ભૃગુ

વિકિપીડિયામાંથી
ભૃગુ
ભૃગુ
ભૃગુ ઋષિ
માહિતી
કુટુંબબ્રહ્મા (પિતા)
જીવનસાથીખ્યાતિ, કાવ્યમાતા
બાળકોધત, વિધાતા, શુક્ર, ચ્યવન અને ભાર્ગવી

મહર્ષિ ભૃગુ એ સાત મહાન ઋષિઓમાંના એક હતા, પ્રાચીન ભારતના સપ્તર્ષીઓમાંના એક, બ્રહ્મા (સર્જનનો ભગવાન) દ્વારા બનાવવામાં આવેલા ઘણા પ્રજાપતિઓમાંના એક (સર્જનનો ભગવાન), આગાહી કરનાર જ્યોતિષવિદ્યાના પ્રથમ કમ્પાઈલર, અને આના લેખક પણ હતા. ભૃગુ સંહિતા, જ્યોતિષવિદ્યાત્મક (જ્યોતિષ) વૈદિક સમયગાળા દરમિયાન લખાયેલ ક્લાસિક, ત્રેતાયુગ, સંભવત 3 આશરે 000૦૦૦ પૂર્વે

ભૃગુ ભગવાન બ્રહ્માના મનસાપુત્ર (ઇચ્છા-જન્મેલા પુત્ર) છે, જેણે સૃષ્ટિની સૃષ્ટિની રચના કરવા માટે, સૃષ્ટિની પ્રક્રિયામાં સહાય માટે, આ કારણોસર તેમને પ્રજાપતિઓમાં પણ માનવામાં આવે છે.

તેણે દક્ષાની પુત્રી ખ્યાતી સાથે લગ્ન કર્યા છે. તેમના દ્વારા તેમના બે પુત્રો છે, નામ ધતા અને વિધાતા તેમની પુત્રી શ્રી, ભગવાન વિષ્ણુ (નારાયણ) સાથે લગ્ન કર્યા હતા. આમ કેટલીક પરંપરાઓમાં ભગવાન વિષ્ણુના પત્ની લક્ષ્મીને તેમની પુત્રી કહેવામાં આવે છે.

તેમને એક વધુ પુત્ર હતો, જે પોતે ભૃગુ - શુક્ર કરતાં વધુ જાણીતો છે. ઋષિ ચ્યવન તેમનો પુત્ર હોવાનું પણ કહેવામાં આવે છે.

સાહિત્યમાં[ફેરફાર કરો]

ઋષિ ભૃગુનો ઉલ્લેખ વાયુ પુરાણમાં મળે છે, જ્યાં તેમણે દક્ષા પ્રજાપતિ (તેમના સાસરા) ના મહાન યજ્ દરમિયાન દર્શાવ્યો હતો.

ભૃગુ વંશ[ફેરફાર કરો]

ભૃગુ, જેને ભાર્ગવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પ્રાચીન અગ્નિ-પુજારી ભૃગુથી ઉતરી આવતા ઋષિમુનિઓનો કુળ છે. તેઓએ સોમા છોડનો રસ જૂના દેવતાઓને ચડાવવાની વિધિની સ્થાપના કરી. તેમાંના કેટલાક પૂજારી હોવા ઉપરાંત યોદ્ધા પણ હતા. ભૃગુ અથર્વ-વેદની રચના સાથે ગાઢ સંબંધ ધરાવે છે.

ભૃગુ સંહિતા[ફેરફાર કરો]

ભૃગુને હિન્દુ જ્યોતિષવિદ્યાના પિતા તરીકે શ્રેય આપવામાં આવે છે અને પ્રથમ જ્યોતિષીય ગ્રંથ ભૃગુ સંહિતા તેમના લેખકત્વને આભારી છે. આ ગ્રંથમાં 5 મિલિયનથી વધુ જન્માક્ષર સમાવિષ્ટ છે, જેમાં તેણે બ્રહ્માંડના દરેક જીવનું ભાગ્ય લખ્યું છે. લોકપ્રિય પરંપરા અનુસાર, આ જન્માક્ષરોમાંથી ફક્ત સોમાં ભાગની જ આ યુગમાં ટકી છે.

