ભેરી
Appearance
ભેરી (માદા), ભેરી બચ્ચો (નર) એ એક પાળીને કેળવી શકાય એવુ શીયાચશ્મ બાજ પક્ષી છે. ઉત્તર અમેરિકામાં એને બતક બાજ તરીકે પણ ઓળખાય છે. આ ફાલ્કોનીડે પરિવારનું લગભગ આખી દુનિયામાં જોવા મળતું શીકારી પંખી છે. ભેરી તેની ઝડપ માટે પ્રખ્યાત છે. શીકાર કરતી વેળાએ લાક્ષણિક શિકાર સ્ટોપ (હાઈ-સ્પીડ ડાઈવ) દરમિયાન એની ઝડપ 200 mph (320 km/h) થી વધુ સુધી પહોંચે છે જેને કારણે એને વિશ્વનું સૌથી ઝડપી પક્ષી ગણવામાં આવે છે. ભેરી લૈંગિક રીતે દ્વિરૂપી હોય છે, જેમાં માદાઓ નર કરતાં નોંધપાત્ર રીતે મોટી હોય છે.