લખાણ પર જાઓ

ભોયણી જૈન તીર્થ

વિકિપીડિયામાંથી
ભોયણી જૈન તીર્થ
ધર્મ
જોડાણજૈન ધર્મ
દેવી-દેવતામલ્લીનાથ
સ્થાન
સ્થાનભોયણી, અમદાવાદ જિલ્લો, ગુજરાત
ભોયણી જૈન તીર્થ is located in ગુજરાત
ભોયણી જૈન તીર્થ
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ23°35′N 72°22′E / 23.583°N 72.367°E / 23.583; 72.367

ભોયણી જૈન તીર્થભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં કડી નજીક આવેલ એક જૈન તીર્થ છે, જે દેત્રોજ તાલુકાના ભોયણી ગામ ખાતે આવેલ છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

આ જૈન તીર્થ પૂર્વે "પદ્માવતી નગર" તરીકે જાણીતું હતું. સદીઓ પૂર્વે આ સ્થળે કેટલાંક જૈન મંદિરો બન્યા હતાં, એવું અહીં કરવામાં આવેલ ખોદકામ દરમ્યાન મળી આવેલી ખંડીત પ્રતિમાઓ પરથી જાણી શકાય છે. વિક્રમ સંવત ૧૯૩૦ના સમયમાં અહીં કેવળ પટેલના ખેતરમાં કુવો ખોદવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ૪.૫ ફુટ જેટલું ખોદકામ કરતાંં તેમાંથી ૧૦૪ સે.મી. ઊંચી પદ્માસનસ્થ અને શ્વેતવર્ણી શ્રી મલ્લીનાથ પ્રભુની મૂર્તિ મળી આવી હતી. અહીં એક જિનાલયનું નિર્માણ કરી વિક્રમ સંવંત ૧૯૪૩માં મહા સુદ દસમને દિવસે શ્રી મલ્લીનાથ પ્રભુની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિર વિશાળ છે અને તેને ત્રણ શિખરો છે. મંદિરની ભીંતો પર કોતરણી જોવા મળે છે.[]

તહેવારો

[ફેરફાર કરો]

દર વર્ષે માઘ મહીનામાં અહીં એક ઉત્સવ ખુબજ ધૂમધામથી મનાવવામાં આવે છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "BHOYANI TIRTH – The Jainsite World's Largest Jain Website". jainsite.com (અંગ્રેજીમાં). મેળવેલ ૪ સપ્ટેમ્બર ૨૦૧૭.