કથા[ફેરફાર કરો]

એકવાર ભૃગુ ઋષિને દેવોની પરીક્ષા લેવાનું મન થયું. તેમને થયું કે સૌથી મહાન કોણ છે ? ભૃગુ ઋષિ સૌપ્રથમ બ્રહ્માજી પાસે ગયા અને જેમતેમ બોલવા લાગ્યા. બ્રહ્માજી ગુસ્સે થઈ ગયા અને ઋષિને શાપ આપવા તૈયાર થયા. ઋષિએ માફી માગી લીધી અને ત્યાંથી કૈલાસ જવા નીકળ્યા. કૈલાસ પર્વત પર સદાશિવ પાર્વતી સાથે બેઠા હતા. ત્યાં જઈને ભૃગુ ઋષિ એલફેલ બોલવા માંડ્યા. શંકર ગુસ્સે થઈ ગયા અને ત્રિશુલ લઈને મારવા દોડ્યા. ઋષિએ માફી માગી અને પાર્વતીએ સમજાવ્યા ત્યારે શિવજી શાંત થયા. ત્યાંથી નીકળીને ઋષિ વૈકુંઠમાં જઈ પહોંચ્યા. વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન શેષશૈય્યા પર સૂતા હતા. ભૃગુ ઋષિએ જઈને વિષ્ણુને છાતીમાં લાત મારી અને કહ્યું, ‘એક ઋષિ આવે ત્યારે આમ પડ્યા રહેતાં શરમ નથી આવતી ?’

વિષ્ણુ ભગવાન ઊભા થઈ ગયા. તેમણે ઋષિના પગ દબાવ્યા કે મારી વજ્ર જેવી છાતી પર પ્રહાર કરવાથી તમને ક્યાંક વાગ્યું તો નથી ને ? ક્રોધને જીતનાર વિષ્ણુને મહાન જાહેર કરતાં ભૃગુ ઋષિએ કહ્યું, ‘લક્ષ્મી તમને વરે એ જ યોગ્ય છે.’ આમ, ક્રોધને જીતનાર સૌથી મોટો વિજેતા છે.

અન્ય કથા--૧

ભૃગુઋષિના પુત્ર ચ્યવન આજ સ્થળે તપ કરતાં કરતાં સમાધિસ્થ બની જાય છે. અને શરીર પર રાફડો જામી જાય છે. વેદકાળના એ સમયે સર્યાત રાજા રાજ કરતાં હતા. રાજા ધાર્મિક અને પ્રજાપાલક હોવાથી કોઈ ક્લેશ વર્તાતો ન હતો. પ્રજા અને ઋષિઓના રક્ષણ માટે તેઓ હિંસક પ્રાણીઓના શિકાર માટે ક્યારેક નીકળતા.

       એક વખત રાજાની દીકરી સુકન્યા પોતાની સખીઓ સહિત નદીએ સ્નાન માટે જાય છે. ત્યાંથી ખેલતિકૂદતી બધી સહેલીઓ જ્યાં રાફડો જામેલો છે ત્યાં જાય છે. રાફડામાંના બે છિદ્રોમાં સુકન્યા શૂળ ભોંકે છે ત્યારે અંદરથી રુધિરની ધારાઓ વહેવા લાગે છે. ગભરાયેલિ બાળાઓ દોડતી રાજાના મહેલે આવીને પૂરી હકીકત જણાવે છે. રાજા તરતજ ચ્યવનમુનિની તપોભૂમિ પર આવે છે. સમાધિમાંથી ક્રોધિત થયેલા