, તથા સયુંક્ત રાજ્ય અમેરીકાના વોશિંગ્ટન અને ઓરેગોન રાજ્ય છે; જેમણે મૂક કૃપામૃત્યુ વત્તાઓછા પ્રમાણમાં કાયદેસર કર્યું છે.[૬][૮] વિશ્વના અન્ય સ્થળોએ મૂક કૃપામૃત્યુ લગભગ હંમેશાં ગેરકાયદે છે.[૮] ભારતમાં કૃપામૃત્યુને લગતો કાયદો હાજર ન હતો, તેથી સંસદ જ્યાં સુધી ખરડો પસાર ન કરે ત્યાં સુધી સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શિકાએ કાયદો છે.[૬] ભારતના કાનૂન મંત્રી વીરપ્પા મોઈલીએ આ મુદ્દા અંગે ગંભીર રાજકીય ચર્ચાની જરૂરિયાત જણાવી હતી.[૭]

અદાલતના ચુકાદા બાદ કલકત્તા ટેલિગ્રાફે હિન્દુ, મુસ્લિમ, જૈન અને ખ્રિસ્તી ધર્મગુરુઓ સાથે ચર્ચા કરી હતી. સામાન્ય રીતે તેઓ મૂક કૃપામૃત્યુની વિરુદ્ધમાં હતા, ખ્રિસ્તી અને જૈનો કેટલાક સંજોગો હેઠળ મૂક કૃપામૃત્યુની તરફેણમાં હતા. જૈન અને હિન્દુઓમાં સંથારા અને સમાધિ એવી પારંપરિક વિધિ હોય છે જેમાં કોઈ વ્યક્તિ આ વિધિ દ્વારા પોતાનું જીવન સમાપ્ત કરી શકે જો તેને એમ લાગતું હોય કે તેનું જીવન સંપૂર્ણ થયું છે.[૯] ભારતીય તબીબી ક્ષેત્રના કેટલાક નિષ્ણાતો આ બાબતે શંકાશીલ હતા કારણ કે દેશ નબળું કાયદાનું શાસન અને ગરીબો અને તવંગર વચ્ચેના મોટા તફાવત, આ કારણોને લીધે એ શક્ય છે વૃદ્ધોનું તેમના પરિવાર દ્વારા શોષણ થાય.[૬]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  2. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  4. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  5. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  7. ૭.૦ ૭.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  8. ૮.૦ ૮.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  9. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]