લખાણ પર જાઓ

ભોજ તળાવ, ભોપાલ

વિકિપીડિયામાંથી
ભોજતાલ
બડે તાલાબ
ભોજતાલ is located in Bhopal
ભોજતાલ
ભોજતાલ
ભોપાલમાં ભોજતાલનું સ્થાન
સ્થાનમધ્ય પ્રદેશ, ભોપાલ
અક્ષાંશ-રેખાંશ23°15′N 77°20′E / 23.25°N 77.34°E / 23.25; 77.34Coordinates: 23°15′N 77°20′E / 23.25°N 77.34°E / 23.25; 77.34
મુખ્ય જળઆવકકોલનાસ નદી
સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર361 km2 (139 sq mi)
બેસિન દેશોભારત
મહત્તમ લંબાઈ31.5 km (19.6 mi)
મહત્તમ પહોળાઈ5 km (3.1 mi)
સપાટી વિસ્તાર31 km2 (12 sq mi)
રહેણાંક વિસ્તારભોપાલ

ભોજતાલ અથવા ભોજ તળાવ જે બડે તાલાબ નામથી પણ ઓળખાય છે. આ એક વિશાળ તળાવ છે. જે મધ્ય પ્રદેશ રાજ્યના ભોપાલ શહેરની પશ્ચિમ બાજુ પર આવેલ છે. ભોપાલવાસીઓ માટે તે એકમાત્ર પાણી પીવાના પાણીનો સ્ત્રોત છે. લગભગ ૪૦% વસ્તી દૈનિક ૩૦ લાખ ગેલન પાણીનો વપરાશ કરે છે.[૧] મોટા તળાવો અને નાના તળાવો સાથે મળીને ભોજ વેટલેન્ડનું નિર્માણ કરે છે. જે આજકાલ રામસર સાઇટ નામ દ્વારા ઓળખાય છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

ભોજ તળાવ પરમાર રાજા ભોજ દ્વારા ૧૦૦૫થી ૧૦૫૫ના વર્ષ વચ્ચેના સમયમાં બાંધવામાં આવ્યું હતું. રાજા ભોજ દ્વારા ભોપાલનું નિર્માણ (જે પ્રથમ ભોજપાલ નામથી જાણીતું હતું). ભોપાલ બનાવવાનો હેતુ પોતાનું પૂર્વીય સંરક્ષણ મજબૂત બનાવવાનો હતો. એક પૌરાણિક દંતકથા અનુસાર ભોજ તાલ બનાવવાનો હેતુ રાજા ભોજ ત્વચા રોગના કારણે વ્યથિત હતા. જેને ઘણા વૈદ અને દાકતરો મટાડી ન શક્યા, ત્યાર પછી એક સંત દ્વારા રાજાને એક તળાવ બનાવવાનો ઉપાય બતાવ્યો હતો, જેમાં ૩૬૫ સહાયક નદીઓનું પાણી હોય. તેમાં નહાવાથી તેમનો રોગ મટશે. રાજા ભોજે તેમના ઇજનેરોને એક તળાવ બનાવવા કહ્યું હતું. રાજા ભોજના ઇજનેરોને બેતવા નદી, જે ભોપાલથી ૩૨ કિ. મી. જેટલા અંતરે આવેલ છે, તે સ્થળને આ કાર્ય માટે યોગ્ય લાગ્યું, પણ મૂંઝવણ એ હતી કે બેતવા નદીની કુલ ૩૫૯ ઉપનદીઓ જ હતી. પછી એક ગોંડ સેના અધ્યક્ષ કાલીએ આ ઉણપ દૂર કરી. તેમણે કેટલીક અન્ય ગુપ્ત નદીઓ વિશે સમજ આપી. આ અદૃશ્ય નદીઓને ઉમેરવાથી જે કુલ ઉપનદીઓ ૩૬૫ થઈ અને આ તળાવનું નિર્માણ થયું હતું.[૨]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Source of potable water". મૂળ માંથી 2007-09-29 પર સંગ્રહિત. મેળવેલ ૫ એપ્રિલ ૨૦૦૭.
  2. "Legend of Bhoj". મૂળ માંથી 2011-09-28 પર સંગ્રહિત. મેળવેલ ૫ એપ્રિલ ૨૦૦૭.