ભૂતેશ્વરનાથ મંદિર, મરૌદા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભૂતેશ્વરનાથ મંદિર ભારત દેશના છત્તીસગઢ રાજ્યના રાયપુર જિલ્લામાંથી છૂટા પાડી અલગ રચવામાં આવેલા ગરિયાબંદ જિલ્લાના મરૌદા ગામમાં ગાઢ જંગલોની વચ્ચે એક પ્રાકૃતિક શિવલિંગ છે. આ સ્થળ જિલ્લામથક ગરિયાબંદથી આશરે ત્રણ કિલોમીટર જેટલા અંતરે દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવેલ છે.

આ વિશ્વમાં સૌથી મોટું પ્રાકૃતિક શિવલિંગ ગણાય છે. આ શિવલિંગ વિશે ખાસ બાબત છે કે એની લંબાઈ અને જાડાઈ જાતે જ વધી રહી છે. આ શિવલિંગ ૧૮ ફુટ ઊંચાઈ અને ૨૦ ફુટ જેટલો ઘેરાવો ધરાવે છે. દર વર્ષે આની ઉંચાઈ માપવામાં આવે છે, જે ૬ થી ૮ ઈંચ જેટલી દર વર્ષે વધતી હોવાનો ઉલ્લેખ છે.

આ શિવલિંગ ગાઢ જંગલમાં સ્થાપિત છે, તો પણ અહિંંયા મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. આ શિવલિંગ સાથે જોડાયેલા ચમત્કારોના કારણે આ લોકોના આકર્ષણનું કેંદ્ર બનેલું છે. કેટલાક ભક્તો તો દર વર્ષે શિવલિંગની વધતી લંબાઈનો ચમત્કાર જોવા જાય છે. કહેવાય છે કે અહીં કરેલી પ્રાર્થના જરૂર પૂરી થાય છે.

આ સ્થાન ભકુરા મહાદેવ નામથી પણ ઓળખાય છે[૧]. આ શિવલિંગનો ઉલ્લેખ કેટલાક પુરાણોમાં પણ મળે છે, એમાં દર્શાવ્યા મુજબ આ એક અજોડ અને મહાન શિવલિંગ છે, જેની પૂજા-અર્ચના કરવાથી ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ થાય છે[૨].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Bhuteshwar Nath Mahadev Shivling, Gariaband". છત્તીસગઢ કે ધાર્મિકસ્થલ (હિંદી ભાષામાં). ૧૬ ઓગસ્ટ ૨૦૧૭. Retrieved ૧૮ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. "દર વર્ષે 6 થી 8 ઈંચ વધે છે આ શિવલિંગની લંબાઈ, રહસ્ય હજી સુધી અકબંધ". ધર્મદર્શન, દિવ્ય ભાસ્કર. ૨૬ નવેમ્બર ૨૦૧૭. Retrieved ૬ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate=, |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Coordinates: 20°59′00″N 82°01′26″W / 20.98333°N 82.02389°W / 20.98333; -82.02389