ચ્યવનમુની હાથમાં જળ લઈ શ્રાપ આપવા જાય છે ત્યારે રાજા પોતાની દીકરીથી થયેલા અપરાધની ક્ષમા માગે છે અને કહે છે; "પ્રભુ! ક્ષમા કરો, આપ કહેશો તેમ સેવા કરીશ પરંતુ શ્રાપ ના આપશો." ચ્યવનમુની કહે છે; "હવે મારી આંખોમાં શૂળ ભોકાવાથી હું અંધ બન્યો છું. તેથી મારી સેવા કોણ કરશે? તારી દીકરીને મારી સાથે પરણાવ." પિતાની આજ્ઞાથી સુકન્યા ચ્યવનમુનિને પરણે છે. નેત્રવિહીન ચ્યવનમુનીની સેવા કરવામાં સુકન્યા પછી પાની કરતી નથી. પતિવ્રતા ધર્મ પાડતી સુકન્યાની સેવા ભક્તિથી પ્રસન્ન થઈ દેવોએ અસ્વિનીકુમારોને મોકલ્યા.  અસ્વિનીકુમારો આવે છે, ચ્યવનમુનિને લઈ બંને અસ્વિનીકુમારો આજ વૈત્રવતીના હાલ  ભૃગુરૂષિના મંદિર જતાં જ્યાં ધરો પડે છે તે ઊંડા જળમાં ડૂબકી મારીને બહાર આવે છે અને ચ્યવનમુનિને ચક્ષુ પ્રદાન કરે છે.  ત્યારબાદ જંગલની કિમતી ઔષધિઓ આમળા, અસ્વગંધા, સંખપુસ્પિ, વગેરેના મિશ્રણથી પાક બનાવીને ચ્યવનમુનીને ખવડાવે છે અને નવયૌવન આપે છે, એ સમયે આંબળા  તેમજ બીજી ઔષધિઓના વન હતા. આજે પણ કેટલીક ઔષધિય વનસ્પતિ છે. આમ અસ્વિનીકુમારોએ ચ્યવનમુની માટે જે પાક તૈયાર કર્યો તે જ ચ્યવનપ્રાશ આજે પણ જગપ્રસિદ્ધ  બન્યું છે. ત્યારબાદ અસ્વિનીકુમારો ચાલ્યા જાય છે. આજે પણ એ ધરામાં સ્નાન કરવાથી આંખોના રોગો થતાં નથી અને હોય તો મટી જાય છે એવી એક માન્યતા છે. ઉત્તરકાંઠે ભૃગુરૂષિ અને ચ્યવનમુની તથા દક્ષિણકાંઠે પરાશર મહાદેવના ભવ્ય શિવાલયો હાલ મોજૂદ છે.બંને શિવાલયો વચ્ચેથી દોઢ કિમી ઊગમણિ વહેતી વાત્રક(વૈત્રવતી) ના પવિત્ર જળમાં ન્હાવું એ પણ એક સૌભાગ્યનિ વાત છે. શ્રાવણ  માસ અને અધિક માસમાં અહિયાં શ્રદ્ધાળુઓનો મેળો જામે છે. મૈયા વૈત્રવતીનું માહાત્મ્ય તો પુરાણોમાં પણ કરવામાં આવેલું છે, જેમાં ઉલ્લેખ છે કે વૃત્રાસુરે એક ઊંડો ખાડો ખોદાવેલો જેનું નામ મહાગંભીર હતું, તેમાથીજ એક દિવ્ય નદી પ્રગટ થાય છે જે વૈત્રવતી(વાત્રક) નામથી પ્રચલિત થાય છે.

અન્ય કથા-૨[ફેરફાર કરો]

વેદકાળના એ સમયે મહાદાનેશ્વરી કર્ણરાજા પુષ્કળ દાનપુણ્ય કરતાં હતા. આ જોઈ દુર્યોધનને ઈર્ષ્યા થાય છે. દુર્યોધને મામા શકુનીની સલાહ લીધી. મામાએ સલાહ આપી; કર્ણને અંગદેશનો રાજા બનાવીને તેં મિત્ર બનાવ્યો છે માટે વિરોધ ના કર પરંતુ તારા હાથમાં તો પદ્મ છે દાન કરીશ તો પણ ખૂટશે નહીં. તું પણ કર્ણની જેમ ધર્મધજા ફરકાવીને દાન આપવાનું શરૂ કર. દુર્યોધને દાન આપવાનું શરૂ કર્યું. ભગવાનને થયું કે કર્ણ સાચો દાનવીર છે અને દુર્યોધને ઇર્ષ્યાને કારણે માત્ર નામના ને પ્રસિદ્ધિ માટે દાન આપવા માંડ્યુ છે. માટે મારે કસોટી કરવી જોઈએ.

ભગવાન ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈને દુર્યોધનને ત્યાં જાય છે. દુર્યોધન બ્રાહ્મણવેશે આવેલા ભગવાનને દાન માગવા કહે છે ; ત્યારે ભગવાન કહે છે : "મારે અડસઠતીરથની યાત્રા કરવા જવું છે પણ મારૂ આ વૃદ્ધ શરીર યાત્રા કરવા શક્તિમાન નથી. માટે તારું યુવાન શરીર મને આપ, યાત્રા પુર્ણ કરી તારું શરીર તને સોંપી દઇશ." દુર્યોધને આ વાતનો ઇનકાર કર્યો ને કહ્યું; ધનદૌલત, સોનામહોરો જે જોઈએ તે આપું પરંતુ શરીર તો ન અપાય. આ ઘરડા શરીરને મારી પત્ની ક્યાં સાચવે ! બ્રાહ્મણવેશે રહેલા ભગવાને દુર્યોધનને ધર્મધજા છોડી નાખી દાન આપવાનું બંધ કરવા કહ્યું. દુર્યોધન દાન આપવાનું બંધ કરે છે. ભગવાન ત્યાંથી કર્ણરાજાને ત્યાં જાય છે જ્યાં કર્ણરાજા ઊઠતાની સાથે "સો ધોતી, સો પોથી, સો સંકલ્પદ્વિપની ગાય. એટલું રાજા કર્ણ આપે, ત્યારે ધરતી પર મૂકે પાય." એવા પરમ દાનેશ્વરી કર્ણ પાસે જઈને ભગવાન બીજું કઇં ના માગતાં શરીરની માગણી કરે છે. કર્ણ પોતાનું અહોભાગ્ય સમજીને શરીર આપવા તૈયાર થઈ જાય છે. પોતાનું શરીર યાત્રાએ જાય અને વૃદ્ધ શરીરની સેવાનો અવસર મારી પત્નીને મળે તેથી રૂડું શું ? કર્ણરાજા શરીર દાનમાં આપવાનો સંકલ્પ કરે છે ત્યારે ભગવાન ચતુંર્ભુજ રૂપે પ્રગટ થાય છે અને કર્ણને વરદાન માગવાનુ કહે છે. ત્યારે કર્ણરાજા ભગવાન પાસે એટલું જ માગે છે; "ભગવાન ! મારી આ કાયાને અંત સમયે કુંવારી જમીનમાં બાળજો." ભગવાન તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ જાય છે. મહાભારતના અઢાર દિવસના યુદ્ધમાં કર્ણ સહસ્ત્ર બાણોથી વીંધાયેલા હોય છે ત્યારે ભગવાન પુન: દાનવીરતાની કસોટી કરે છે. એ સમયે પણ કર્ણ પોતાના સોનાના દાંત પાડીને આપે છે. ભગવાન વરદાન માટે કહે છે ત્યારે કર્ણ ફરીથી કુંવારી જમીનમાં પોતાના દેહને બાળવાની યાચના કરે છે. ભગવાન તથાસ્તુ કહીને જાય છે. હવે કર્ણને આપેલા વરદાન પ્રમાણે ભગવાને જોયું કે કુંવારી જમીન છે કયાઁ ? ત્યારે નર્મદા કિનારે ભૃગુઋષિ જ્યાં તપ કરતાં હતા તે એક તલમાત્ર જમીન કુંવારી હતી. ઋષિ પ્રાત:કાળે ભ્રહ્મમુહૂર્તમાં નદીએ સ્નાનાર્થે જાય છે ત્યારે તે કુંવારી જમીનમાં ભગવાન પરોણાની આર ખોસીને પરોણા પર ભગવાન પોતાની હથેળીમાં કર્ણને બાળે છે. મૂઠી રાખ મૂકીને ભગવાન ચાલ્યા જાય છે. ભૃગુઋષિ સ્નાન કરીને આવે છે ને જુએ છે તો રાખની ઢગલી. ઋષિ ધ્યાનસ્થ થઈને જુએ છે ત્યારે પ્રભુની લીલાનો ખ્યાલ આવી જાય છે. ક્રોધે ભરાયેલા ઋષિ જઈને ભગવાનના વક્ષસ્થળમાં લાત મારે છે. ત્યારે ભગવાન ભૃગુઋષિને કહે છે; "અરેરે ! આપના મુલાયમ પગમાં મારી કઠણ છાતી વાગી હશે!" એમ કહી ભગવાન ઋષિની પાછળ દોડે છે॰ ભૃગુરૂષિ ભ્રહ્માં પાસે જાય છે, શિવજી પાસે જાય છે પણ ત્યાં તેમણે શરણ મળતું નથી. ત્યાથી ઋષિ દોડતા પરાશરમુનિને શરણે આવે છે. વાત્રક કાંઠે બિરાજેલા પરાશરમુનિ ભૃગુઋષિને સામે કાંઠે બિરજો એમ કહે છે,ભૃગુઋષિ વૈત્રવતીના ઉત્તર કિનારે નિવાસ કરે છે.

ભગવાન જ્યારે પરાશરમુનિ પાસે આવે છે, ક્યાં છે ભૃગુઋષિ? મારે તેમણે દંડ કરવો છે. ત્યારે પરાશરમુનિ કહે છે એ દંડ મને આપો કેમકે ભૃગુઋષિ મારા અતિથિ છે અને પ્રભુને પરાશરમુનિના તપના પ્રભાવથી નમતું જોખવું પડે છે. ત્યારબાદ પ્રભુ અંતર્ધ્યાન થઈ જાય છે. અંતત: બંને ઋષિઓએ સ્થાપિત શિવાલયો આજે પણ પરાશર મહાદેવ અને ભૃગુઋષિ મહાદેવ નામથી વિખ્યાત છે.

સંદર્ભ[ફેરફાર કરો]